Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WPL AUCTION : મહિલાઓની પ્રીમિયર લીગની આજે હરાજી, ગુજરાતની ટીમ પાસે છે સૌથી વધુ રકમ 

મહિલા પ્રીમિયર લીગ 2024 માટે આજનો દિવસ એક મોટો દિવસ છે. WPLની હરાજી આજે થવા જઈ રહી છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો એ પણ જોવા માંગે છે કે તેમની ફેવરિટ ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ થાય છે....
wpl auction   મહિલાઓની પ્રીમિયર લીગની આજે હરાજી  ગુજરાતની ટીમ પાસે છે સૌથી વધુ રકમ 
Advertisement

મહિલા પ્રીમિયર લીગ 2024 માટે આજનો દિવસ એક મોટો દિવસ છે. WPLની હરાજી આજે થવા જઈ રહી છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો એ પણ જોવા માંગે છે કે તેમની ફેવરિટ ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ મોટો છે. WPL હરાજી બપોરે 3 વાગ્યે શરૂ થવાની છે. WPLમાં કુલ 5 ટીમો ભાગ લે છે. આવો તમને જણાવીએ કે કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે.

Advertisement

ગુજરાતની ટીમ પાસે છે સૌથી વધુ રકમ 

Advertisement

WPLમાં ભાગ લેનાર 5 ટીમોમાં મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. WPLની શરૂઆત વર્ષ 2023માં કરવામાં આવી હતી. આ લીગની પ્રથમ સિઝન મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી. આવી સ્થિતિમાં આ સિઝનમાં કોણ આ ટાઈટલ જીતે છે તે જોવું રહ્યું. હરાજીની વાત કરીએ તો તેના માટે કુલ 165 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે. જેમાંથી 104 ખેલાડીઓ ભારતીય અને 31 ખેલાડીઓ વિદેશી છે. આ 5 ટીમોમાં સૌથી વધુ રકમ ગુજરાત જાયન્ટ્સ પાસે છે.

કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે?

તમને જણાવી દઈએ કે ગુજરાત જાયન્ટ્સના પર્સમાં કુલ 5.95 કરોડ રૂપિયા બાકી છે. યુપી વોરિયર્સ સૌથી વધુ રકમ ધરાવવાના મામલે બીજા સ્થાને છે, જેની પાસે 4 કરોડ રૂપિયા છે. તે જ સમયે, ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે, જેની પાસે 3.35 કરોડ રૂપિયા છે. દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 2.25 કરોડ અને મુંબઇ ઇન્ડિયન્સ પાસે રૂ. 2.1 કરોડની રકમ બાકી છે. તમામ 5 ટીમો સહિત કુલ 17.65 રૂપિયાની રકમ ખેલાડીઓની ખરીદી માટે બાકી છે.

આ ખેલાડીઓ ઉપર રહેશે નજર 

ડિઆન્ડ્રા ડોટિન અને કિમ ગાર્થ એ બે ખેલાડીઓ છે જેની બેઝ કિંમત 50 લાખ રૂપિયા છે. એન્નાબેલ સધરલેન્ડ અને જ્યોર્જિયા વેરહેમ, બંને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેમણે પ્રથમ WPLમાં ભાગ લીધો હતો, તેમની બેઝ કિંમત રૂ. 40 લાખ રાખવામાં આવેલી છે.

દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલ અને ઈંગ્લેન્ડની એમી જોન્સ અન્ય બે ખેલાડી છે જેની બેઝ કિંમત રૂ. 40 લાખ છે. દિગ્ગજ ભારતીય ક્રિકેટરો વેદા કૃષ્ણમૂર્તિ, પૂનમ રાઉત, સુષ્મા વર્મા, એકતા બિષ્ટ, ગૌહર સુલતાના અને મોના મેશ્રામ રૂ. 30 લાખની પ્રારંભિક કિંમત સાથે હરાજીમાં આવનાર છે.

આ પણ વાંચો -- સચિનનો 100 સદીનો રેકોર્ડ શું કોહલી તોડી શકશે ? લારાએ આપ્યો આ જવાબ

Tags :
Advertisement

.

×