Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિરાટ કોહલી 4 મહિના બાદ ભારત પરત ફર્યો, પ્રેમાનંદ મહારાજ સાથે કરશે મુલાકાત?

ચાર મહિના લંડનમાં રહ્યા બાદ ક્રિકેટર વિરાટ કોહલી ભારત પરત ફર્યા છે. જોકે તેમની પત્ની અનુષ્કા શર્મા તેમની સાથે નથી. ઑસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે રવાના થતા પહેલાં, એ સવાલ ઊભો થયો છે કે શું તેઓ સમયના અભાવે પણ વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરીને આશીર્વાદ લેશે. આ પ્રવાસ પહેલાં કોહલીનું બેટ ચાલવું જરૂરી છે.
વિરાટ કોહલી 4 મહિના બાદ ભારત પરત ફર્યો  પ્રેમાનંદ મહારાજ સાથે કરશે મુલાકાત
Advertisement
    • RCBની જીત બાદ લંડન ગયેલ વિરાટ કોહલી ભારત પરત ફર્યો (Virat Kohli India Return)
    • 4 મહિનાના વિરામ બાદ વિરાટ કોહલી સ્વદેશ પરત ફર્યો
    • વિરાટ કોહલીનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકોમાં ખુશી
    • વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે કરશે પ્રેક્ટિસ
    • વિરાટ કોહલી  પ્રેમાનંદ મહારાજની મુલાકાત કરે તેવી શક્યતા

Virat Kohli India Return : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના વિનિંગ સેલિબ્રેશન પછી દેશ છોડીને લંડન ગયેલા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી લગભગ ચાર મહિનાના વિરામ બાદ સ્વદેશ પરત ફર્યા છે. તેમનો ભારત આવવાનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

કોહલી એકલા જ પરત આવ્યા છે, તેમની પત્ની અનુષ્કા શર્મા તેમની સાથે જોવા મળ્યા નથી. આના કારણે એક મોટો સવાલ ઊભો થયો છે કે શું તેઓ ભારતીય ટીમ સાથે ઑસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે રવાના થતા પહેલાં વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરશે કે નહીં.

Advertisement

Advertisement

પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા જશે? (Virat Kohli India Return)

વિરાટ કોહલી નિયમિતપણે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા જતા રહે છે. એવી ચર્ચા છે કે મહારાજની મુલાકાત બાદ કોહલીના કરિયરમાં ચાલી રહેલી ખરાબ સ્થિતિમાં સુધારો થયો છે. તાજેતરમાં પ્રેમાનંદ મહારાજની તબિયત પણ નાદુરસ્ત હોવાના અહેવાલ હતા. આ મુલાકાત થશે કે કેમ, તે જોવું રહ્યું, કારણ કે તેઓ સામાન્ય રીતે પરિવાર સાથે જ વૃંદાવન જાય છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને તૈયારીઓ

ભારતીય ટીમનો આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ જ નજીક છે. પ્રથમ વનડે મેચ 19 નવેમ્બરના રોજ યોજાવાની છે, અને ટીમ ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયા માટે ઉડાન ભરશે. સમયની ઓછી ઉપલબ્ધતાને કારણે કોહલીને કદાચ મુલાકાત માટે પૂરતો સમય ન મળે. કોહલી અને કેપ્ટન રોહિત શર્મા છેલ્લે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારત માટે રમ્યા હતા. કોહલીએ લંડનમાં રહેવા દરમિયાન થોડો અભ્યાસ પણ કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે તેમનો અને રોહિતનો બેટિંગ રેકોર્ડ સારો રહ્યો છે, તેથી આ પ્રવાસમાં પણ તેમના પાસેથી રનની અપેક્ષા છે.

આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજાએ સંન્યાસ પર મૌન તોડ્યું; 2027 વર્લ્ડ કપ રમવા પર શું કહ્યું?

Tags :
Advertisement

.

×