Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MLC 2025માં આ 40 વર્ષીય ખેલાડીએ કરી શાનદાર ફટકાબાજી

અમેરિકાની મેજર ક્રિકેટ લીગ રમાઈ રહી છે ખેલાડીઓ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા દક્ષિણ આફ્રિકા ખેલાડીની ધમાકેદાર બેટિંગ MLC 2025 : આઈપીએલ 2025 ના ભવ્ય સમાપન બાદ પણ ક્રિકેટનો ખુમાર સેજ પણ ઓછો નથી થયો. હાલ ક્રિકેટ જગતમાં એક બાજુ...
mlc 2025માં આ 40 વર્ષીય ખેલાડીએ કરી શાનદાર ફટકાબાજી
Advertisement
  • અમેરિકાની મેજર ક્રિકેટ લીગ રમાઈ રહી છે
  • ખેલાડીઓ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા
  • દક્ષિણ આફ્રિકા ખેલાડીની ધમાકેદાર બેટિંગ

MLC 2025 : આઈપીએલ 2025 ના ભવ્ય સમાપન બાદ પણ ક્રિકેટનો ખુમાર સેજ પણ ઓછો નથી થયો. હાલ ક્રિકેટ જગતમાં એક બાજુ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ ખાતે ચાલી રહેલ મેચમાં પણ ખેલાડીઓ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.

ટીકાકારોની કરી બોલી બંધ

MLC 2025માં આ વખતે દક્ષિણ આફ્રિકાના (faf du plessi)એક એવા ખેલાડીની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, જેના ફોર્મ પર ઘણા સમયથી ટીકાકારો સવાલ ઉઠાવી રહ્યા હતા. આ સ્ટાર ખેલાડીનું આ વર્ષે આઈપીએલમાં ખાસ પ્રદર્શન ન રહેવાથી તેને આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ 2025માં આ ખેલાડએ ધમાકેદાર બેટિંગ કરીને ટીકાકારોની બોલી બંધ કરવામાં સફળતા મેળવી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IND vs ENG: શુભમન ગિલની ઐતિહાસિક સદી, પટૌડીનો રેકોર્ડ તોડ્યો

40 વર્ષીય ડુ પ્લેસિસે MLCમાં સદી ફટકારી

દક્ષિણ આફ્રિકાના આ સ્ફોટક ખેલાડી પાસે એકલા હાથે મેચનું પરિણામ બદલવાની ક્ષમતા રહેલી છે. આ ધમાકેદાર ખેલાડીનું બેટ ભલે આઈપીએલમાં ના બોલ્યું હોય પરંતુ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ ખાતે આ ખેલાડી બરાબર જવાબ આપી રહ્યો છે. આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં દિલ્હી કેપિટલ્સ માટે માત્ર 22.44ની સરેરાશથી રન બનાવનાર દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસે અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં શાનદાર સદી ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ પણ  વાંચો -Ind Vs Eng : યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં ફટકારી સદી, તોડ્યો આ રેકોર્ડ

ડુપ્લેસિસે શાનદાર ઇનિંગ રમી

દક્ષિણ આફ્રિકાનો આ સ્ટાર ખેલાડી ફાફ ડુ પ્લેસિસ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં ટેક્સાસ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. ફાફ ડુ ડુપ્લેસિસે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ સામેની મેચમાં તરખાટ મચાવતા 51 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 100 રન ફટકાર્યા. ફાફ ડુ પ્લેસિસની આ શાનદાર ઇનિંગની મદદથી, ટેક્સાસ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 198 રન બનાવ્યા. પરંતુ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સની ટીમ આ મેચ જીતવામાં સફળ રહી છે.

Advertisement

.

×