Champions Trophy પહેલા ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ અચાનક નિવૃતિની જાહેરાત કરી
- ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર નિવૃત્તિની જાહેરાત કરી
- ચેમ્પિયન્સ ટ્રોફી માટે કાંગારૂ ટીમની મુશકેલી વધી
- સ્ટોઇનિસે ODI માંથી નિવૃત્તિ લીધી
Champions Trophy:ઓસ્ટ્રેલિયા(Australian) ના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે અચાનક નિવૃત્તિ (Marcus Stoinis Retirement) લઈને બધાને ચોંકાવી દીધા છે. આ મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માટે કાંગારૂ ટીમમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેમની નિવૃત્તિ પછી, કાંગારૂ ટીમની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે, જ્યાં ટીમ પહેલાથી જ ઘણા ખેલાડીઓની ઇજાઓથી ઝઝૂમી રહી છે.
સ્ટોઇનિસે આ કારણોસર નિવૃત્તિ લીધી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે જાહેરાત કરી કે તેણે T20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ODI માંથી નિવૃત્તિ લીધી છે. સ્ટોઇનિસે 2015 માં ડેબ્યૂ કર્યા પછી 71 વનડે રમી છે. પોતાની નિવૃત્તિ પર, સ્ટોઇનિસે કહ્યું, ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટ રમવું એ એક અદ્ભુત સફર રહી છે અને હું આ ફોર્મેટમાં વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી છું.' આંતરરાષ્ટ્રીય સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એવી વસ્તુ છે જેની હું હંમેશા કદર કરીશ.
“This wasn’t an easy decision, but I believe it’s the right time for me to step away from ODIs and fully focus on the next chapter of my career"
Australia allrounder Marcus Stoinis has announced his ODI retirement and won't feature in the upcoming Champions Trophy pic.twitter.com/xUkVr7D3wl
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2025
આ પણ વાંચો-IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ વન-ડે,જાણો Pitch Report
તે સરળ નિર્ણય ન હોતો - સ્ટોઇનિસ
તેમણે આગળ કહ્યું, આ કોઈ સરળ નિર્ણય નહોતો, પરંતુ મારું માનવું છે કે આ મારા માટે વનડેથી દૂર રહેવાનો અને મારી કારકિર્દીના આગામી પ્રકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો યોગ્ય સમય છે. મુખ્ય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ સાથે મારા ખૂબ સારા સંબંધો છે અને હું તેમના સમર્થનની ખરેખર પ્રશંસા કરું છું.
આ પણ વાંચો-Champions Trophy: ભારતીય અમ્પાયરે પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો,જાણીને ચોંકીજશો
સ્ટોઇનિસની કારકિર્દી કેવી રહી
જો આપણે તેની ODI કારકિર્દી પર નજર કરીએ તો, આ ફોર્મેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2017 માં ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે આવ્યું હતું, જ્યાં તેણે 146 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન વનડે રમી હતી. આ ડેશિંગ ઓલરાઉન્ડરે આ ફોર્મેટમાં ૧૪૯૫ રન બનાવ્યા અને બોલિંગમાં ૪૮ વિકેટ પણ લીધી. સ્ટોઇનિસ 2018-19માં ODI ક્રિકેટર ઓફ ધ યર હતા અને 2023માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતા, જ્યાં ટીમે ફાઇનલમાં ભારતને તેમના હોમ ગ્રાઉન્ડમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું.


