Virat Kohli એ ઇતિહાસ રચ્યો,'ક્રિકેટના ભગવાન'નો તોડ્યો આ રેકોર્ડ
- ત્રીજી ODI વિરાટ કોહલી રચ્યો ઇતિહાસ
- શાનદાર કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ નામે
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 હજાર રન પૂરા કર્યા
- ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
Virat Kohli Record:ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG)વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે.આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફોર્મમાં પરત ફરવાનો સંકેતો બતાવ્યા છે. આ મેચમાં તેને 52 રનની ઈનિંગ રમી.આ સમય દરમિયાન તેને તેમના શાનદાર કારકિર્દીમાં વધુ એક (Virat Kohli broke Sachin Tendulkar Record)સિદ્ધિનો ઉમેરો કર્યો છે.
આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બન્યો ભારતીય
તે ઈંગ્લેન્ડ સામે 4,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય અને કુલ છઠ્ઠો ખેલાડી બન્યો. કોહલીએ ઈંગ્લિશ ટીમ સામેની તેની 87મી મેચમાં આ સિદ્ધિ મેળવી. તેને ઈંગ્લેન્ડ સામે આઠ સદી અને 23 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો -Shubman Gillએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફટકારી ધમાકેદાર સદી!
વિરાટ કોહલી માટે મહત્ત્વપૂર્ણ ઈનિંગ
આ સાથે, તે ઓસ્ટ્રેલિયન ડોન બ્રેડમેન (5,028 રન), એલન બોર્ડર (4,850), સ્ટીવ સ્મિથ (4,815), વિવ રિચાર્ડ્સ (4,488) અને રિકી પોન્ટિંગ (4,141) ની વિશિષ્ટ ક્લબમાં જોડાઈ ગયો છે. આ પહેલા વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે પોતાની 73મી ODI અડધી સદી ફટકારી હતી. તેને 55 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. આ રન વિરાટ કોહલી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો જે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો કારણ કે ટીમ ઈન્ડિયા આગામી સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની છે.
Virat Kohli joins the party with his 73rd ODI FIFTY 💪💪
Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/R3OGjhDXnN
— BCCI (@BCCI) February 12, 2025
આ પણ વાંચો -66 વર્ષ જૂની કંપનીએ ગુજરાત ટાઇટન્સની ટીમ 7800 કરોડ રૂપિયામાં ખરીદી
- 4000 – વિરાટ કોહલી*
- 3990 – સચિન તેંડુલકર
- 2999- એમએસ ધોની
- 2993 – રાહુલ દ્રવિડ
વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ
કોહલી એશિયામાં સૌથી ઝડપી 16,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સિવાય તે એશિયામાં 16,000 રનનો આંકડો પાર કરનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. કોહલીએ આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર 340 ઈનિંગ્સમાં હાંસલ કરી, અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો, જેને આ સિદ્ધિ મેળવવા માટે 353 ઈનિંગ્સ લીધી હતી. તેને શ્રીલંકાના કુમાર સંગાકારા (360 ઈનિંગ્સ) અને મહેલા જયવર્ધને (401 ઈનિંગ્સ) ને પણ પાછળ છોડી દીધા.Virat Kohli broke Sachin Tendulkar Record


