માત્ર 14 વર્ષની ઉંમરે કમાલ: વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં યુથ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારી
- વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં જાળવી રાખ્યો આક્રમક મૂડ (Vaibhav Suryavanshi Fastest Century)
- U19 ભારત અને U19 ઓસ્ટ્રેલિયાની મેચમાં ફટકારી સદી
- બીજા દિવસે 78 બોલમાં શાનદાર સદી ફટકારી
- બે સદી ફટકારી દિગ્ગજ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમની બરાબરી કરી લીધી
Vaibhav Suryavanshi Fastest Century : યુવા ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી મેદાન પર હોય ત્યારે પોતાનો આક્રમક મૂડ જાળવી રાખે છે. ટી20 હોય કે ટેસ્ટ, તેમની બેટિંગ દરેક ફોર્મેટમાં બરાબર ચાલે છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા યુથ ટેસ્ટ મેચ દરમિયાન સૂર્યવંશીએ ધમાકેદાર સદી ફટકારીને ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે.
બુધવારે બ્રિસ્બેનના ઇયાન હીલી ઓવલ ખાતે ભારત U19 અને ઓસ્ટ્રેલિયા U19 વચ્ચેની પ્રથમ યુવા ટેસ્ટના બીજા દિવસે, સૂર્યવંશીએ માત્ર 78 બોલમાં શાનદાર સદી ફટકારીને એક નવો કિર્તીમાન રચ્યો છે. ઓસ્ટ્રેલિયન બોલરોને તેમની આક્રમક બેટિંગ સામે કોઈ રસ્તો મળ્યો નહોતો.
રેકોર્ડબ્રેક સદી: ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી ઝડપી! (Vaibhav Suryavanshi Fastest Century)
વૈભવ સૂર્યવંશીની 78 બોલની આ સદી યુથ ટેસ્ટના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી છે. તેમના પહેલા આયુષ મ્હાત્રેએ ઇંગ્લેન્ડ સામે માત્ર 64 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.
Vaibhav Suryavanshi 113(86) vs Aus U19
9 Fours and 8 Sixespic.twitter.com/X12Mjo70Up— Cric Gold Alt (@Cricsgoldy1) October 1, 2025
સૌથી ઝડપી સદી ફટકારનાર બન્યો વૈભવ (Vaibhav Suryavanshi Fastest Century)
જોકે, સૂર્યવંશીનો આ સ્ટ્રાઈક ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈપણ બેટ્સમેન દ્વારા યુથ ટેસ્ટમાં ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લિયામ બ્લેકફોર્ડના નામે હતો, જેમણે જાન્યુઆરી 2023માં 124 બોલમાં સદી પૂરી કરી હતી.
સૌથી યુવા ખેલાડી અને મેક્કુલમની બરાબરી
વૈભવ સૂર્યવંશી (ઉંમર 14 વર્ષ 188 દિવસ) ઓસ્ટ્રેલિયામાં યુથ ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યા છે. આ વર્ષે, તેઓ યુથ ટેસ્ટમાં 15 વર્ષથી ઓછી ઉંમરે અડધી સદી અને વિકેટ લેનારા પ્રથમ ખેલાડી પણ બન્યા હતા.
બ્રેન્ડન મેક્કુલમની કરી બરાબરી
વધુમાં, સૂર્યવંશીએ પુરુષોના અંડર-19 ટેસ્ટમાં 100 કરતાં ઓછા બોલમાં બે સદી ફટકારવાના મામલે ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમની બરાબરી કરી લીધી છે. સૂર્યવંશી દરેક ઇવેન્ટમાં પોતાનો દમ દેખાડી રહ્યા છે, આ વર્ષે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે પણ તેમની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી.
આ પણ વાંચો : 17 હજાર કરોડ રૂપિયાથી વધુમાં RCB ખરીદવાની તૈયારી, જાણો કોણ છે ખરીદનાર?


