Virat Kohli ને જાદુઈ સદીનું મળ્યું ઈનામ, ICC એ આપ્યા ખુશીના સમાચાર
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મ
- વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં પણ ફાયદો
- બીજી તરફ વિરાટ કોહલી થયો
Virat Kohli:ચેમ્પિયન્સ ટ્રોફીમાં( Champions Trophy 2025) ટીમ ઈન્ડિયા (Team India)શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે, તો બીજી તરફ વિરાટ કોહલી(Virat Kohl) પણ ફોર્મમાં આવી ગયો છે. પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકાર્યા બાદ, વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં પણ ફાયદો થયો છે.
વિરાટે લગાવી છલાંગ
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં, વિરાટ કોહલી(Virat Kohli)ના ફોર્મ અંગે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. બાંગ્લાદેશ સાથે રમાયેલી પહેલી મેચમાં કોહલી કંઈ ખાસ કરી શક્યો નહીં, પરંતુ વિરાટે પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી અને તેની 51મી ODI સદી ફટકારી. વિરાટ કોહલીને હવે લેટેસ્ટ ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં આનો પુરસ્કાર મળ્યો છે. કોહલીને રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે. કોહલી હવે 743 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
VIRAT KOHLI BECOMES THE NO.5 RANKED ODI BATTER. 🇮🇳 pic.twitter.com/nbR1It5065
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2025
આ પણ વાંચો -AFG vs ENG : ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે બંને ટીમો ઉતરશે મેદાને, રાશિદ ઇતિહાસ રચવાની નજીક
શુભમન ગિલ નંબર-1 પર યથાવત
શુભમન ગિલનું તાજેતરનું ફોર્મ શાનદાર છે. ગિલ દરેક મેચમાં રન બનાવી રહ્યો છે. શુભમન ગિલે બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ પહેલા ગિલે ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ODI સિરીઝની છેલ્લી મેચમાં પણ સદી ફટકારી હતી. ગિલે પાકિસ્તાન સામે 46 રનની ઈનિંગ રમી હતી. હાલમાં, શુભમન ગિલ 817 રેટિંગ પોઈન્ટ સાથે ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોપના સ્થાને છે.
આ પણ વાંચો -IPL રમતી વખતે ટીમ ઈન્ડિયા કરશે આ કામ! BCCIનો મોટો નિર્ણય!
આ નંબર પર રોહિત-બાબર
પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર 770 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા 757 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસેન 749 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
આ પણ વાંચો -Harbhajan Singhએ નોંધાવી FIR,શાબ્દિક યુદ્ધ બાદ રેકોર્ડ કર્યો કોલ
ODI બોલિંગ રેન્કિંગમાં મોહમ્મદ શમીને થયો ફાયદો
ઈજાના કારણે શમી લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો. પરંતુ હવે તેને વાપસી કરી છે. શમીએ ઘણી વખત ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બે મેચમાં પાંચ વિકેટ લીધી છે. શમીને વનડે રેન્કિંગમાં આનો ફાયદો થયો છે. અગાઉ તે 15મા સ્થાને હતો. પરંતુ હવે તે 14માં સ્થાને આવી ગયો છે. બોલિંગ રેન્કિંગમાં ભારતનો કુલદીપ યાદવ ત્રીજા નંબરે છે. જ્યારે શ્રીલંકન ખેલાડી મહેશ થીકશન ટોપ પર છે.


