ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટીમ ઈન્ડિયા નહીં રમે એશિયા કપ - BCCI, એશિયન ક્રિકેટ કાઉન્સિલને કરી જાણ

BCCIએ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા નહીં રમે તેવો નિર્ણય કર્યો છે. BCCIએ પોતાના નિર્ણયની જાણ એશિયન ક્રિકેટ કાઉન્સિલને કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે તે જોતા BCCIએ આ નિર્ણય લીધો છે. વાંચો વિગતવાર.
03:41 PM May 19, 2025 IST | Hardik Prajapati
BCCIએ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા નહીં રમે તેવો નિર્ણય કર્યો છે. BCCIએ પોતાના નિર્ણયની જાણ એશિયન ક્રિકેટ કાઉન્સિલને કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે તે જોતા BCCIએ આ નિર્ણય લીધો છે. વાંચો વિગતવાર.
Board of Control for Cricket in India Gujarat First

BCCI : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ સંદર્ભે BCCI એ એશિયા કપમાં ભાગ ન લેવાનું નક્કી કર્યુ છે. હવે ટીમ ઈન્ડિયા એશિયા કપ (Asia Cup) નહીં રમે તેવી જાણ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council-ACC) ને કરી દેવાઈ છે. સપ્ટેમ્બરમાં યોજાનાર મેન્સ એશિયા કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર રહેશે. આગામી મહિને શ્રીલંકામાં મહિલાઓ માટે રમાનારા અમેર્જિંગ એશિયા કપનો પણ BCCI બહિષ્કાર કરશે.

સપ્ટેમ્બરમાં યોજાશે એશિયા કપ

BCCI એ નિર્ણય લીધો છે કે હવે ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમશે નહીં. આ નિર્ણયથી માત્ર ખેલાડીઓ કે દર્શકો જ નહિ પરંતુ એશિયા કપના આયોજકો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે કારણ કે, ભારત વિના એશિયા કપનો કોઈ મતલબ જ નથી. જો ભારત જ એશિયા કપ ન રમે તો ભારત અને પાકિસ્તાનની રોમાંચક મેચ રમાય નહીં અને બ્રોડકાસ્ટ થકી થતી આવકમાં મોટું ગાબડું પડી જાય તેમ છે. આગામી મહિને શ્રીલંકામાં મહિલાઓ માટે રમાનારા અમેર્જિંગ એશિયા કપ (Emerging Asia Cup) નો પણ BCCI બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન સિવાય એશિયા કપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશો પણ રમે છે.

આ પણ વાંચોઃ  CM Yogi Adityanath સાથે કામ કરતા જોવા મળશે ક્રિકેટર Mohammed Shami!

પાકિસ્તાની મંત્રીનું નેતૃત્વ

BCCI એ આ નિર્ણય લીધો છે તેની પાછળનું કારણ એશિયન ક્રિકેટ કાઉન્સિલનું નેતૃત્વ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. BCCIએ આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટને અલગ પાડવાના ઈરાદાથી આ નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં રમશે નહીં જે પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળ હોય. આ દેશની ભાવનાઓ સાથે સંબંધિત છે. અમે આવતા મહિને યોજાનાર ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી ખસી જવા અંગે ACC ને મૌખિક રીતે જાણ કરી દીધી છે. અહીં આપને જણાવી દઈએ કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) હાલમાં પાકિસ્તાની મંત્રી મોહસીન નકવીના નેતૃત્વમાં છે, જે PCBના અધ્યક્ષ પણ છે. તેથી જ BCCIએ આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ  SRH સ્ટારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, IPL 2025 વચ્ચે આવ્યા ચોંકાવનારા સમાચાર

Tags :
Asia CupAsian Cricket Council (ACC)BCCIboard of control for cricket in indiaBroadcast RevenueCricket DiplomacyCricket Tournament BoycottEmerging Asia CupGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan RivalryIndian-Pakistani TensionsMohsin NaqviPakistanPakistan Cricket Board (PCB)Team IndiaWomen's Emerging Asia Cup
Next Article