Salman Ali Agha ના એક એલાન બાદ ફરી પાકિસ્તાનનો આતંકવાદ પ્રેમ દુનિયાની સામે આવ્યો
- પાકિસ્તાની ટીમના કેપ્ટન Salman Ali Agha ના એલાન સામે ઉઠ્યા સવાલ
- ફરી એકવાર પાકિસ્તાનનો આતંકવાદ પ્રેમ દુનિયાની સામે આવ્યો
- ભારતીય હુમલામાં માર્યા ગયેલાઓના પરિવારને આપીશું મેચ ફીસઃ સલમાન આગા
- પાકિસ્તાની ટીમ આતંકવાદીઓના પડખે હોવાનું થયું સાબિત
- ભારતના ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયા હતા 100 જેટલા આતંકી
- આતંકી મસૂદ અઝહરના પરિવારના પણ 10થી વધુના થયા હતા મોત
- આતંકી મસૂદ અઝહર સહિતના પરિવારને મદદ કરશે પાકિસ્તાની ખેલાડીઓ
- ભારતે હેન્ડશેક ન કર્યો, મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન લીધીઃ સલમાન આગા
- ભારતે ખેલભાવના વિરૂદ્ધ જઈ અમારી આબરુ કાઢીઃ સલમાન આગા
Salman Ali Agha statement Viral : એશિયા કપ 2025 ની ફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભલે મેદાન પર હાર સ્વીકારી લીધી હોય, પરંતુ મેદાન બહાર પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગા (Salman Ali Agha) ના એક નિવેદને આખી દુનિયા સામે પાકિસ્તાનના આતંકવાદ પ્રત્યેના પ્રેમને ફરી એકવાર ખુલ્લો પાડી દીધો છે. આગાએ એશિયા કપની મેચ ફીસ ભારતીય હુમલામાં માર્યા ગયેલાઓના પરિવારને દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે પાકિસ્તાની ટીમ આતંકવાદીઓનું સમર્થન કરી રહી છે.
સલમાન આગાની જાહેરાત અને વિવાદનું મૂળ
એશિયા કપની ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ જાહેરાત કરી કે આખી ટીમ તેમની સંપૂર્ણ મેચ ફીસ તાજેતરના ભારતીય હુમલાઓમાં માર્યા ગયેલા તમામ નાગરિકો અને બાળકોને દાનમાં આપવા માંગે છે. આ નિવેદન પર સવાલ એટલા માટે ઉભા થયા છે, કારણ કે આ 'ભારતીય હુમલા'નો સીધો સંબંધ ભારત દ્વારા કરાયેલા ઓપરેશન સિંદૂર સાથે છે. આ ઓપરેશન ભારતીય સરહદ નજીક પાકિસ્તાનના આશ્રય હેઠળ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયું હતું.
Salman Ali Agha નું નિવેદન વાયરલ
ઓપરેશન સિંદૂરમાં 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના 10 થી 14 સભ્યો પણ માર્યા ગયા હતા, તેમજ પંજાબના વહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર પણ કાર્યવાહી કરાઈ હતી. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થાય છે કે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની જાહેરાત આતંકવાદી મસૂદ અઝહરના પરિવાર અને અન્ય માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને આર્થિક મદદ કરવાનો ઇરાદો દર્શાવે છે. આ જાહેરાત દ્વારા પાકિસ્તાની ક્રિકેટ ટીમે આતંકવાદની પડખે ઊભા રહેવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
Asia Cup 2025 । ફરી એકવાર પાકિસ્તાનનો આતંકવાદ પ્રેમ દુનિયાની સામે આવ્યો
પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગાના એલાન સામે ઉઠ્યા સવાલ
ભારતીય હુમલામાં માર્યા ગયેલાઓને આપીશું મેચ ફીસઃ સલમાન આગા
પાકિસ્તાની ટીમ આતંકવાદીઓના પડખે હોવાનું થયું સાબિત#PakistanExposed #SalmanAgha… pic.twitter.com/XBJkDmkwLv— Gujarat First (@GujaratFirst) September 29, 2025
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનો જવાબ
જ્યાં પાકિસ્તાની કેપ્ટન આતંકવાદીઓના પરિવારોને મેચ ફીસ દાનમાં આપવાની વાત કરી રહ્યા છે, ત્યાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખેલભાવના અને દેશભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૂર્યકુમાર યાદવે જાહેરાત કરી કે તે વ્યક્તિગત રીતે આ આખી ટુર્નામેન્ટની પોતાની સંપૂર્ણ મેચ ફીસ ભારતીય સેનાને દાનમાં આપવા માંગે છે. સૂર્યાનો આ નિર્ણય માત્ર પાકિસ્તાની નિવેદનનો યોગ્ય જવાબ નથી, પરંતુ દેશની રક્ષા માટે બલિદાન આપતા સૈનિકો પ્રત્યેનો આદર પણ દર્શાવે છે.
હાથ મિલાવવાનો અને ટ્રોફી વિવાદ, પાકિસ્તાનની પ્રતિક્રિયા
એશિયા કપની ફાઇનલ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કરવા અને ACC ચીફ મોહસીન નકવી (જે પાકિસ્તાની નેતા છે) પાસેથી ટ્રોફી ન સ્વીકારવાના વિવાદ પર પણ સલમાન આગાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સલમાન આગાએ કહ્યું કે, "ભારતે અમારી સાથે જે કર્યું, તે માત્ર અમારું અપમાન જ નહીં પણ ક્રિકેટની રમતનું પણ અપમાન છે. ભારતે ખેલભાવના વિરુદ્ધ જઈને અમારી આબરુ કાઢી." તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો અન્ય ટીમો પણ આવું કરવાનું શરૂ કરશે તો રમતની મર્યાદા ક્યાં રહેશે.
સૂર્યકુમાર યાદવની વિવાદ પર સ્પષ્ટતા
જોકે, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ વિવાદ પર સ્પષ્ટતા કરી હતી કે, "અમે એક ટીમ તરીકે નક્કી કર્યું હતું કે અમે (મોહસીન નકવી તરફથી) ટ્રોફી સ્વીકારીશું નહીં. કોઈએ અમને આવું કરવા કહ્યું ન હતું, પરંતુ મારું માનવું છે કે ટુર્નામેન્ટ જીતનારી ટીમ ટ્રોફીને લાયક છે." ભારતે ACC પ્રમુખ પાકિસ્તાનના હોવાથી રાજદ્વારી વિરોધ દર્શાવ્યો હતો. આ વિવાદમાં મોહસીન નકવી દ્વારા ટ્રોફી અને મેડલ પોતાની હોટલમાં લઈ જવાની ઘટના બાદ BCCI સચિવ દેવજીત સૈકિયાએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
આ પણ વાંચો : IND vs PAK Final : એશિયા કપ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને કેમ ન મળી Trophy? જાણો સમગ્ર વિવાદ વિશે


