WTC Final 2025: ઓસ્ટ્રેલિયાએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, સ્ટાર ખેલાડીનું કપાયું પત્તું
- ઓસ્ટ્રેલિયાએ કરી પ્લેઈંગ કરી જાહેરાત
- સિનીયર ખેલાડીઓને સ્થાન મળ્યું
- સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી
WTC Final 2025 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025ની (WTC Final 2025 )મેચ 11 જૂને રમાશે. આ મેચ લંડનના લોર્ડ્સમાં રમવવાની છે. આ મેચ માટે પહેલા સાઉથ આફ્રિકાની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી, જ્યારે થોડી વાર પછી ઓસ્ટ્રેલિયાએ પણ ફાઈનલ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની (Australia playing XI)જાહેરાત કરી છે.ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા સિનીયર ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટીમમાં યુવા ખેલાડીઓ સિવાય સિનીયર ખેલાડીઓ પર ભરોષો વ્યક્ત કર્યો છે.
ટેસ્ટમાં નંબર-1 બેટ્સમેન રહેલા માર્નસ લાબુશેન અનુભવી ઉસ્માન ખ્વાજા સાથે ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. મિડલ ઓર્ડરની જવાબદારી સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને વિકેટકીપર એલેક્સ કેરીને સોંપવામાં આવી છે. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પીઠની સર્જરી પછી પોતાની પહેલી ટેસ્ટ રમશે, જ્યારે બ્યુ વેબસ્ટરે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કેમેરોન ગ્રીને ગયા વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી તે ઈજાને કારણે મેદાનથી દૂર હતો.
આ પણ વાંચો - MS Dhoni ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કૈરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
આ પણ વાંચો - BCCI એ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
ટેમ્બા બાવુમા, એડન માર્કરામ, રિયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંઘમ, કાયલ વેરેલ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી.
WTC ફાઈનલ માટે સાઉથ આફ્રિકાની ટીમ
ટોની ડી જોરજી, રિયાન રિકલ્ટન, એડન માર્કરામ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંઘમ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરિયન, વિયાન મુલ્ડર, માર્કો યાન્સેન, કાર્બિન બોશ, કાગિસો રબાડા, લુંગી એનગિડી, ડેન પેટરસન, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી.
WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ,મેરેનસ લાબુષાણયા, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિશ, કેમરૂન ગ્રીન, બ્યૂ વેબસ્ટર, પેટ કમિંસ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, સ્કોટ બોલેન્ડ, નાથન લાયન, મેટ કુહનેમેન.