મહિલા વર્લ્ડ કપ 2025નો પ્રારંભ: આજે ભારત Vs શ્રીલંકા, કોણ મારશે બાઝી?
- આજથી વન-ડે વર્લ્ડ કપ 2025ની શરૂઆત (womens world cup 2025)
- ભારત અને શ્રીલંકા વચ્ચે જામશે રોમાંચક ટક્કર
- ગુવાહાટીના સુંદર બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ
womens world cup 2025 : ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ, મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025, આજથી એટલે કે 30 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ગ્રાન્ડ ટૂર્નામેન્ટની શરૂઆત સહ-યજમાન ભારત મહિલા (IND-W) અને શ્રીલંકા મહિલા (SL-W) વચ્ચેની રોમાંચક ટક્કર સાથે થશે. આ ઉદ્ઘાટન મુકાબલો ગુવાહાટીના સુંદર બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
મેચનો સમય અને અપેક્ષાઓ
ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થનારી આ મેચ ક્રિકેટ ચાહકો માટે કોઈ ઉત્સવથી ઓછી નહીં હોય. ચાહકોને અપેક્ષા છે કે બંને ટીમો શાનદાર પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરશે.
ભારત: પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં (womens world cup 2025)
હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય મહિલા ટીમ આ વખતે ઘરઆંગણે પોતાનો પહેલો વર્લ્ડ કપ ખિતાબ જીતવા માટે આતુર છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં 1-2થી હાર મળી હોવા છતાં, ટીમનો જુસ્સો ઊંચો છે. ઓસ્ટ્રેલિયા સામેના સંઘર્ષ અને વિદેશની ધરતી પર ઇંગ્લેન્ડ સામેની યાદગાર મલ્ટી-ફોર્મેટ સિરીઝ જીતે ટીમને વધુ મજબૂત બનાવી છે. સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને પ્રતિભાશાળી યુવા ખેલાડીઓથી સજ્જ આ ટીમ ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઊતરી રહી છે.
It all starts tomorrow! 🙌
Drop in your wishes for the #WomenInBlue 💙✍️
Grab your #CWC25 Tickets now: https://t.co/vGzkkgwpDw #TeamIndia pic.twitter.com/aYmBLtNFrI
— BCCI Women (@BCCIWomen) September 29, 2025
શ્રીલંકા પણ ટક્કર આપવા તૈયાર
સહ-યજમાન શ્રીલંકા મહિલા ટીમ પણ પોતાની તૈયારીઓ સંપૂર્ણ કરી ચૂકી છે. તાજેતરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે ટ્રાઇ-સિરીઝની ફાઇનલ સુધીની તેમની સફર તેમની ક્ષમતા દર્શાવે છે. જોકે તેઓ ખિતાબ જીતવામાં ચૂકી ગયા હતા, પરંતુ ચમારી અથાપથુની આગેવાની હેઠળની આ ટીમ ઘરઆંગણાના વાતાવરણનો લાભ ઉઠાવવા માંગે છે. શ્રીલંકાની ટીમ ભારતીય ટીમને સખત ટક્કર આપીને ઇતિહાસ રચવાની આશા રાખી રહી છે.
પિચ રિપોર્ટ અને હેડ-ટુ-હેડ આંકડા
બરસાપારા સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે સ્વર્ગ ગણાય છે, જ્યાં સારો ઉછાળ અને ઝડપી આઉટફિલ્ડ હોય છે. શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ મળી શકે છે, પરંતુ જેમ-જેમ રમત આગળ વધશે તેમ-તેમ પિચ ધીમી પડતાં સ્પિનરોને પણ અસરકારકતા જોવા મળશે. આંકડાઓની વાત કરીએ તો, ભારતનો પલડું શ્રીલંકા પર ખૂબ ભારે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલી 35 વન-ડે મેચોમાંથી, ભારતે 31 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકા માત્ર 3 મેચ જીતવામાં સફળ રહ્યું છે. શું શ્રીલંકા આજે આ આંકડાઓ બદલીને એક મોટો અપસેટ સર્જશે?
આ પણ વાંચો : ભારતના ઈન્કાર બાદ ACC ચીફ મોહસિન નકવી ટ્રોફી લઈ ગયા, હવે પરત કરવાનો આદેશ


