Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs PAK Live Score : ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ધૂળ ચટાડી,ઇન્ડિયાએ પાકિસ્તાને 6 વિકેટે હરાવ્યું

ind vs pak live score    ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ધૂળ ચટાડી ઇન્ડિયાએ પાકિસ્તાને 6 વિકેટે હરાવ્યું
Advertisement

Asia Cup 2025 ના સુપર ફોરનો મહામુકાબલો આજે IND vs PAK વચ્ચે રમાશે. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ બીજી વખત પાકિસ્તાનનો સામનો કરશે. ગયા રવિવાર 14 સપ્ટેમ્બરના રોજ, જ્યારે બંને ટીમો ટકરાઈ હતી, ત્યારે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. જોકે, મેચ પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તણાવ વધ્યો હતો.આ મેચમાં પણ સૂર્યાની બ્રિગેડ પાકિસ્તાને હરાવવા તૈયાર છે. ફરી એકવાર પાકિસ્તાનને ધૂળ ચટાડશે.

ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

September 22, 2025 12:04 am

Advertisement

ભારતે 2025 એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાનને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. ભારત તરફથી અભિષેક શર્માએ 39 બોલમાં 74 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલે 28 બોલમાં 47 રન બનાવ્યા. બંનેએ ભારતની જીતનો પાયો નાખ્યો. તિલક વર્મા 19 બોલમાં 30 રન બનાવી અણનમ રહ્યા. હાર્દિક પંડ્યા પણ 7 બોલમાં 7 રન બનાવી અણનમ રહ્યા.

Advertisement

ભારતનો સ્કોર ૧૪૫/૩

September 21, 2025 11:44 pm

16 ઓવર પછી, ભારતનો સ્કોર 3 વિકેટે 145 રન છે. ટીમ ઈન્ડિયાને હવે ૨૪ બોલમાં જીતવા માટે ફક્ત ૨૭ રનની જરૂર છે. તિલક વર્મા ૧૦ બોલમાં એક ચોગ્ગા સાથે ૯ રન બનાવી રહ્યા છે. સંજુ સેમસન ૧૬ બોલમાં એક ચોગ્ગા સાથે ૧૩ રન બનાવી રહ્યા છે.

ભારતનો સ્કોર 140 /3

September 21, 2025 11:40 pm

15 ઓવર પછી, ભારતનો સ્કોર 3 વિકેટે 140 રન છે. ટીમ ઈન્ડિયાને હવે 30 બોલમાં જીતવા માટે ફક્ત 32 રનની જરૂર છે. તિલક વર્મા 9 બોલમાં એક ચોગ્ગા સાથે આઠ રન બનાવી રહ્યા છે. સંજુ સેમસન 11 બોલમાં એક ચોગ્ગા સાથે 9 રન બનાવી રમી રહ્યા છે.

અભિષેક શર્મા 74 રન બનાવી આઉટ

September 21, 2025 11:27 pm

ભારતની 123 પર ત્રીજી વિકેટ પડી છે, સૂર્યકુમાર યાદવના આઉટ થચા બાદ તરત જ શર્માએ પણ વિકેટ ફેંકી દીધી.ભારતના 3 વિકેટે 123 રન.અભિષેક શર્મા 39 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો, તેણે અબરાર અહેમદની બોલ પર ખરાબ શોટ રમ્યો. ભારતે 12 .2 ઓવરમાં 123 રનના સ્કોર પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી.

સૂર્યકુમાર યાદવ ઝીરો પર આઉટ

September 21, 2025 11:18 pm

ભારતની બીજી વિકેટ ૧૦.૩ ઓવરમાં ૧૦૬ રન પર પડી. સૂર્યકુમાર યાદવ ઝીરો પર આઉટ થયો. હરિસ રૌફે સૂર્યાને આઉટ કર્યો. ભારતનો જરૂરી રન રેટ હાલમાં ૭ થી નીચે છે.

ભારતને પહેલો ઝટકો, ગિલ 47 રન બનાવીને આઉટ

September 21, 2025 11:11 pm

ભારતે ૯.૫ ઓવરમાં ૧૦૫ રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી. શુભમન ગિલ ૨૮ બોલમાં ૪૭ રન બનાવીને આઉટ થયો. ગિલને ફહીમ અશરફ દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો. ભારતને જીત માટે ૬૦ બોલમાં ફક્ત ૬૭ રનની જરૂર છે.

ભારત 100 રનને પાર

September 21, 2025 11:00 pm

ભારતના ઓપનર બેટસમેન શર્મા અને ગિલે પાકિસ્તાનના બોલરોની ધુલાઇ કરી રહી છે. બંને બેટસમેનોએ વિસ્ફોટક રમત રમી રહ્યા છે.

