Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નામ જ કાફી છે... માત્ર 3 મીનિટમાં 30 લાખ લોકોએ Dhoni ને કર્યો Follow

મહેન્દ્ર સિંહ ધોની નામ જ કાફી છે. જીહા, ભલે ધોની ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્ત થઇ ગયો છે પરંતુ આજે પણ તેના ફેન ઓછા નહીં પણ સતત વધી રહ્યા છે. તે જ્યા પણ જાય છે ત્યા તેને પસંદ કરતા લોકની ભીડ જોવા...
નામ જ કાફી છે    માત્ર 3 મીનિટમાં 30 લાખ લોકોએ dhoni ને કર્યો follow
Advertisement

મહેન્દ્ર સિંહ ધોની નામ જ કાફી છે. જીહા, ભલે ધોની ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્ત થઇ ગયો છે પરંતુ આજે પણ તેના ફેન ઓછા નહીં પણ સતત વધી રહ્યા છે. તે જ્યા પણ જાય છે ત્યા તેને પસંદ કરતા લોકની ભીડ જોવા મળી જાય છે. આવું જ કઇંક ઈન્ડિગો એરલાઈનમાં જોવા મળ્યું હતું. જણાવી દઇએ કે, ધોની ઈન્ડિગો એરલાઈનમાં કેન્ડી ક્રશ ગેમ રમતા જોવા મળ્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તમે વિચારતા હશો કે તેમા શું મોટી વાત છે, ધોનીના વીડિયો તો વાયરલ થતા જ રહે છે પરંતુ અહીં અમે તમને જણાવી દઇએ કે, તેને ક્રેન્ડી ક્રશ રમતા જોઇ મોટી સંખ્યામાં લોકોએ આ એપ ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું હતું.

થોડા જ કલાકોમાં ધોનીના ફેને કર્યો આ કમાલ

Advertisement

મહેન્દ્ર સિંહ ધોની (MSD) ના ફેન આજે પણ તેના માટે કઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. ધોની મેદાન પર હોય કે બહાર, તે હંમેશા ચર્ચામાં રહે છે. આ સમયાંતરે જોવા મળ્યું છે. તાજેતરમાં IPL દરમિયાન ધોનીની લોકપ્રિયતા બધાએ જોઈ જ હતી. ફરી એકવાર તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. મહત્વનું છે કે, ધોની એક ફ્લાઈટમાં કેન્ડી ક્રશ ગેમ રમતા જોવા મળ્યો હતો. આ પછી, થોડા કલાકોમાં જ, કેન્ડી ક્રશ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું અને 3 મિલિયનથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી લીધી હતી. પ્લેનમાં બેઠેલા ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ટેબલેટમાં કેન્ડી ક્રેશ (Candy Crush) રમતા જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયો અને #CandyCrush સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, વીડિયો સામે આવ્યાના માત્ર 3 કલાકમાં જ આ એપને 30 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Nitika Jaiswal (@nitika0911)

એર હોસ્ટેસે ચોકલેટ ઓફર કરી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની પોતાની સીટ પર બેઠો કેન્ડી ક્રશ ગેમ રમી રહ્યો છે અને પછી એર હોસ્ટેસ ત્યાં આવે છે. આ પછી, એર હોસ્ટેસ એક પ્લેટમાં માહીને ચોકલેટ આપે છે. રસપ્રદ વાત એ છે કે એર હોસ્ટેસ ધોનીને ચોકલેટની સાથે એક પત્ર પણ આપે છે. ધોની પણ એર હોસ્ટેસનું દિલ તોડતો નથી અને તે ચોકલેટની પ્લેટ પોતાની પાસે રાખે છે અને લેટર ખોલે છે. આ પછી માહીએ સુંદર સ્મિત સાથે એર હોસ્ટેસનો આભાર માન્યો.

ધોની IPL 2024માં રમશે!

IPL 2023માં CSKને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોનીએ હાલમાં જ તેની સર્જરી કરાવી છે. ધોનીની ઘૂંટણની સર્જરી સફળ રહી અને તે હાલમાં રાંચીમાં આરામ કરી રહ્યો છે. દરમિયાન, CSKના ચાહકોને સારા સમાચાર મળ્યા છે કે ધોની 2024માં પણ પીળી જર્સીમાં જોવા મળશે. IPL 2023 ની ફાઈનલ પછી, ધોનીએ સ્વીકાર્યું કે નિવૃત્તિ લેવાનો 'શ્રેષ્ઠ સમય' ખિતાબ જીત્યા પછી હશે, પરંતુ વચન આપ્યું હતું કે જો તેનું શરીર પરવાનગી આપશે તો તે 'ઓછામાં ઓછી એક વધુ' સિઝન રમશે. આગામી નવ મહિનામાં તેણે સખત મહેનત કરી હોવા છતાં, તે તેના સમર્થકો માટે 'ભેટ' હશે.

આ પણ વાંચો - ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું Schedule જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×