Yuzvendra Chahal કથિત ગર્લફ્રેન્ડ મળ્યો જોવા, મિસ્ટ્રી ગર્લએ કહ્યું 'મેં તમને....
- ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીત આખો દેશ ઉજવણીમાં ડૂબ્યો
- સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી
- મેચ દરમિયાન તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ચહલ
Yuzvendra Chahal :ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો છે. ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર (Yuzvendra Chahal)ચહલ ચર્ચામાં છે. ગઈકાલે રાત્રે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન તે એક મિસ્ટ્રી RJMahvash ગર્લ સાથે જોવા મળ્યો હતો.
મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો ચહલ
યુઝવેન્દ્ર ચહલ ભલે મેચનો ભાગ ન હોય, પરંતુ તેને સૌથી વધુ ચર્ચા મેળવી. તેને સ્ટેડિયમમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો, જેનાથી તેની ડેટિંગ અંગે અટકળો શરૂ થઈ ગઈ. તે મિસ્ટ્રી ગર્લ રેડિયો જોકી અને એક્ટ્રેસ માહવાશ હતી. આ બધું ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર વચ્ચે થયું.
આરજે માહવાશે શેર કરી પોસ્ટ
હવે માહવિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. આ વીડિયોમાં ભારતની જીત પછી સેલિબ્રેશનનો વીડિયો છે. આ દરમિયાન ચહલ પણ તેની સાથે હાજર હતો, પરંતુ તેનો ફેસ ઓછો દેખાતો હતો. માહવાશે કેપ્શનમાં લખ્યું, "મેં તમને કહ્યું હતું કે, હું જીત સાથે પાછી આવીશ! હું ટીમ ઈન્ડિયા માટે ભાગ્યશાળી છું.
View this post on Instagram
એક વીડિયોમાં, માહવાશ આખા સ્ટેડિયમ સાથે ભારતની જીતની ઉજવણી કરતી જોવા મળી રહી હતી, જ્યારે આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. બાકીના તસવીરોમાં પણ આ જ દ્રશ્ય જોવા મળ્યું. તેણે તેના મેચ નાઈટ ડ્રેસનો ફોટો પણ શેર કર્યો.
આ પણ વાંચો -ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની કરી જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન
ફેન્સે આપી પ્રતિક્રિયા
માહવાશની આ પોસ્ટ પર કોમેન્ટનો પૂર આવ્યો. ઘણા ફેન્સે ચહલ અને ધનશ્રી વિશે ફની પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે લખ્યું છે કે "ચહલની બોલિંગ સ્પીડ: 75 કિમી પ્રતિ કલાક, ચહલની મૂવ-ઓન સ્પીડ: 999+ કિમી પ્રતિ કલાક!" આ દરમિયાન અન્ય એક યુઝરે કહ્યું કે "ચહલ ભાઈ મજા કરી રહ્યા છે!" બીજી એક ફની કોમેન્ટમાં લખ્યું હતું કે "ધનશ્રીના 10000000 મિસ્ડ કોલ્સ!"
આ પણ વાંચો -Ravindra Jadeja એ નિવૃત્તિ પર તોડ્યું મૌન! ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
ચહલ અને ધનશ્રીના છૂટાછેડા
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડાની ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા. આ પછી, અટકળો શરૂ થઈ, જે પાછળથી સાચી સાબિત થઈ. મીડિયા રિપોર્ટ મુજબ કપલના છૂટાછેડા અંગેની સુનાવણી હાલમાં કોર્ટમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020 માં ગુરુગ્રામમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત કોરોના મહામારી દરમિયાન થઈ હતી, જ્યારે ચહલે ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો.


