Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટીમ ઈન્ડિયા નહીં જીતી શકે World Cup 2023 જો તે..., જાણો મોહમ્મદ કૈફે આવું કેમ કહ્યું

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ભારતને 99 રને જીત મળી હતી. પહેલા બેટ્સમેન અને બાદમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ફાળો ભજવ્યો હતો. જોકે, આ મેચમાં ટીમની ઘણી નબળી કડીઓ પણ જોવા મળી...
ટીમ ઈન્ડિયા નહીં જીતી શકે world cup 2023 જો તે     જાણો મોહમ્મદ કૈફે આવું કેમ કહ્યું
Advertisement

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ભારતને 99 રને જીત મળી હતી. પહેલા બેટ્સમેન અને બાદમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ફાળો ભજવ્યો હતો. જોકે, આ મેચમાં ટીમની ઘણી નબળી કડીઓ પણ જોવા મળી હતી. બેટિંગમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા જ્યારે ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતરી ત્યારે ઘણા ખેલાડીઓએ કેચ છોડ્યા, મિસ ફિલ્ડ કરી જેના કારણે મેચ થોડી લાંબી ખેંચાઇ હતી. આ અંગે જ મોહમ્મદ ખૈફનું એક નિવેદન હાલમાં વાયરલ થઇ રહ્યુું છે.

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ હારી શકે છે... : મોહમ્મદ કૈફ

Advertisement

એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપ 2023 પહેલા બધુ બરાબર દેખાઈ રહ્યું છે. ટીમે એશિયા કપ જીત્યો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પણ જીત સાથે શરૂઆત કરી. આમ છતાં પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ટીમ ઈન્ડિયા વિશે એક મોટી વાત કહી છે. વાસ્તવમાં કૈફનું કહેવું છે કે આ રીતે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ હારી શકે છે. વાસ્તવમાં આ એટલા માટે છે કારણ કે તેમને લાગે છે કે ટીમની તૈયારીઓમાં હજુ પણ કંઈક ઉણપ છે. મોહમ્મદ કૈફે ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડે બાદ એક ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું કે, મેચ બેટિંગ અને બોલિંગથી જીતવામાં આવે છે પરંતુ મેચ કેચ કરીને પણ જીતવામાં આવે છે. પોતાના ટ્વીટમાં તેણે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપતા લખ્યું કે, જો ટીમ ઈન્ડિયા સારી રીતે કેચ નહીં લે તો તેને વર્લ્ડ કપ ગુમાવવો પડી શકે છે.

Advertisement

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ વનડે ચોક્કસપણે જીતી હતી પરંતુ ફિલ્ડિંગ પર સવાલો ઉઠ્યા હતા. પાવરપ્લેમાં ખાસ કરીને શાર્દુલ ઠાકુરની પહેલી ઓવર જ્યારે શ્રેયસ અય્યરે 14 રને ડેવિડ વોર્નરનો આસાન કેચ છોડ્યો હતો. ત્યારબાદ વોર્નરે અડધી સદી ફટકારી હતી. આ પહેલા એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ઘણા પોઈન્ટ પર નબળી જોવા મળી હતી. એક એવી સમસ્યા પણ છે જેની સાથે ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણીવાર સંઘર્ષ કરતી જોવા મળી છે. ડાયરેક્ટ હિટને લઈને ભારતીય ફિલ્ડિંગ પર હંમેશા સવાલો ઉઠાવવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી કેચ પકડવાને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે. જોકે, ટીમમાં રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી જેવા ઘણા મહાન ફિલ્ડર છે. તેમ છતાં, છેલ્લી કેટલીક મેચોમાં ટીમે ઘણા મિસ કેચ જોયા છે.

એક દાયકાથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી હતી

ભારતીય ટીમ 10 વર્ષથી એટલે કે એક દાયકાથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. 2013માં, ટીમે એમએસ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી ટીમને ICC ટ્રોફી મળી નથી. છેલ્લી વખત ટીમે 2011માં વર્લ્ડ કપમાં ODI ટૂર્નામેન્ટ જીતી હતી. આ વખતે 12 વર્ષ બાદ ટીમ પોતાની ધરતી પર ફરી એકવાર તે ઈતિહાસનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. તે પહેલા ટીમના બોલર અને બેટ્સમેન બંને સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ફિલ્ડરોએ થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. જો ભારતીય ખેલાડીઓ ત્રણેય કેટેગરીમાં પોતાનું ટેલેન્ટ બતાવશે તો એક દાયકાની આ રાહ પણ સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો - IND vs AUS : Warner ને ચાલાકી ભારે પડી, અશ્વિનની સાથે રમત કરતા ભૂલી ગયો કે Out છે કે Not Out

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×