Asia Cup 2025 માટે Team India આ તારીખે થશે જાહેરાત!
- Asia Cup 2025 માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમય તારીખ થશે જાહેરાત
- ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટે કરવામાં આવશે
- કેપ્ટન સૂર્યકુમાર પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરશે.
Asia Cup 2025 : એશિયા કપ (Asia Cup 2025)માટે ટીમ ઈન્ડિયાની ટીમની આતુરતાથી રાહ જોઈ રહી છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. 8 દેશો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટે કરવામાં આવશે.કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય સિલેક્ટર્સ અજિત અગરકર એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરશે. જસપ્રીત બુમરાહનું ટીમમાં વાપસી લગભગ નિશ્ચિત છે. પરંતુ શુભમન ગિલ સિલેક્ટર્સનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
આ તારીખે ટીમ ઈન્ડિયાની કરવામાં આવશે જાહેરાત
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. મુંબઈમાં BCCI મુખ્યાલયમાં સિલેક્શન બેઠક થશે, ત્યારબાદ કેપ્ટન અને મુખ્ય સિલેક્ટર્સ અજિત અગરકર પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરશે. ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમવાનો છે, તેથી ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. લાંબા સમય પછી, ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના એશિયા કપ રમશે.
આ પણ વાંચો -એથલીટ ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરા ટેબલ ટેનિસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
શુભમન ગિલ વિશે સસ્પેન્સ
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાનું ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં પ્રદર્શન અદ્ભુત રહ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ શુભમન ગિલને એશિયા કપ 2025 ટીમમાં પણ સ્થાન મળી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગિલ સૂર્યકુમાર યાદવના ડેપ્યુટીની ભૂમિકા પણ ભજવી શકે છે.ઓપનર તરીકે અભિષેક શર્મા અને સંજુ સેમસન સિલેક્ટર્સની પહેલી પસંદગી હશે. શ્રેયસ ઐયરનું લાંબા સમય પછી T20 ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટ માટે મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવી શકે છે. અર્શદીપ સિંહ બુમરાહ સાથે બેટિંગ કરતો જોવા મળી શકે છે.
આ પણ વાંચો -Suryakumar Yadav ના ફિટનેસ ટેસ્ટનું આવ્યું પરિણામ,Asia Cupની મળશે કેપ્ટનશીપ!
વર્લ્ડકપ માટે મહિલા ટીમની પણ કરવામાં આવશે પસંદગી
મુંબઈમાં યોજાનારી પસંદગી બેઠકમાં ભારતમાં યોજાનાર મહિલા વનડે વર્લ્ડકપ માટેની ટીમની પણ પસંદગી કરવામાં આવશે. વર્લ્ડ કપ ટીમની સાથે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટેની ટીમની પણ પસંદગી કરવામાં આવશે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને મુખ્ય સિલેક્ટર્સ બપોરે 3:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરશે.


