ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SRH સ્ટારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, IPL 2025 વચ્ચે આવ્યા ચોંકાવનારા સમાચાર

IPLમાં રમી રહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો એક સ્ટાર વિદેશી ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ કારણે તે સમયસર ભારત આવી શક્યો નથી
03:07 PM May 19, 2025 IST | MIHIR PARMAR
IPLમાં રમી રહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો એક સ્ટાર વિદેશી ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ કારણે તે સમયસર ભારત આવી શક્યો નથી
SRH star tests positive for Corona gujarat first

Travis Head Covid Positive: અગાઉ, કોરોનાવાયરસને કારણે, IPL 2021 સીઝનને અધવચ્ચે અટકાવવી પડી હતી અને પછી અડધી સિઝન દુબઈમાં યોજવામાં આવી હતી. ત્યારથી, IPLમાં કોરોનાવાયરસનો કોઈ કેસ નોંધાયો નથી. આ વખતે મામલો IPLની બહારનો છે પરંતુ તેની અસર SRH પર પડી છે.

SRH નો સ્ટાર ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત

IPL 2025 સીઝન ફરી શરૂ થઈ ગઈ છે પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. IPLમાં રમી રહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો એક સ્ટાર વિદેશી ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ કારણે તે સમયસર ભારત આવી શક્યો નથી અને ટીમની આગામી મેચમાં પણ રમી શકશે નહીં. સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરીએ રવિવારે ખુલાસો કર્યો કે ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાથી પરત ન આવી શક્યા

ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL 2025 અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે તમામ વિદેશી ખેલાડીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. ટ્રેવિસ હેડ પણ પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે. પરંતુ જ્યારે તેમનો કેપ્ટન પેટ કમિન્સ ભારત પાછો ફર્યો, ત્યારે ટ્રેવિસ હેડ પાછો ફર્યો નહીં. આ વાતથી બધાને આશ્ચર્ય થયું અને હવે તેની પાછળનું કારણ બધાની સામે આવી ગયું છે. સનરાઇઝર્સ તેમની આગામી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે સોમવાર, 19 મેના રોજ ટકરાશે પરંતુ હેડ તેનો ભાગ બની શકશે નહીં.

આ પણ વાંચો :  IPL 2025 Playoff : જગ્યા એક અને દાવેદાર ત્રણ, પ્લેઓફની રેસ બની રસપ્રદ

SRHના કોચ વેટ્ટોરીએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે હેડ ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. વેટ્ટોરીએ કહ્યું કે આ કારણે તે ભારત પરત ફરી શક્યો નથી અને હવે સોમવારે સવારે જ અહીં પહોંચશે. આ કારણે તે લખનૌ સામે રમી શકશે નહીં પરંતુ તે આગામી મેચમાં રમશે કે નહીં તે તપાસ બાદ જ નક્કી થશે. જો કે, હેડની ગેરહાજરી હૈદરાબાદ પર વધુ અસર કરશે નહીં કારણ કે ટીમ પહેલેથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે અને પ્લેઓફમાં પહોંચી શકી નથી.

4 વર્ષ બાદ IPLમાં કોરોનાની એન્ટ્રી

આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 4 વર્ષમાં IPLમાં કોરોના સંક્રમણનો આ પ્રથમ કેસ છે. અગાઉ, IPL 2021 સીઝન દરમિયાન કોરોના વાયરસના કેસો સામે આવ્યા હતા. આ કારણે ટૂર્નામેન્ટને અધવચ્ચે જ રોકવી પડી હતી અને થોડા મહિના પછી બાકીની ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી, આગામી ત્રણ સિઝન કોઈપણ સમસ્યા વિના પસાર થઈ. જો કે આ વખતે પણ આ મામલો IPLની બહાર ઓસ્ટ્રેલિયામાં આવ્યો છે પરંતુ તેના કારણે IPLની બાકીની ટીમો પણ એલર્ટ થઈ જશે.

આ પણ વાંચો :  VADODARA : બરોડા પ્રિમિયર લીગમાં 5 ટીમો રમશે, ડ્રો કરીને ખેલાડીઓની પસંદગી

Tags :
Covid Returns To CricketCricket And CovidDaniel Vettori UpdateGujarat FirstIPL 2025 NewsIPL 2025 UpdateIPL Health AlertMihir ParmarSRH Corona Scaresrh vs lsgStay Safe IPLTravis Head Covid Positive
Next Article