Saina Nehwal:સાયના નેહવાલે પતિ પારુપલ્લી સાથે છૂટાછેડાનો નિર્ણય પાછો ખેંચ્યો, ઈન્સ્ટાગ્રામ પર કરી ઈમોશનલ પોસ્ટ
- સાનિયા નેહવાલ પતિ પારુપલ્લી કશ્યપ સાથે નહીં લે છૂટાછેડા
- સાનિયા નેહવાલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આપી માહિતી
- પોતાના સબંધને હજુ એક ચાન્સ આપવાનો કર્યો નિર્ણય
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ અને જાણીતી બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અને તેના પતિ પારુપલ્લી કશ્યપ વચ્ચેના સંબંધોએ નવો વળાંક લીધો છે. 14 જુલાઈ, 2026ના રોજ આ દંપતીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેઓએ આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. બંનેએ પોતાના સંબંધોને એક વધુ તક આપવાનું નક્કી કર્યું છે. સાયનાએ આજે, શનિવાર, 2 ઓગસ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે.
માત્ર 19 દિવસ પહેલા, 13 જુલાઈની રાત્રે, સાયના નેહવાલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. તે સમયે તેણે લખ્યું હતું કે, “જીવન ક્યારેક આપણને જુદા જુદા રસ્તાઓ પર લઈ જાય છે. મેં અને પારુપલ્લી કશ્યપે ઘણું વિચાર્યા બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે એકબીજા માટે શાંતિ, પ્રગતિ અને સારું જીવન પસંદ કરવા માંગીએ છીએ. અત્યાર સુધીની બધી યાદો માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને તેના બદલામાં કંઈ નથી ઈચ્છતી. અમારી વાત સમજવા અને અમારી અંગતતા જાળવવા બદલ આભાર.”
19 દિવસમાં જ નિર્ણય બદલી નાંખ્યો
આ પોસ્ટના 19 દિવસ પછી જ સાયનાએ પોતાના નિર્ણયને બદલી નાખ્યો છે. તેણે પારુપલ્લી કશ્યપ સાથેની એક નવી તસવીર શેર કરીને સંબંધને બીજી તક આપવાની વાત કરી છે. આ ફોટામાં તેઓ બંને પહાડોમાં ફરતા જોવા મળે છે. તસવીર સાથે સાયનાએ લખ્યું છે, "ક્યારેક અંતર તમને લોકોનું મહત્વ સમજાવે છે. અહીં અમે બંને ફરી એકવાર પ્રયાસ કરી રહ્યા છીએ." આ પોસ્ટને સાયના નેહવાલે પારુપલ્લી કશ્યપ સાથે કોલેબોરેશનમાં શેર કરી છે.