WTC Points Table : ટીમ ઈન્ડિયાની મોટી છલાંગ,ઇંગ્લેન્ડને થયું મોટું નુકસાન,જુઓ નંબર-1 કોણ છે?
WTC Points Table : ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ (India vs England Test Series)મેચમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship 2025 Points Table) ના પોઈન્ટ ટેબલમાં મોટી પ્રગતિ કરી છે. આ જીતને કારણે ભારતીય ટીમ હવે સીધી ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ એક સ્થાન નીચે સરકીને ચોથા ક્રમે આવી ગઈ છે.આ શ્રેણી ડ્રો થવા છતાં, ભારતને આ જીતનો સીધો ફાયદો થયો છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા હજુ પણ પહેલા સ્થાને યથાવત છે.
શુભમન ગિલ ની કપ્તાની હેઠળ ભારતની 2 જીત
શુભમન ગિલ ની કપ્તાની હેઠળ ભારતે 2 જીત, 2 હાર અને 1 ડ્રો સાથે PCT 46.67 હાંસલ કર્યો છે. બીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમ 2 જીત, 2 હાર અને 1 ડ્રો સાથે PCT 43.33 સાથે ચોથા ક્રમે સરકી ગઈ છે. ઓસ્ટ્રેલિયા 100 PCT સાથે પ્રથમ સ્થાન પર અને શ્રીલંકા 66.67 PCT સાથે બીજા સ્થાન પર છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે
જો આપણે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીના અંત પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો ઓસ્ટ્રેલિયાની(Australia) ટીમ નંબર વન પર છે. તેણે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. તેનો PCT 100 છે. આ પછી, શ્રીલંકાની (Sri Lanka)ટીમ બીજા નંબર પર છે. શ્રીલંકાએ અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બે મેચ રમી છે અને એક જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ટીમે કોઈ મેચ હાર્યું નથી. તેથી, તેનો PCT 66.67 છે.
આ પણ વાંચો -Mohammed Siraj નું નામ વિશ્વ ક્રિકેટમાં ગૂંજ્યું, ઓવલના મેદાનમાં પર રચ્યો ઇતિહાસ
ભારતીય ટીમ સીધી ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે
હવે ઈંગ્લેન્ડને હરાવીને, ભારતીય (India)ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમે અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 મેચ રમી છે, જેમાંથી ભારતે બે મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો રહી છે. ભારતનો PCT હવે વધીને 46.67 થઈ ગયો છે. તે જ સમયે, ઈંગ્લેન્ડની ટીમ હવે ચોથા નંબર પર સરકી ગઈ છે. ઈંગ્લેન્ડે પણ પાંચ મેચ રમી છે. આમાંથી, તેણે બે જીત્યા છે અને બે હાર્યા છે. એક મેચ ડ્રો રહી હતી. ટીમનો PCT હાલમાં 43.33 છે.
Skipper Shubman Gill is proud of his team 😍 #WTC27 | #ENGvIND | ➡️ https://t.co/czi0iO1FUH pic.twitter.com/eUqpERfkQQ
— ICC (@ICC) August 4, 2025
આ પણ વાંચો -IND vs ENG 5th Test : રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
બાંગ્લાદેશ (Bangladesh)અને વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ની ટીમો પાછળ છે
બાંગ્લાદેશની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે છે. તેણે બે મેચ રમી છે. આમાંથી, તેણે એક મેચ હારી છે અને એક મેચ ડ્રો રહી છે. વેસ્ટ ઈન્ડિઝની(West Indies) ટીમ છેલ્લા એટલે કે છઠ્ઠા સ્થાને છે. ટીમે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાંથી તે એક પણ જીતી શકી નથી, ટીમ બધી મેચ હારી ગઈ છે. તેથી, તેનો PCT શૂન્ય છે.


