2027ના વર્લ્ડ કપને લઈને Virat Kohli ની મોટી જાહેરાત,જુઓ Video
- 2027ના વર્લ્ડ કપને લઈને વિરાટ મોટી જાહેરાત
- 15 સેકન્ડના વીડિયોએ ચર્ચાનો વિષય બન્યો
- ખુદ કોહલીએ આ વાતની જાહેરાત કરી
Virat Kohli : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli )મેદાનમાં જોવા માટે ચાહકો અવારનવાર ઉત્સુક હોય છે. વિરાટે એક બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. હવે કોહલીની સાથે બે ICC ટ્રોફી ટેગ પણ ઉમેરાયા છે. 2024માં તેણે T20 વર્લ્ડ કપ જીત્યો અને ગયા મહિને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. પરંતુ અસલી મિશન હજુ બાકી છે.આ 15 સેકન્ડના વીડિયોમાં વિરાટે સ્પષ્ટપણે કહ્યું છે ખુદ કોહલીએ આ વાતની જાહેરાત કરી છે . 2027નો વર્લ્ડ કપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માંગે છે.
સંન્યાસ અંગે થઈ હતી ચર્ચા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના સંન્યાસને (Virat Kohli Retirement) લઈને ચર્ચાઓ થઈ હતી. કેપ્ટન હિટમેને ખિતાબ જીત્યા બાદ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હવે વિરાટ કોહલીએ જણાવ્યું છે કે તેનું આગામી મોટું પગલું શું હશે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના આગામી મિશન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.
Question: Seeing In The Present, Any Hints About The Next Big Step?
Virat Kohli Said: The Next Big Step? I Don't Know. Maybe Try To Win The Next World Cup 2027.🏆🤞 pic.twitter.com/aq6V9Xb7uU
— virat_kohli_18_club (@KohliSensation) April 1, 2025
આ પણ વાંચો - MI vs KKR : મુંબઈ માટે માથાનો દુખાવો બન્યા Rohit Sharma
કોહલીનું આગામી મિશન શું ?
વિરાટ અને રોહિત આગામી વનડે વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ કોહલીએ આગામી મોટા પગલાની તૈયારી કરી લીધી છે. તેણે એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેની જાહેરાત બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચો - MI Vs KKR : મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત,કોલકાતાને 8 વિકેટથી હરાવ્યું
વર્લ્ડ કપ 2023માં ભારત ફાઈનલમાં હાર્યું હતું
ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023માં ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર રહી હતી. ભારતીય ટીમને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે આ હારનો હિસાબ લીધો છે. હવે જોવાનું એ રહેશે કે કોહલી પોતાના નિર્ણય પર અડગ રહે છે કે નહીં.


