'તે માત્ર એક બાળક છે!' KBC જૂનિયરના ઈશિત ભટ્ટ ટ્રોલ થતાં વરુણ ચક્રવર્તી ભડક્યા
- ક્રિકેટર વરુણ ચક્રવર્તી KBCના સ્પર્ધક ઈશિત ભટ્ટના આવ્યા સપોર્ટમાં (Varun Chakravarthy Ishit Bhatt)
- 10 વર્ષનો ઈશિત ભટ્ટ તેના રુડ વ્યવહારને કારણે થયો હતો ટ્રોલ
- આ સમગ્ર મામલે વરુણ ચક્રવર્તીએ કડક શબ્દોમાં ટીકા કરી
Varun Chakravarthy Ishit Bhatt : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) ક્રિકેટના મેદાનથી દૂર એક અલગ કારણસર ચર્ચામાં છે. તેઓ કોન બનેગા કરોડપતિ 17 (KBC Junior Edition) માં ભાગ લેનાર 10 વર્ષના સ્પર્ધક ઈશિત ભટ્ટ (Ishit Bhatt) ના સમર્થનમાં આવ્યા છે, જે ઓનલાઇન ટ્રોલિંગ (Online Trolling) નો શિકાર બની રહ્યો છે.
ગુજરાતના વતની ઈશિતને શોના હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથેની વાતચીત દરમિયાન દર્શકો દ્વારા "રુડ" અને "ઓવરકોન્ફિડન્ટ" (Overconfident) કહેવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયે પ્રસારિત થયેલા એપિસોડમાં, ઈશિતે બચ્ચનને નિયમો વિશે વચ્ચેથી ટોકીને કહ્યું હતું કે, "મને નિયમો ખબર છે, તેથી મને સમજાવશો નહીં." આ ઉપરાંત, તેણે શોની ગતિ વધારવા માટે પણ કહ્યું હતું.
Example of how social media has become a place for cowards running their mouths without any sense.!
He is a kid for god sake !! Let him grow !! If u can't tolerate a kid, imagine the society still tolerating many nut cases like the ones commenting on this kid and much more !!!!! pic.twitter.com/O3UQEYKH55— Varun Chakaravarthy🇮🇳 (@chakaravarthy29) October 15, 2025
આ વર્તનને કારણે સોશિયલ મીડિયા (Social Media) પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી. અમુક લોકોએ તેને આત્મવિશ્વાસુ બાળકનું ઉદાહરણ ગણાવ્યું, જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે તેને બદતમીઝી ગણાવી. ટ્રોલ્સે (Trolls) તો ઈશિતના માતા-પિતાની પાલન-પોષણ (Parenting) પર પણ સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું, જે અંગત હુમલાનું સ્વરૂપ બની ગયું હતું.
વરુણ ચક્રવર્તીએ ટ્રોલ્સને આપી પ્રતિક્રિયા (Varun Chakravarthy Ishit Bhatt )
આ સમગ્ર મામલે વરુણ ચક્રવર્તીએ કડક શબ્દોમાં ટીકા (Criticism) કરી છે. તેમણે X (અગાઉનું ટ્વિટર) પર પોતાનો અભિપ્રાય આપતા લખ્યું, "આ એક ઉદાહરણ છે કે સોશિયલ મીડિયા કાયરોનું અડ્ડો (Cowards' Den) કેવી રીતે બની ગયું છે, જ્યાં વિચાર્યા વિના કોઈને પણ નિશાન બનાવાય છે. તે માત્ર એક બાળક છે! તેને મોટું થવા દો. જો તમે 10 વર્ષના બાળકની વાતો સહન ન કરી શકો, તો વિચારો કે સમાજ કેટલી વિકૃત વિચારસરણી (Distorted Thinking) ને સહન કરી રહ્યો છે."
આ ઘટના માત્ર શૉ પૂરતુ મર્યાદિત નથી
આ ઘટના માત્ર એક રિયાલિટી શો (Reality Show) પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેણે બાળકોના જાહેર વર્તન (Public Behavior) અને સમાજની પ્રતિક્રિયા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા જગાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે બાળકોનો સ્વભાવ તેમના વાતાવરણ અને ઉછેરનું મિશ્રણ હોય છે, પરંતુ દરેક વર્તન માટે માતા-પિતાને દોષ આપવો યોગ્ય નથી.


