ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી!
- રોમાંચક મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
- ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી!
- ભારતની રોમાંચક જીત: ઓસ્ટ્રેલિયાના રેકોર્ડ સાથે બરાબરી
IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચોની T20I શ્રેણી રમાઈ રહી છે, જેની ત્રીજી મેચ ગઇકાલે બુધવારે રમાઈ હતી. આ મેચમાં ભારતે 11 રને જીત મેળવી હતી. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ મેળવવામાં ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી લીધી છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રેકોર્ડની બરાબરી
દક્ષિણ આફ્રિકા સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા ધરાવતું હતું, પરંતુ હવે ભારત તેની સાથે બરાબરી કરી ચુક્યું છે. બંને ટીમો દક્ષિણ આફ્રિકા સામે 17-17 વખત વિજયી બની છે. જો કે, આ મેળવવા માટે ઓસ્ટ્રેલિયાને 25 મેચો લાગી હતી, જ્યારે ભારતે 30 મેચોમાં આ સિદ્ધિ મેળવી છે.
અન્ય ટીમોનો પ્રદર્શન
બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા ક્રમે રહ્યું છે, જેમણે 26 મેચોમાં 14 વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. તે પછી ઈંગ્લેન્ડ છે, જેણે 26 મેચોમાં 12 વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. પાકિસ્તાન પાંચમા ક્રમે છે, જેણે 22 મેચોમાં 12 વખત દક્ષિણ આફ્રિકાને પરાજિત કર્યું છે. શ્રીલંકા 18 મેચોમાં 5 વખત, અને ન્યૂઝીલેન્ડ 15 મેચોમાં 1 જ વખત દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળતા મેળવી છે.
મેચનો વિગતો અને અભિષેક-તિલકનો શ્રેષ્ઠ પ્રદર્શન
આ મૅચ સેન્ચુરિયનમાં રમાઈ હતી, જ્યાં ભારતે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. આ મેચનો હીરો તિલક વર્મા સાબિત થયો હતો જેણે 56 બોલમાં 107 રન બનાવ્યા હતા. આ સાથે તે પ્લેયર ઓફ ધ મૅચ પણ બન્યો હતો. તેની આ શાનદાર ઇનિંગ્સે ભારતને એક મજબૂત ટોટલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તિલકનો પૂરો સાથ અભિષેક શર્માએ આપ્યો હતો. તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 25 બોલમાં 50 રન બનાવ્યા હતા, જે ભારતના સ્કોરમાં મહત્વપૂર્ણ યોગદાન હતું. બંને બેટ્સમેનોએ મેદાનમાં ચૌ તરફ રન બનાવ્યા હતા, અને દક્ષિણ આફ્રિકાના એક પણ બોલરોને પોતાના પર હાવી થવા દીધા નહોતા.
દક્ષિણ આફ્રિકાનો વળતો જવાબ
જવાબમાં, દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 7 વિકેટે 208 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સનને શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 17 બોલમાં 54 રન બનાવ્યા હતા, જેમાં તેના 5 ગગનચૂંબી સિક્સર અને 4 ફોર સામેલ છે. તે ભારતના દબદબાને તોડવામાં લગભગ સફળ થયો હતો. જોકે તેને આઉટ કરવામાં અર્શદીપે સફળ રહ્યો હતો. તેના સિવાય હેનરિક ક્લાસને 22 બોલમાં 4 સિક્સ અને 1 ફોરની મદદથી 41 ર બનાવ્યા હતા. તેની વિકેટ પણ અર્શદીપે જ લીધી હતી.
ભારતના બોલરોનું યોગદાન
દક્ષિણ આફ્રિકી બેટ્સમેનોને રોકવામાં અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તિ સફળ રહ્યા હતા. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 37 રન આપી 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેમના આ યોગદાને દક્ષિણ આફ્રિકાને મેચથી બહાર કરી દીધા હતા. આ મેચમાં ભારતે જીતની સાથે, 4 મેચોની શ્રેણીની અજેય લીડ મેળવી લીધી છે.
આ પણ વાંચો: 22 વર્ષની ઉંમરે T20I માં સદી ફટકારનાર તિલક વર્મા સૌથી યુવા ખેલાડી બન્યો