IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી મેચ સિડનીમાં, આ ખેલાડીને ડ્રોપ કરી શકે છે ભારત
- ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સિડનીમાં ટકરાશે
- મેચ 3 જાન્યુઆરીથી શરૂ થવાની છે
- ભારત મેચમાં ઘણા ફેરફાર કરી શકે છે
- ટીમ રોહિતને લઈને મોટો નિર્ણય લઈ શકે છે
India vs Austalia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી મેચ સિડનીમાં રમાશે. ચાલો આ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સિડનીમાં ટકરાશે
મેલબોર્નમાં સુપરહિટ શો બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સિડનીમાં ટકરાશે. ચોથી ટેસ્ટના પાંચમા દિવસે મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી, પરંતુ કાંગારૂ બોલરોએ જોરદાર વળતો પ્રહાર કર્યો અને એક જ સેશનમાં ભારતની સાત વિકેટ ઝડપીને મેચ જીતી લીધી. ભારતની આ અણધારી હારથી અનેક સવાલો ઉભા થયા છે. જો ટીમ બોર્ડર-ગાવસ્કર સિરીઝને જાળવી રાખવા માંગતી હોય તો તેને સિડનીમાં કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે.
ભારત આ મેચમાં ઘણા ફેરફાર કરી શકે
બંને ટીમો વચ્ચેની આ મેચ 3 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ભારત આ મેચમાં ઘણા ફેરફાર કરી શકે છે. અનુભવી ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટોચના ક્રમના બેટ્સમેન તરીકે અસાધારણ રહ્યો છે. કર્ણાટકના બેટ્સમેને પર્થ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી અને રોહિત શર્માની ગેરહાજરીમાં બંનેએ મોટી ભાગીદારી નોંધાવી હતી. પરંતુ મેલબોર્નમાં તેની જગ્યાએ રોહિતને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. જો કે, ટીમની આ ચાલ ઉલટી પડી હતી, જેથી ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો : ICC ક્રિકેટ ઓફ ધ યર માટે 4 ખેલાડીઓની પસંદગી,લિસ્ટમાં એક ભારતીય
ટીમ રોહિતને માટે લઈ શકે છે મોટો નિર્ણય
ભારતીય કેપ્ટન રોહિતને સમગ્ર સિરીઝ દરમિયાન તેની બેટિંગ અને કેપ્ટનશિપને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેથી ટીમ રોહિતને સિડની ટેસ્ટમાંથી બહાર રાખવાનો નિર્ણય લઈ શકે છે અને શુભમન ગીલને તક આપી શકે છે. રોહિતની જેમ વિરાટ કોહલી પણ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ પણ ડગમગી ગયો છે. જોકે, ટીમ તેને બહાર રાખે તેવી આશા ઓછી છે.
સિરાજ રજા પર હોઈ શકે છે
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ સિડની ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહી શકે છે. આખી સિરીઝમાં તેને ઘણી તકો મળી છે, પરંતુ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેનો ઈકોનોમી રેટ ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. ટીમ તેના સ્થાને હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણામાંથી એકને તક આપી શકે છે.
આ પણ વાંચો : મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે અમ્પાયરે કરી Cheating!