ભારતનો સ્કોર સાત ઓવરમાં 85

September 21, 2025 10:53 pm

ભારતના ઓપનર બેટસમેનોએ વિસ્ફોટક બેટિંગ કરીને જીતનો પાયો નાંખી દીધો છે. ભારત સાત ઓવરમાં રન કર્યા છે. શર્મા 48 અને ગિલ 36 રન બનાવીને પાકિસ્તાન બોલરોને ધોઇ રહ્યા છે

ભારતનો સ્કોર 5 ઓવરમાં 55 રન

September 21, 2025 10:44 pm

ભારતે ધમાકેદાર શરૂઆત કરી છે, અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ ભાગીદારી સારી કરી રહ્યા છે. ભારતે 5 ઓવરમાં 55 રન કર્યા છે. ગિલ 27 અને શર્મા 28 રન પર રમી રહ્યા છે.

ભારતનો સ્કોર 4 ઓવરમાં 43 રન

September 21, 2025 10:38 pm

ભારતે ધમાકેદાર શરૂઆત કરી છે, અભિષેક શર્મા અને શુભમન ગિલ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે. ભારત 4 ઓવરમાં 43 રન કર્યા છે. ગિલ 22 અને શર્મા 21 રન પર રમી રહ્યા છે.

ભારતનો સ્કોર 19/0

September 21, 2025 10:32 pm

સૈમ અયુબે બીજી ઓવરમાં 10 રન આપ્યા. બે ઓવર પછી, ભારતનો સ્કોર વિના વિકેટે 19 રન છે. અભિષેક શર્મા પાંચ બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. શુભમન ગિલ સાત બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. ભારતનો લક્ષ્યાંક 172 રન છે.

અભિષેક શર્માએ પહેલા બોલ પર સિક્સર ફટકારી

September 21, 2025 10:25 pm

અભિષેક શર્માએ શાહીન આફ્રિદીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. એક ઓવર પછી, ભારતનો સ્કોર કોઈ વિકેટ ન ગુમાવીને 9 છે. અભિષેક શર્મા ચાર બોલમાં આઠ રન બનાવી રહ્યો છે. શુભમન ગિલ બે બોલમાં એક રન બનાવી રહ્યો છે. ભારતનો લક્ષ્યાંક 172 રન છે.

ભારતને 172 રનનો આપ્યો ટાર્ગેટ

September 21, 2025 10:04 pm

પાકિસ્તાને 20 ઓવરમાં 171 રન બનાવીને ભારતને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા છે. પાકિસ્તાને પહેલા 10 ઓવરમાં 1 વિકેટે 91 રન બનાવ્યા હતા, પરંતુ પછી છેલ્લી 10 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 45 રન આપ્યા, કોઈ વિકેટ લીધી નહીં. વરુણ ચક્રવર્તી પણ કોઈ વિકેટ લીધી નહીં. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને 58 રન સાથે સૌથી વધુ રન બનાવ્યા. ફહીમ અશરફ આઠ બોલમાં 20 રન બનાવી અણનમ રહ્યા. ભારત તરફથી શિવમ દુબેએ 33 રન આપીને બે વિકેટ લીધી,

પાકિસ્તાનની પાંચમી વિકેટ ડાઉન

September 21, 2025 9:52 pm

નવાઝ આઉટ થતાં પાંચમી વિકેટ પડી, ટીમ 148/5 પર સંઘર્ષ કરી રહી છે. ભારતની શાનદાર બોલિંગે મેચમાં રોમાંચ વધાર્યો, પાકિસ્તાનની હાલત વધુ નાજુક

ભારતની ધમાકેદાર વાપસી

September 21, 2025 9:41 pm

પાકિસ્તાનની હાલત કફોડી,પાક.127/4 છેલ્લા 25 બોલમાં માત્ર 24 રન જ પાકિસ્તાનની ટીમે કર્યા

પાકિસ્તાનનો સ્કોર 119/4

September 21, 2025 9:33 pm

છેલ્લા પાંચ ઓવરમાં ફક્ત 28 રન જ બન્યા છે. 15 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર4 વિકેટે 119 રન છે. મોહમ્મદ નવાઝ આઠ બોલમાં છ રન બનાવી રહ્યા છે. સલમાન આગા બે બોલમાં બે રન બનાવી રહ્યા છે. શિવમ દુબેએ મેચનું પાસું બદલી નાંખ્યું

શિવમ દુબેએ પાકિસ્તાનને ચોથો ફટકો આપ્યો

September 21, 2025 9:27 pm

શિવમ દુબેની શક્તિશાળી બોલિંગે ભારતને મેચમાં પાછું લાવ્યું. છેલ્લા 25 બોલમાં ફક્ત 24 રન જ બન્યા. 15મી ઓવરમાં શિવમ દુબેએ પાકિસ્તાનને ચોથો ફટકો આપ્યો. સાહિબજાદા ફરહાન 45 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો. શિવમ દુબેની આ બીજી સફળતા હતી.

પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી

September 21, 2025 9:24 pm

પાકિસ્તાનની ત્રીજી વિકેટ 13.1 ઓવરમાં 110 રન પર પડી. હુસૈન તલત કુલદીપ યાદવ દ્વારા 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. છેલ્લા 19 બોલમાં ફક્ત 19 રન જ બન્યા.

પાકિસ્તાનનો સ્કોર 103/2

September 21, 2025 9:16 pm

12 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટે 103 રન છે. સાહિબજાદા ફરહાન 41 બોલમાં 56 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ચોગ્ગા અને ૩3છગ્ગા ફટકાર્યા છે. હુસૈન તલત 7 બોલમાં 6 રન બનાવીને રમતમાં છે. છેલ્લી બે ઓવરમાં રન રેટ ધીમો પડી ગયો છે.

પાકિસ્તાનની બીજી વિકેટ પડી

September 21, 2025 9:06 pm

સૂર્યકુમાર યાદવનો ચાલ સફળ રહ્યો. શિવમ દુબેએ ભારતને બીજી સફળતા અપાવી. પાકિસ્તાનની બીજી વિકેટ 10.3 ઓવરમાં 93 રન પર પડી. સૈમ અયુબ 17 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો. અભિષેક શર્માએ શાનદાર કેચ પકડ્યો.

ફરહાને અડધી સદી ફટકારી, પાકિસ્તાનનો સ્કોર 91/1

September 21, 2025 9:00 pm

સાહિબઝાદા ફરહાને અડધી સદી ફટકારી. 10 ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટે 91 રન છે. સાહિબઝાદા ફરહાન 37 બોલમાં 52 રન બનાવીને રમતમાં છે, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા છે. સેમ અયુબ 15 બોલમાં 21 રન બનાવીને રમતમાં છે, જેમાં એક ચોગ્ગા અને એક છગ્ગો માર્યો છે.

પાકિસ્તાને 9 વિકેટ 83 રન

September 21, 2025 8:54 pm

પાકિસ્તાને 9 વિકેટ ગુમાવી 83 રન બનાવ્યા, જેમાં સાહિબજાદા ફરહાન 45 અને સેમ એયુબ 20 રન સાથે શાનદાર રમત રમી રહ્યા છે, ભારતે બે આસાન કેચ છોડી દેતા પાકિસ્તાન મજબૂત સ્થિતિ બનાવી

પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં, 7 ઓવરમાં 68/1

September 21, 2025 8:46 pm

પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં, 7 ઓવરમાં 68/1, સાહિબજાદા ફરહાન 38 રને રમતમાં

પાવરપ્લે સમાપ્ત

September 21, 2025 8:43 pm

પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 55 રન છે. સાહિબજાદા ફરહાન 21 બોલમાં 29 રન બનાવીને રમતમાં છે, જેમાં તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. સેમ અયુબ સાત બોલમાં 9 રન બનાવીને રમતમાં છે.

અભિષેક પછી, કુલદીપે કેચ છોડ્યો

September 21, 2025 8:35 pm

અભિષેક પછી, કુલદીપે કેચ છોડ્યો, અને અયુબ આઉટ થવાથી બચી ગયો

પાકિસ્તાનનો સ્કોર ૩૬/૧ છે

September 21, 2025 8:31 pm

જસપ્રીત બુમરાહે ચોથી ઓવરમાં ૧૦ રન આપ્યા. ચાર ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે ૩૬ રન છે. સાહિબજાદા ફરહાન ૧૨ બોલમાં ૧૫ રન બનાવી રહ્યા છે. તેમણે બે ચોગ્ગા ફટકાર્યા છે. સેમ અયુબ ચાર બોલમાં ચાર રન બનાવી રમી રહ્યો છે.

પાકિસ્તાનનો સ્કોર 26/1 છે

September 21, 2025 8:25 pm

ત્રણ ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર 26 રન છે. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં નવ રન આપ્યા અને ફખર ઝમાનને આઉટ કર્યો. સાહિબજાદા ફરહાન છ બોલમાં છ રન બનાવી રહ્યા છે. સૈમ અયુબ ત્રણ બોલમાં ચાર રન બનાવી રહ્યા છે. તેણે હવે આ એશિયા કપમાં પોતાનું ખાતું ખોલી નાખ્યું છે.

