Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ અભિનેત્રીએ કર્યા ચોંકાવનારા દાવા, કહ્યું - ગંભીર મને મિસ્ડ કોલ આપતો હતો, હું માત્ર ઇરફાન પઠાણને પ્રેમ કરતી હતી

અભિનેત્રી પાયલ ઘોષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે ઈરફાન પઠાણને ડેટ કરવાની વાત કરી છે. આ સાથે પાયલ ઘોષે ફેસબુક પર પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર વિશે લખ્યું છે કે તે મિસ્ડ કોલ આપતો...
આ અભિનેત્રીએ કર્યા ચોંકાવનારા દાવા  કહ્યું   ગંભીર મને મિસ્ડ કોલ આપતો હતો  હું માત્ર ઇરફાન પઠાણને પ્રેમ કરતી હતી
Advertisement

અભિનેત્રી પાયલ ઘોષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે ઈરફાન પઠાણને ડેટ કરવાની વાત કરી છે. આ સાથે પાયલ ઘોષે ફેસબુક પર પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર વિશે લખ્યું છે કે તે મિસ્ડ કોલ આપતો હતો.

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર બળાત્કારનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષે કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. અભિનેત્રીનો આરોપ છે કે તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણને સાથે સંબંધમાં હતી. આ સાથે તેણે દાવો કર્યો છે કે, ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર તેને નિયમિતપણે મિસ્ડ કોલ આપતા હતા. તેણે એમ પણ લખ્યું છે કે ઈરફાન તેનો ફોન ચેક કરતો હતો અને તેને તેની જાણ હતી.

Advertisement

ઈરફાનને પ્રેમ કર્યો

Advertisement

પાયલ ઘોષે દાવો કર્યો છે કે ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર પણ તેની પાછળ હતા. પાયલે X પર લખ્યું, 'ગૌતમ ગંભીર, અક્ષય કુમાર બધા મને ફોલો કરતા હતા. પરંતુ હું માત્ર ઈરફાન પઠાણને પ્રેમ કરતી હતી. મેં તેના સિવાય બીજા કોઈને જોયા નહોતા અને હું ઈરફાન સાથે દરેક વાત કરતી હતી. તેણીએ બધાના મિસ્ડ કોલ પણ બતાવ્યા. હું માત્ર ઈરફાનને પ્રેમ કરતી હતી બીજા કોઈને નહીં.

તેણે અન્ય ટ્વિટમાં લખ્યું- ગૌતમ ગંભીર મને નિયમિત મિસ્ડ કોલ કરતો હતો. ઈરફાન આ વાત સારી રીતે જાણતો હતો. તે મારા બધા કોલ ચેક કરતો હતો. તેણે મારી સામે યુસુફભાઈ, હાર્દિક અને કૃણાલ પંડ્યાને પણ આ વાત કહી હતી. જ્યારે હું પુણેમાં ઈરફાનને મળવા ગઈ હતી. તે બરોડાની ડોમેસ્ટિક મેચ હતી.

પઠાણ સાથે ફોટો શેર કર્યો હતો

પાયલ ઘોષે પણ ઈરફાન પઠાણ સાથેનો ફોટો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું- અમારા બ્રેકઅપ બાદ હું બીમાર પડી ગઈ હતી. હું ઘણા વર્ષો સુધી કામ કરી શકી નહીં.

શમીને પ્રપોઝ કર્યું હતું

અભિનેત્રીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન મોહમ્મદ શમીને પ્રપોઝ કર્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 નવેમ્બરે રમાયેલી મેચમાં શમીએ 5 વિકેટ લીધી હતી. ભારતને 302 રનની મોટી જીત મળી હતી. જે બાદ અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું, 'શમી, તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.'

આ પણ વાંચો -- શું ઓસ્ટ્રેલિયામાં થયું પાકિસ્તાન ક્રિકેટ ટીમનું અપમાન ? પાક. ટીમ જાતે પોતાનો સામાન ઉતારતી દેખાઈ

Tags :
Advertisement

.

×