Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિરાટ અને ગંભીરની બબાલ વચ્ચે UP પોલીસનું ટ્વિટ વાયરલ , જાણો શું કહ્યું...

RCBના કેપ્ટન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના કોચ ગૌતમ ગંભીરની લડાઈ વચ્ચે UP પોલીસનું એક ટ્વિટ વાયરલ થયું છે. તમને જણાવી દઈએ કે, લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ વિવાદોને કારણે...
વિરાટ અને ગંભીરની બબાલ વચ્ચે up પોલીસનું ટ્વિટ વાયરલ   જાણો શું કહ્યું
Advertisement

RCBના કેપ્ટન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના કોચ ગૌતમ ગંભીરની લડાઈ વચ્ચે UP પોલીસનું એક ટ્વિટ વાયરલ થયું છે.

તમને જણાવી દઈએ કે, લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. વિરાટ કોહલી અને કોચ ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ સર્જાયો હતો. તેના વિવાદના અનેક મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય હતા. આ બનાવમાં ઉત્તર પ્રદેશ પોલીસ પણ જોડાઈ છે.

Advertisement

Advertisement

ઉત્તર પ્રદેશ પોલીસે અદ્ભુત સર્જનાત્મકતા બતાવી. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરી છે. તેમાં ગંભીર અને કોહલી વચ્ચેની ચર્ચાની તસવીર ચોંટાડવામાં આવી હતી અને તેના પર કેપ્શનની સાથે એક મેસેજ પણ લખવામાં આવ્યો હતો. પોલીસે લખ્યું, આપણા માટે કોઈ મુદ્દો "વિરાટ" અને "ગંભીર" નથી. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તરત જ 112 ડાયલ કરો.

Tags :
Advertisement

.

×