ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની વાતો લીક કરનાર વિભિષણ કોણ? ગંભીરે જણાવ્યું નામ

ટીમ ઈન્ડિયાની ડ્રેસિંગ રૂમનો માહોલ સતત વધતો જોવા મળી રહ્યો છે. જેની અસર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર પણ પડી રહી છે. જેની અસર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ્યારે ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ હારી તે પછી કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને ખૂબ ઠપકો આપ્યો હતો.
10:39 AM Jan 16, 2025 IST | Hardik Shah
ટીમ ઈન્ડિયાની ડ્રેસિંગ રૂમનો માહોલ સતત વધતો જોવા મળી રહ્યો છે. જેની અસર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર પણ પડી રહી છે. જેની અસર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ્યારે ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ હારી તે પછી કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને ખૂબ ઠપકો આપ્યો હતો.
Gautam Gambhir Accuses Sarfaraz Khan of Leaking Dressing Room Conversations

Gautam Gambhir's Accuses : ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર થવું માત્ર ખરાબ પ્રદર્શનનું પરિણામ ન હતું, પરંતુ ડ્રેસિંગ રૂમના ખરાબ વાતાવરણની અસર પણ તેમા દેખાઈ. ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ બાદ કેપ્ટન અને કોચ ગૌતમ ગંભીર દ્વારા ખેલાડીઓને ઠપકો આપવાની વાત લીક થવા પર ચર્ચાઓ શરૂ થઈ હતી. કોણે આ અંદરના વાતાવરણની વાતો બહાર લીક કરી અને કોણ બન્યું છે વિભિષણ તે શોધવાનું શરૂ થઇ ગયું હતું.

કોણ છે વિભિષણ?

ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન બાદ કહેવામાં આવ્યું કે ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ સારું નહોતું. જ્યારે ગંભીરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચાની વાતચીત ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત હોવી જોઈએ. તે ફક્ત અહેવાલો હતા, સત્ય નહીં. પરંતુ હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, BCCI સમીક્ષા બેઠક દરમિયાન ગૌતમ ગંભીરે તે ખેલાડીનું નામ જાહેર કર્યું છે. એક અહેવાલ મુજબ, BCCI સમીક્ષા બેઠક દરમિયાન ગૌતમ ગંભીરે આ ઘટનામાં સંડોવાયેલા ખેલાડીનું નામ જાહેર કર્યું છે. આ દાવાને મજબૂત કરતો રિપોર્ટ કહે છે કે મુંબઈના સરફરાઝ ખાને મીડિયાને ડ્રેસિંગ રૂમની માહિતી લીક કરી હતી. નોંધનીય છે કે સરફરાઝને 5 મેચની આ શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી ન હોતી. ટીમે શ્રેણી 1-3થી ગુમાવી અને 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની સાથે WTCની ફાઇનલમાંથી ભારતને બહાર કરી દીધું છે.

BCCIની નારાજગી અને ભવિષ્યના પ્રશ્નો

ગંભીરે સમીક્ષા બેઠકમાં BCCIના હિસ્સેદારોને જણાવીને સરફરાઝ વિરુદ્ધ આક્ષેપ મૂક્યો હતો કે તેમણે બોક્સિંગ ડે ટેસ્ટ પછીની ડ્રેસિંગ રૂમની વાતચીતોને મીડિયા સાથે શેર કરી હતી. રિપોર્ટ મુજબ, BCCIના હિસ્સેદારો આ બાબતે સરફરાઝથી નારાજ છે અને જ્યાં સુધી ગંભીર મુખ્ય કોચ તરીકે રહેશે ત્યાં સુધી તેમનો ટીમ ઈન્ડિયામાં ફરીથી સમાવેશ થવો મુશ્કેલ લાગે છે. જો કે, ગંભીર પાસે આ આક્ષેપોને સાબિત કરવા માટે કોઈ સ્પષ્ટ પુરાવા છે કે નહીં તે અંગે રિપોર્ટમાં સ્પષ્ટતા નથી.

આ પણ વાંચો :  રિટાયરમેન્ટ પર અશ્વિનનો ખુલાસો - હું હજુ વધુ રમી શક્યો હોત પણ..!

Tags :
BCCIBCCI dissatisfaction with playersBCCI review meetingbgt 2024Border-Gavaskar Trophy lossBoxing Day Test lossDressing room controversyDressing room Conversations leakDressing room disputesDressing room leak investigationFuture of Sarfaraz Khan in Team IndiaGautam GambhirGautam Gambhir accusationsGautam Gambhir Accuses Sarfaraz Khan of Leaking Dressing Room ConversationsGautam Gambhir vs Sarfaraz KhanGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahSarfaraz KhanSarfaraz Khan allegationsTeam IndiaTeam India dressing room environmentTeam India PerformanceWorld Test Championship final exit
Next Article