Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sania Mirza સાથે લગ્ન વિશે આ શું કહી ગયા Mohammad Shami!

Mohammad Shami અને Sania Mirza ના લગ્નની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. કેમ કે આ ચર્ચા લાંબા સમયથી ઇન્ટરનેટ ઉપર ચાલી રહી છે તેટલા માટે પ્રશંસકો હવે તેમના વિચારથી રાહ જોઈ રહ્યા હતા. હવે Mohammad Shami એ આ...
sania mirza સાથે લગ્ન વિશે આ શું કહી ગયા mohammad shami
Advertisement

Mohammad Shami અને Sania Mirza ના લગ્નની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. કેમ કે આ ચર્ચા લાંબા સમયથી ઇન્ટરનેટ ઉપર ચાલી રહી છે તેટલા માટે પ્રશંસકો હવે તેમના વિચારથી રાહ જોઈ રહ્યા હતા. હવે Mohammad Shami એ આ વાત ઉપર પોતાના મંતવ્યો લોકો સામે મૂક્યા છે. યુટ્યુબ શોમાં વાત કરતી વખતે મોહમ્મદ શમીએ કહ્યું, “જે પણ સમાચાર આવ્યા, તેના પર પ્રતિક્રિયા આપવી તે મારા માટે મોટી વાત નથી. હું આવા સમાચાર જોતો હતો, પરંતુ હું તેને કોઈ મહત્વ આપતો ન હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Mohammad Shami એ કહ્યું - જો તમારામાં હિંમત હોય તો...

Advertisement

Mohammad Shami એક યૂટ્યૂબ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા. આ ઇન્ટરવ્યૂમાં તેમણે સમગ્ર બાબત ઉપર વાત કરી હતી અને સાનિયા મિર્જા સાથેના લગ્ન વિશેની વાત ઉપર કહ્યું હતું કે - 'આ એકદમ વિચિત્ર છે, આના પર મારે શું કહેવું જોઈએ? હું કહેવા માંગુ છું કે આવા ખોટા સમાચારોને આગળ ન લેવા જોઈએ. હું સંમત છું કે મીમ્સ હોવા જોઈએ, એમાં કંઈ ખોટું નથી પણ ખોટી બાબતો વિશે અફવા ફેલાવવી એ ખોટું છે. 'તમે મીમ્સ બનાવીને મજા કરી શકો છો, પરંતુ કોઈ બીજાના જીવન વિશે મેમ્સ બનાવવું ખોટું છે. મીમ્સ હંમેશા સમજી વિચારીને બનાવવી જોઈએ. આ બિલકુલ ખોટું છે. જો તમારામાં હિંમત હોય તો વેરિફાઈડ એકાઉન્ટમાંથી આવા મીમ્સ શેર કરો, પછી હું કહીશ.

Advertisement

પોતાની ઇજા વિશે પણ આપી અપડેટ

Mohammad Shami વર્લ્ડ કપ 2023 બાદથી જ ઇજાગ્રસ્ત છે. તેમણે પોતાના ફિટનેસ વિશે પણ વાત આ ઇન્ટરવ્યૂ કરી હતી. તેણે કહ્યું કે તે હવે ફિટ થઈ રહ્યો છે અને પોતાના વિશે સારું અનુભવી રહ્યો છે. ટૂંક સમયમાં તે પોતાની ફિટનેસ પર કામ કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે અને ટીમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : Ravindra Jadeja And ODI: રોહિત અને કોહલીના મનપસંદ ખેલાડીને ગૌતમ ગંભીરે કર્યો ODI માંથી આઉટ!

Tags :
Advertisement

.

×