Hockey Asia Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 18 ખેલાડીઓને મળ્યું સ્થાન
- એશિયા કપ માટે ભારતીય હોકી ટીમની જાહેરાત (Hockey Asia Cup)
- એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે
- ભારત પાસે ત્રણેય ડિપાર્ટમેન્ટ માટે સ્ટાર ખેલાડીઓ
Hockey Asia Cup : હોકી ઈન્ડિયાએ 20 ઓગસ્ટના રોજ આગામી મેન્સ એશિયા કપ (Hockey Asia Cup)માટે 18 સભ્યોની ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન બિહારના તાજેતરમાં વિકસિત રાજગીર હોકી સ્ટેડિયમમાં રમાશે.આ ટુર્નામેન્ટમાં ભારતને જાપાન, ચીન અને કઝાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત 29 ઓગસ્ટે ચીન સામે હોકી એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 31 ઓગસ્ટે જાપાન અને 1 સપ્ટેમ્બરે કઝાકિસ્તાન સામે રમશે.
ભારત પાસે ત્રણેય ડિપાર્ટમેન્ટ માટે સ્ટાર ખેલાડીઓ
અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ આગામી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. હોકી એશિયા કપ માટેની ટીમમાં અનુભવી ખેલાડીઓ છે. આ બધા ખેલાડીઓ આગામી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માગશે.આ ટુર્નામેન્ટ માટે ગોલકીપિંગની જવાબદારી કૃષ્ણ બી પાઠક અને સૂરજ કરકેરા સંભાળશે. ડિફેન્સમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અમિત રોહિદાસ સાથે જરમનપ્રીત સિંહ, સુમિત, સંજય અને જુગરાજ સિંહ સામેલ છે, જે ડિફેન્સ યુનિટને મજબૂત બનાવશે.
આ પણ વાંચો -India Womens WC Squad : મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની કરાઇ જાહેરાત, સ્ટાર ઓપનર શેફાલી વર્મા બહાર!
ડિફેન્સ યુનિટને મજબૂત બનાવશે.
મિડફિલ્ડમાં મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ અને હાર્દિક સિંહ જેવા ધાકડ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. ફોરવર્ડ અટેકનું નેતૃત્વ મનદીપ સિંહ, અભિષેક, સુખજીત સિંહ, શિલાનંદ લાકડા અને દિલપ્રીત સિંહ કરશે, જેઓ કોઈપણ વિરોધી ડિફેન્સને મુશ્કેલીમાં મુકવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો -Asia Cup 2025 : ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડીને મળ્યું સ્થાન
ટીમની જાહેરાત થયા પછી ભારતીય પુરુષ હોકી ટીમના કોચે શું કહ્યું?
ટીમની જાહેરાત બાદ ભારતીય હોકી પુરુષ ટીમના કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું કે અમે એક અનુભવી ટીમ પસંદ કરી છે જે દબાણમાં કેવી રીતે પ્રદર્શન કરવું તે જાણે છે. એશિયા કપ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વર્લ્ડકપ માટે અમારી ક્વોલિફિકેશન દાવ પર છે, તેથી અમને એવા ખેલાડીઓની જરૂર હતી જેમની પાસે ધીરજ અને સારું પ્રદર્શન કરવાની ક્ષમતા હોય.તેમને વધુમાં કહ્યું કે હું ટીમના સંતુલન અને ગુણવત્તાથી ખૂબ જ ખુશ છું. અમારી પાસે દરેક વિભાગ (ડિફેન્સ, મિડફિલ્ડ અને અટેક) માં અનુભવી ખેલાડીઓ છે અને આ સામૂહિક શક્તિ મને સૌથી વધુ ઉત્સાહિત કરે છે. મને લાગે છે કે આ ટીમ જે રીતે સાથે રમે છે તે અમારી સૌથી મોટી તાકાત હશે.
હોકી એશિયા કપ માટે ભારતીય ટીમ
- ગોલકીપર્સ - ક્રિશન બી પાઠક, સૂરજ કરકેરા.
- ડિફેન્ડર - સુમિત, જરમનપ્રીત સિંહ, સંજય, હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ
- મિડફિલ્ડર - રાજિન્દર સિંહ, રાજ કુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ.
- ફોરવર્ડ - મનદીપ સિંહ, શિલાનંદ લાકરા, અભિષેક, સુખજીત સિંહ, દિલપ્રીત સિંહ.