Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sourav Ganguly ની પુત્રીની કારનો અકસ્માત, બસે ટક્કર મારી, સના આબાદ બચાવ

Sourav Ganguly ની પુત્રીનો અકસ્માત બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની પુત્રી સના ગાંગુલી (Sana Ganguly)ની કાર શુક્રવારે સાંજે કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર અકસ્માતનો ભોગ બની હતી, જ્યાં એક બસ તેની...
sourav ganguly ની પુત્રીની કારનો અકસ્માત  બસે ટક્કર મારી  સના આબાદ બચાવ
Advertisement
  • Sourav Ganguly ની પુત્રીનો અકસ્માત
  • બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો
  • પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની પુત્રી સના ગાંગુલી (Sana Ganguly)ની કાર શુક્રવારે સાંજે કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર અકસ્માતનો ભોગ બની હતી, જ્યાં એક બસ તેની કારને ટક્કર મારી હતી. સના કારની અંદર હતી અને તેનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. સારી વાત એ છે કે સના અને તેનો ડ્રાઈવર સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અકસ્માત બાદ સનાના ડ્રાઈવરે બસનો પીછો કર્યો હતો, જે અકસ્માત બાદ ઝડપથી સ્થળ પરથી નીકળી ગયો હતો. બસને સાઢાર બજાર પાસે રોકી દેવામાં આવી હતી. થોડીવાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બસ સાથે અથડાવાને કારણે સનાની કારને મામૂલી નુકસાન થયું છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને અનેક કલમો હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી.

Advertisement

આ પણ વાંચો : Shreyas Iyer: શ્રેયસ ઐયરની વિસ્ફોટક સદી, મુંબઈને એકતરફી જીત અપાવી

Advertisement

ઘટનાની તપાસ ચાલુ...

અકસ્માત સમયે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, કોલકાતાથી રાયચક જઈ રહેલી બસ અચાનક સના ગાંગુલી (Sana Ganguly)ની કાર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સના ડ્રાઈવરની સીટની બાજુમાં બેઠી હોવાથી તે બચી ગઈ હતી. પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ કોલકાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ આરોપી બસ ડ્રાઈવરની ધરપકડ કરી. ઘટનાની તપાસ હજુ ચાલુ છે.

આ પણ વાંચો : રોહિત શર્મા પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર થતા ગાવાસ્કરે કહ્યું - એક કેપ્ટન તરીકે આ...

Tags :
Advertisement

.

×