Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Virat Kohli statement : IPLની જીતની ખુશી શોકમાં ફેરવાતા વિરાટ કોહલીએ ફેંસને શું કહ્યું?

IPL જીત બાદ બેંગલુરુમાં થયેલી દુર્ઘટના પર વિરાટ કોહલીનું પહેલું નિવેદન. જાણો તેમણે મૃતકોના પરિવારો અને ઘાયલો માટે શું કહ્યું.
virat kohli statement    iplની જીતની ખુશી શોકમાં ફેરવાતા વિરાટ કોહલીએ ફેંસને શું કહ્યું
Advertisement
  • 4 જૂને થયેલી ભાગદોડ અંગે વિરાટ કોહલીએ આપ્યુ નિવેદન (Virat Kohli statement )
  • 4 જૂને ખુશીની પળ દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ : વિરાટ કોહલી
  • વિરાટ કોહલીએ મૃતકોને આપી શ્રદ્ધાંજલી
  • RCBએ વિરાટ કોહલીનું નિવેદન ટ્વિટ મારફતે જારી કર્યુ

Virat Kohli statement : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આખરે 4 જૂને બેંગલુરુમાં થયેલી દુર્ઘટના પર પોતાની વાત રાખી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે RCBની ટીમે IPL ટ્રોફી જીતી હતી, અને જીતની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી.

Advertisement

વિરાટ કોહલીનું ભાવુક નિવેદન (Virat Kohli statement)

RCBએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિરાટ કોહલીનું નિવેદન શેર કર્યું છે. ભૂતપૂર્વ કેપ્ટને મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. કોહલીએ કહ્યું કે, "જીવનમાં તમે 4 જૂન જેવી દુર્ઘટના માટે ક્યારેય તૈયાર થતા નથી. આ અમારી ફ્રેન્ચાઈઝીના ઈતિહાસનો સૌથી ખુશીનો પળ હોવો જોઈતો હતો, પરંતુ તે એક દુર્ઘટનામાં ફેરવાઈ ગયો. હું તે પરિવારો માટે પ્રાર્થના કરું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે, અને તે ચાહકો માટે પણ જેઓ ઘાયલ થયા છે. તમારું નુકસાન હવે અમારી વાર્તાનો ભાગ છે. અમે બધા સાથે મળીને સાવધાની, સન્માન અને જવાબદારી સાથે આગળ વધીશું."

Advertisement

જસ્ટિસ કુન્હા કમિશનનો રિપોર્ટ

આ દુર્ઘટના બાદ જસ્ટિસ કુન્હા કમિશને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મોટા જાહેર કાર્યક્રમો માટે યોગ્ય નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટેડિયમની રચના મોટી ભીડ માટે "અસુરક્ષિત" છે. કમિશને ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન ન કરવાની સલાહ આપી છે અને આ દુર્ઘટના માટે RCB, DNA એન્ટરટેઈનમેન્ટ અને KSCA ને જવાબદાર ઠેરવ્યા છે. કોહલીનું આ નિવેદન ટીમની 'RCB CARES' પહેલનો એક ભાગ છે, જેનો હેતુ ભવિષ્યમાં ભીડ વ્યવસ્થાપનને સુધારવાનો છે.

આ પણ વાંચો :   Mitchell Starc retirement : T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને આંચકો: મિચેલ સ્ટાર્કે નિવૃત્તિ જાહેર કરી

Tags :
Advertisement

.

×