Virat Kohli એ ભારત છોડીને વિદેશમાં રહેવાનું કેમ નક્કી કર્યું?
- Virat Kohli એ ભારત છોડીને વિદેશમાં રહેવાનું નક્કી કર્યું?
- ભારત છોડીને લંડનમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે કોહલી–અનુષ્કા
- પરિવારને પ્રાથમિકતા આપી વિરાટ કોહલીએ જીવનમાં કર્યો મોટો ફેરફાર
- વિરાટ કોહલી : ખાનગી જીવન માટે ભારત છોડવાનો નિર્ણય
- પરિવાર અને બાળકો માટે કોહલીનો વિદેશ તરફનો રસ્તો!
Virat Kohli and Anushka Sharma : ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલી માત્ર મેદાન પરની પોતાની હાજરી માટે જ નહીં પરંતુ પોતાના જીવનના મોટા નિર્ણયોને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે વિરાટ કોહલી (Virat Kohli) એ ભારત છોડીને વિદેશમાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પાછળના કારણો જાણી લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે, કે આટલો મોટો ક્રિકેટર્સ અચાનક ભારત દેશ કે જ્યા તેને સૌથી વધુ પ્રેમ અને માન-સન્માન મળી રહ્યું છે, તે વિદેશમાં કેમ વસવાટ કરવાનું વિચારે છે. તો આવો જાણીએ આ વિશે...
ખાનગી જીવનને પ્રાથમિકતા
વિરાટ કોહલી (Virat Kohli) વર્ષોથી સતત ક્રિકેટ રમતા આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, IPL અને અન્ય લીગમાં સતત વ્યસ્ત શેડ્યૂલને કારણે તેમને પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો ઓછો મળતો હતો. કોહલીએ કહ્યું છે કે હવે તેઓ પોતાના ખાનગી જીવન અને પરિવારને વધુ પ્રાથમિકતા આપવા માંગે છે. વિદેશમાં રહેતા તેઓ વધુ શાંતિપૂર્ણ અને ખાનગી જીવન જીવી શકશે. જણાવી દઇએ કે, આ કપલ લંડનમાં છે, જ્યાં તેઓ બધા ગ્લેમરથી દૂર શાંત જીવન જીવી રહ્યા છે. તેઓ 2024 માં ભારત છોડીને ગયા હતા પરંતુ તેઓ કામ માટે દેશની મુલાકાત લેતા રહે છે.
View this post on Instagram
અનુષ્કા શર્માની પસંદગી
વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. અનુષ્કાએ પણ પોતાના બાળકોને વધુ ખુલ્લું અને સુરક્ષિત વાતાવરણ આપવા માટે વિદેશમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંનેએ મળીને નિર્ણય કર્યો કે પરિવાર માટે યોગ્ય વાતાવરણ અને સારી સુવિધાઓ મેળવવા માટે વિદેશમાં સ્થાયી થવું સારું રહેશે. અનુષ્કા અને વિરાટ બે બાળકોના માતાપિતા છે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી (Anushka Sharma and Virat Kohli) ની પહેલી મુલાકાત 2013 માં એક ટીવી જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા પરંતુ તેઓએ તેમના સંબંધો છુપાવ્યા હતા. 2017 માં, તેઓએ ઇટાલીમાં એક ઘનિષ્ઠ કાર્યક્રમમાં લગ્ન કર્યા. આ દંપતીએ જાન્યુઆરી 2021 માં પુત્રી વામિરાનું સ્વાગત કર્યું. બાદમાં ફેબ્રુઆરી 2024 માં, તેઓ પુત્ર અકયના માતાપિતા બન્યા.
Kohli ના ક્રિકેટ કરિયર પર અસર નહીં
ઘણા ચાહકોને પ્રશ્ન છે કે શું આ નિર્ણયથી વિરાટ કોહલી (Virat Kohli) ના ક્રિકેટ કરિયરને અસર પડશે? પરંતુ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું દેશપ્રેમ અડગ છે અને તેઓ ભારતીય ટીમ માટે રમી રહ્યા છે અને ભવિષ્યમાં પણ રમતા રહેશે. રહેવાની જગ્યા બદલવાથી તેમના ક્રિકેટ પ્રદર્શન પર કોઈ અસર નહીં પડે. કોહલી અને અનુષ્કા તેમના બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ ગંભીર છે. તેઓ ઇચ્છે છે કે બાળકોને વિશ્વસ્તરીય શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ મળે. વિદેશમાં રહેવાથી તેઓને આ બંને સુવિધાઓ સરળતાથી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હંમેશા પોતાના સ્વસ્થ જીવનશૈલી માટે જાણીતા રહ્યા છે. સતત દબાણ અને વ્યસ્ત જીવનમાંથી દૂર રહીને તેઓ પોતાના મન અને શરીરને તાજગી આપવા માંગે છે.
આ પણ વાંચો : Asia Cup T20 : આ ટુર્નામેન્ટના ટોપ 5 સ્કોરર્સમાં ભારતના બે દિગ્ગજ, અંતિમ નામ તમને ચોંકાવી દેશે


