Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ! માત્ર 37 બોલમાં ફટકારી સદી

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમે T20 શ્રેણીમાં પણ પોતાનું પ્રભાવ જમાવ્યું છે. ત્રીજી T20I મેચમાં ટિમ ડેવિડે માત્ર 37 બોલમાં સદી ફટકારી નવો ઈતિહાસ રચ્યો છે. 16 બોલમાં અડધી સદી અને કુલ 102 રનની અણનમ ઇનિંગના દમ પર ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રેણીમાં 3-0ની અજય લીડ મેળવી છે, જે ટીમના આત્મવિશ્વાસ અને T20 ક્રિકેટમાં ડેવિડની ધમાકેદાર હાજરીને સ્પષ્ટ કરે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ  માત્ર 37 બોલમાં ફટકારી સદી
Advertisement
  • વેસ્ટ ઇન્ડીઝ સામે ટિમ ડેવિડનો ધમાકો!
  • ટિમ ડેવિડની તોફાની સદી, ઓસ્ટ્રેલિયાનો ક્લીન સ્વીપ!
  • ટિમ ડેવિડે 16 બોલમાં અડધી, 37 બોલમાં સદી ફટકારી

Tim David stormy century creates history : વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન દ્વારા યજમાન ટીમને ધોલાઇ દીધી છે. ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યા બાદ, ઓસ્ટ્રેલિયાએ T20I શ્રેણીમાં પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. પ્રથમ 2 T20I મેચોમાં જીત નોંધાવ્યા પછી, સેન્ટ કિટ્સમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ટિમ ડેવિડ (Tim David) એ વિસ્ફોટક બેટિંગથી રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. ડેવિડની ઝડપી અડધી સદી અને સદીએ ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં 3-0ની અજેય લીડ અપાવી.

ટિમ ડેવિડની રેકોર્ડબ્રેક બેટિંગ

ત્રીજી T20I મેચમાં ટિમ ડેવિડ (Tim David) એ આક્રમક શૈલીમાં બેટિંગ કરીને વેસ્ટ ઇન્ડીઝના બોલરોની ધોલાઇ કરી. તેણે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી, જે ઓસ્ટ્રેલિયા માટે T20Iમાં સૌથી ઝડપી અડધી સદી છે. આ સાથે તેણે માર્કસ સ્ટોઈનિસ અને ટ્રેવિસ હેડના 17-17 બોલમાં બનેલા રેકોર્ડને તોડી નાખ્યો. ડેવિડનો આગઝરતી બેટિંગ અહીં ન અટકી, અને તેણે 37 બોલમાં પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી. આ ઇનિંગમાં તેણે 11 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. તે ઓસ્ટ્રેલિયા માટે T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો.

Advertisement

Advertisement

વૈશ્વિક સ્તરે ડેવિડનો દબદબો

ટિમ ડેવિડ (Tim David) ની આ સદીએ તેને વૈશ્વિક સ્તરે પણ ચર્ચામાં લાવી દીધો છે. તે ફુલ મેમ્બર નેશન્સમાં T20I સદી ફટકારનાર સંયુક્ત ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો, જેણે ભારતના અભિષેક શર્માના 37 બોલમાં સદીના રેકોર્ડની બરાબરી કરી. ડેવિડ મિલર અને રોહિત શર્મા (35 બોલ) આ યાદીમાં ટોચ પર છે, જ્યારે જોહ્ન્સન ચાર્લ્સ (39 બોલ) ચોથા સ્થાને છે. ડેવિડની આ સદી ટેસ્ટ રમતા દેશો સામે ત્રીજી સૌથી ઝડપી T20I સદી તરીકે નોંધાઈ છે, જે તેની આક્રમક બેટિંગની ક્ષમતાને દર્શાવે છે.

ઓસ્ટ્રેલિયાની શ્રેણી પર પકડ

ટિમ ડેવિડની આ તોફાની ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને ત્રીજી T20I મેચમાં હરાવીને 5 મેચની શ્રેણીમાં 3-0ની લીડ મેળવી લીધી. વેસ્ટ ઇન્ડીઝે આપેલા 215 રનના પડકારજનક લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ માત્ર 16.1 ઓવરમાં હાંસલ કરી લીધો. ડેવિડે 102 રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે મિશેલ ઓવેને 16 બોલમાં 36 રન (2 ચોગ્ગા, 3 છગ્ગા) બનાવીને તેનો સાથ આપ્યો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 128 રનની ભાગીદારી થઈ, જેણે મેચનો પાસો ફેરવી દીધો. એક તબક્કે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 61 રન હતો, પરંતુ ડેવિડની વિસ્ફોટક બેટિંગે ટીમને યાદગાર જીત અપાવી.

મેચની અસર

ટિમ ડેવિડની આ ઇનિંગે ઓસ્ટ્રેલિયન ટીમના આત્મવિશ્વાસને નવી ઉંચાઈઓ આપી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ અને T20I શ્રેણીમાં અજેય લીડ સાથે, ઓસ્ટ્રેલિયા હવે શ્રેણીની બાકીની મેચોમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ઉત્સુક છે. ડેવિડની આ રેકોર્ડબ્રેક ઇનિંગે T20 ક્રિકેટમાં તેની ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરી છે, જે ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે ભવિષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :   ક્રિકેટર Yash Dayal સામે દુષ્કર્મનો વધુ એક કેસ દાખલ, IPL મેચ દરમિયાન પીડિતાને હોટલમાં બોલાવી હતી

Tags :
Advertisement

.

×