પાકિસ્તાનની પહેલી વિકેટ પડી

September 21, 2025 8:21 pm

હાર્દિક પંડ્યાએ ત્રીજી ઓવરમાં પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો, ફખર ઝમાન 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો. સંજુ સેમસનનો કેચ પકડાયો. પાકિસ્તાને 2.3 ઓવરમાં 21 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી.

હાર્દિકે પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો

September 21, 2025 8:20 pm

હાર્દિકે પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો, ખતરનાક ફખર ઝમાનને પેવેલિયન પાછો મોકલ્યો

બુમરાહના ઓવરમાંથી 11 રન આવ્યા

September 21, 2025 8:16 pm

જસપ્રીત બુમરાહએ પોતાની બીજી ઓવરમાં ૧૧ રન આપ્યા. ફખર ઝમાને તેના બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા. બે ઓવર પછી, પાકિસ્તાનનો સ્કોર કોઈ વિકેટ ન પડતા ૧૭ રન છે. સાહિબજાદા ફરહાન છ બોલમાં છ રન બનાવી રહ્યા છે. ફખર ઝમાન છ બોલમાં ૧૧ રન બનાવી રહ્યા છે.

પહેલી ઓવરમાં અભિષેકે છોડ્યો કેચ

September 21, 2025 8:15 pm

પહેલી ઓવરમાં સાહિબઝાદાને જીવનદાન મળ્યું, અભિષેકે કેચ છોડી દીધો

પાકિસ્તાનનો સ્કોર એક ઓવરમાં 6 રન

September 21, 2025 8:09 pm

ફખર અને ફરહાન ક્રિઝ પર,હાર્દિકે પ્રથમ ઓવર નાંખી

ભારત-પાક વચ્ચે મુકાબલો શરૂ

September 21, 2025 8:03 pm

ભારત-પાક વચ્ચે મુકાબલો શરૂ, સેમ અયૂબ ઓપનિંગ નથી આવ્યો, ફખર અને ફરહાન કરી રહ્યા છે ઓપનિંગ

સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાનના કેપ્ટનને કર્યો ઇગ્નોર

September 21, 2025 7:54 pm

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની અવગણના કરી. ટોસ દરમિયાન સૂર્યાએ ફરી એકવાર હાથ મિલાવ્યા નહીં કે પાકિસ્તાની કેપ્ટન સાથે આંખ પણ ન મિલાવી.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

September 21, 2025 7:39 pm

સેમ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), ફહીમ અશરફ, હુસૈન તલત, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને અબરાર અહેમદ.

ભારતની પ્લેઇંગ 11

September 21, 2025 7:38 pm

ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ભારતે ટોસ જીત્યો

September 21, 2025 7:35 pm

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાન પહેલા બેટિંગ કરશે. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા. પાકિસ્તાને પણ બે ફેરફાર કર્યા.

ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે

September 21, 2025 7:29 pm

પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. મેચ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ટોસ થોડીવારમાં થશે. ભારત પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

રાજીવ શુક્લાએ ભારત-પાકિસ્તાન મેચની આગાહી કરી

September 21, 2025 7:25 pm

રાજીવ શુક્લાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ભારતીય ટીમ મેચ જીતશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાની ટીમ કોઈપણ સંજોગોમાં ભારત સામે ટકી શકશે નહીં.

બંને ટીમો સ્ટેડિયમમાં પહોંચી

September 21, 2025 6:59 pm

ભારત અને પાકિસ્તાનની ટીમો એશિયા કપમાં સુપર ફોર મેચ માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે, અને ટોસ અડધો કલાક પહેલા સાંજે ૭:૩૦ વાગ્યે થશે.

ભારત અને પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

September 21, 2025 6:54 pm

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, ફખર જમાન, સલમાન અલી આગા (કેપ્ટન), હસન નવાઝ, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને અબરાર અહેમદ.

ગાવસ્કરે ભારતને તેમની પ્લેઇંગ ઇલેવન જાળવી રાખવા વિનંતી કરી

September 21, 2025 6:49 pm

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ભારતને તેમની પ્લેઇંગ ઇલેવન જાળવી રાખવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે "હું એ જ ઇચ્છું છું. અર્શદીપ અને હર્ષિતને કેટલીકવાર વધુ રન આપતા જોયા છે, એ સ્પષ્ટ છે કે ભારત બુમરાહ અને હાર્દિક પંડ્યા સાથે નવા બોલ સાથે જશે અને પછી સ્પિનરોનો ઉપયોગ કરશે.

This Live Blog has Ended
Advertisement

.

×