Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલે વ્યક્ત કર્યું 'દુ:ખ', પોસ્ટ થઈ વાયરલ

છૂટાછેડાના વચ્ચે યુઝવેન્દ્ર ચહલે દુ:ખ વ્યક્ત કર્યું ચહલે પણ ધનશ્રી વર્મા તમામ તસવીરો હટાવી દીધી ધનશ્રીએ ચહલને અનફોલો કરી દીધા   Yuzvendra Chahal Divorce:ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા(Yuzvendra Chahal Divorce)ની અટકળો...
છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલે વ્યક્ત કર્યું  દુ ખ   પોસ્ટ થઈ વાયરલ
Advertisement
  • છૂટાછેડાના વચ્ચે યુઝવેન્દ્ર ચહલે દુ:ખ વ્યક્ત કર્યું
  • ચહલે પણ ધનશ્રી વર્મા તમામ તસવીરો હટાવી દીધી
  • ધનશ્રીએ ચહલને અનફોલો કરી દીધા

Yuzvendra Chahal Divorce:ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા(Yuzvendra Chahal Divorce)ની અટકળો ચાલી રહી છે. પરંતુ ચહલ અને ધનશ્રી વર્મા દ્વારા છૂટાછેડાને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જ્યારે ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી વર્મા (Dhanashree Verma)સાથેના તમામ ફોટો હટાવી દીધા છે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહી છે.

Advertisement

ચહલની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચહલે લખ્યું છે કે "મૌન એ લોકો માટે એક ગહન સંગીત છે જે તેને બધા અવાજથી આગળ સાંભળી શકે છે" ચહલ અને ધનશ્રીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચહલે પણ ધનશ્રી વર્મા સાથેની પોતાની તમામ તસવીરો હટાવી દીધી હતી. પરંતુ ધનશ્રી વર્માના એકાઉન્ટ પર હજુ પણ બંનેની તસવીરો છે.

Advertisement

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો ચહલ

છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલની મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચહલ તે છોકરી સાથે હોટલમાં જોવા મળ્યો હતો, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે તે છોકરી કોણ છે?

આ પણ  વાંચો -ગૌતમ ગંભીરની નોકરી ખતરામા! આ દિવસે રિપોર્ટ કાર્ડ ચેક કરશે BCCI

છૂટાછેડાની ઔપચારિક જાહેરાત હજુ બાકી છે: રિપોર્ટ

વર્ષ 2023 દરમિયાન ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના યુઝર નેમમાંથી ચહલ સરનેમ હટાવી દીધી હતી. તેણે એક સ્ટોરી પણ શેર કરી અને લખ્યું કે નવું જીવન આવી રહ્યું છે. ત્યારે પણ તેમના સંબંધોને લઈને વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી હતી. પરંતુ આ મામલો ટૂંક સમયમાં શાંત થઈ ગયો. પરંતુ હવે બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંનેના છૂટાછેડા લગભગ નિશ્ચિત છે. તેની ઔપચારિક જાહેરાત હજુ થવાની બાકી છે.

આ પણ  વાંચો -India ODI Series:T20 અને ટેસ્ટમાં મચાવી ધમાલ, હવે ODIમાં ડેબ્યૂ કરશે ભારતીય સ્ટાર!

2020 માં થયા હતા લગ્ન

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પહેલી મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી. ધનશ્રીએ એક રિયાલિટી શોમાં જણાવ્યું હતું કે ચહલે ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. ટૂંક સમયમાં જ બંનેએ તેમના સંબંધોને નામ આપ્યું. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં ખૂબ જ ધામધૂમથી થયા.

Tags :
Advertisement

.

×