Yash Dayal ની ક્રિકેટ કારર્કિદી પર ખતરો, આ લીગે લગાવ્યો પ્રતિંબંધ
- ક્રિકેટર Yash Dayal ની ક્રિકેટ કારકિર્દી પર ખતરો
- UP T20 લીગે Yash Dayal ને કર્યો બેન
- Yash Dayal પર જાતીય શોષણના લાગ્યા આરોપ
ક્રિકેટર Yash Dayal ની ક્રિકેટ કારકિર્દી પર ખતરો મંડરાઇ રહ્યો છે,તેના પર સગીર વયના બાળકનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. યશ દલાલ સામે જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાતા ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA)એ તેને આગામી UP T20 લીગ માટે બેન કરી દીધો છે. યથ દયાલ સામે કાનૂની કાર્યવાહી હાલ ચાલી રહી છે. દયાલ પર સગીર વયના બાળકનું જાતીય શોષણનું ગંભીર આરોપ લાગ્યો છે. આ પહેલા પર તેના પર આરોપ લાગી ચૂક્યા છે.
Yash Dayal, who was recently embroiled in a serious legal case, now faces the threat of arrest after being accused of sexually assaulting a minor. Following the registration of a case against him in Jaipur, the UPCA has banned him from UP T20 League#yashDayal #iplayer pic.twitter.com/g8NSinSpTg
— BCCI Live (@BcciLive) August 10, 2025
UP T20 લીગે Yash Dayal ને કર્યો બેન
નોંધનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ખેલાડી રહેલા અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા યશ દયાલે આ સિઝનમાં 15 મેચમાં 13 વિકેટ લીધી હતી. પરંતુ આ આરોપોએ તેની ક્રિકેટ કારકિર્દી પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. UPCA કહ્યું કે રમતમાં શિસ્ત અને ચરિત્ર ખુબ જરૂરી છે, બાળકનું જાતીય શોષણના આરોપ માટે કડક પગલાં લેવા જરૂરી છે.
એક અહેવાલ અનુસાર, UP T20 લીગની ટીમ ગોરખપુર લાયન્સે તેને 7 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ કાનૂની વિવાદને કારણે, તે હવે લીગમાં ભાગ લઈ શકશે નહીં. તાજેતરમાં, રાજસ્થાન હાઈકોર્ટે તેની ધરપકડ અને પોલીસ કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ કેસ એક સગીર સાથે સંબંધિત છે, જે ખૂબ જ સંવેદનશીલ છે. આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.
Yash Dayal પર પહેલા પણ લાગ્યા છે ગંભીર આરોપ
યશ દયાલ સામે આ પહેલો કેસ નથી. અગાઉ ગાઝિયાબાદમાં એક મહિલાએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે યશે લગ્નના બહાને પાંચ વર્ષ સુધી ભાવનાત્મક, માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું. આ ફરિયાદ 21 જૂને મુખ્યમંત્રીના ઓનલાઈન પોર્ટલ દ્વારા નોંધાઈ હતી.આ કેસમાં, અલ્હાબાદ હાઈકોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી હતી. પરંતુ જુલાઈની શરૂઆતમાં જયપુરમાં નોંધાયેલા સગીર કેસમાં તેને કોઈ રાહત મળી ન હતી.27 વર્ષીય યશ દયાલની ક્રિકેટ કારકિર્દી હવે અનિશ્ચિતતામાં છે. IPL ટાઇટલ જીત્યા પછી તેની પાસેથી સારા ભવિષ્યની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ સતત કાનૂની મુશ્કેલીઓ અને ગંભીર આરોપોએ તેની છબીને નુકસાન પહોંચાડ્યું છે. જો આરોપો સાબિત થાય છે, તો તેના માટે વ્યાવસાયિક ક્રિકેટમાં પાછા ફરવું અત્યંત મુશ્કેલ બની શકે છે.
આ પણ વાંચો: WFIની મોટી કાર્યવાહી, 11 રેસલરને નકલી બર્થ સર્ટિફિકેટ મામલે કર્યા સસ્પેન્ડ


