Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૈયદ મુશ્તાક અલીમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સદી!

14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે 108 રનની તોફાની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. બિહારના આ ખેલાડીએ પોતાની 61 બોલની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ વર્ષે તેની આ ત્રીજી T20 સદી છે, જેના કારણે ચાહકો તેને ભારતનો આગામી સુપરસ્ટાર ગણાવી રહ્યા છે.
સૈયદ મુશ્તાક અલીમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સદી
Advertisement
  • માત્ર 14 વર્ષની ઉંમરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાકેદાર સદી (Vaibhav Suryavanshi Century)
  • ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બનવાનો રેકોર્ડ બનાવ્યો
  • મહારાષ્ટ્ર સામે 61 બોલમાં 108 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી
  • સદીમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા, 70 રન બાઉન્ડ્રીથી મેળવ્યા
  • આ વર્ષે તેની આ ત્રીજી T20 સદી છે, તેણે અભિષેક શર્માની બરોબરી કરી

Vaibhav Suryavanshi Century :  વૈભવ સૂર્યવંશી રોકાવાનું નામ નથી લઈ રહ્યો. માત્ર 14 વર્ષની ઉંમરના આ ધમાકેદાર બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી છે. મહારાષ્ટ્ર સામે રમાઈ રહેલી મેચમાં વૈભવે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતાં વધુ એક તોફાની સદી ફટકારી છે.

વૈભવ આ પ્રતિષ્ઠિત ઘરેલુ ટી-20 ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર સૌથી ઓછી ઉંમરનો બેટ્સમેન બની ગયો છે. બિહારના આ યુવા ખેલાડીએ પોતાની 61 બોલની ઇનિંગ્સમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. વૈભવે પોતાની આ ઇનિંગ્સમાં 70 રન તો માત્ર બાઉન્ડ્રી વડે જ એકઠા કર્યા અને વિરોધી ટીમની બોલિંગ લાઇન-અપની ધૂળ કાઢી નાખી.

Advertisement

વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો કોહરામ

બિહાર તરફથી રમતા વૈભવ સૂર્યવંશીના બેટમાંથી વધુ એક ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી છે. મહારાષ્ટ્ર સામેની મેચમાં વૈભવે શાનદાર બેટિંગ કરીને સદીની ઇનિંગ્સ રમી. 61 બોલની પોતાની આ ઇનિંગ્સમાં વૈભવે 108 રનની દમદાર ઇનિંગ્સ રમી. આ ઇનિંગ્સ દરમિયાન 14 વર્ષીય બેટ્સમેને 7 વખત બોલને બાઉન્ડ્રી લાઇન બહાર પહોંચાડ્યો, અને એટલી જ વાર બોલને હવામાં મોકલ્યો (7 ચોગ્ગા અને 7 છગ્ગા).

Advertisement

છેલ્લી 16 ઇનિંગ્સમાં વૈભવના બેટમાંથી આ ત્રીજી ટી-20 સદી છે. એક છેડેથી વિકેટો પડવા છતાં વૈભવ ક્રીઝ પર ટકી રહ્યો અને તેણે બિહારના સ્કોરને 176 સુધી પહોંચાડ્યો.

સૌથી યુવા સદીવીર બન્યો વૈભવ

મહારાષ્ટ્ર સામે સદીની ઇનિંગ્સ રમવાની સાથે જ વૈભવે આ ઘરેલુ ટી-20 ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચી દીધો છે. વૈભવ સૂર્યવંશી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.

વર્ષ 2025માં ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારવાના મામલે વૈભવે અભિષેક શર્માની બરોબરી પણ કરી લીધી છે. વૈભવ અને અભિષેક બંનેએ આ વર્ષે ત્રણ-ત્રણ સદી ફટકારી છે. તાજેતરમાં જ વૈભવે ઇન્ડિયા-એ તરફથી રમતા માત્ર 32 બોલમાં જોરદાર સદી ફટકારી હતી. વૈભવના તાજેતરના પ્રદર્શનને જોતા, સોશિયલ મીડિયા પર ચાહકો તેને હવે ભારતનો આગામી સુપરસ્ટાર ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો :   જયા બચ્ચને પાપારાઝી પર ગુસ્સો ઠાલવ્યો, કહ્યું, 'ગંદા પેન્ટ પહેરીને ઉભા રહી જાય છે'

Tags :
Advertisement

.

×