ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં મામાના મિત્ર દ્વારા કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ

સચીન વિસ્તારની ઘટના મામાના મિત્ર દ્વારા કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયોપીડિતાએ ચીસો પાડતાં નરાધમ નાસી છૂટ્યો કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લેવાની કોશિશ કરતા કિશોરીએ બૂમો પાડી હતીસુરત (Surat)માં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં મામાના મિત્ર દ્વારા નાની ભાણી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરાતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીની માતાએ સચિન પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવત
03:52 AM Feb 07, 2023 IST | Vipul Pandya
સચીન વિસ્તારની ઘટના મામાના મિત્ર દ્વારા કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયોપીડિતાએ ચીસો પાડતાં નરાધમ નાસી છૂટ્યો કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લેવાની કોશિશ કરતા કિશોરીએ બૂમો પાડી હતીસુરત (Surat)માં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં મામાના મિત્ર દ્વારા નાની ભાણી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરાતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીની માતાએ સચિન પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવત
  • સચીન વિસ્તારની ઘટના 
  • મામાના મિત્ર દ્વારા કિશોરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો
  • પીડિતાએ ચીસો પાડતાં નરાધમ નાસી છૂટ્યો 
  • કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લેવાની કોશિશ કરતા કિશોરીએ બૂમો પાડી હતી
સુરત (Surat)માં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં મામાના મિત્ર દ્વારા નાની ભાણી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરાતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીની માતાએ સચિન પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

કિશોરીને એકલી જોઈ નરાધમ રૂમ પાર્ટનરે દાનત બગાડી 
સચિન સુડા વિસ્તારમાં રહેતી મહિલા ગઈ કાલે પોતાની પુત્રીને સચિન વિસ્તારમાં રહેતા ભાઈને ઘરે મૂકીને કામ પર ગઈ હતી.જયારે મામા પણ શાકભાજી લેવા ચાલ્યો ગયો હતો.ત્યારે રૂમમાં કિશોરીને એકલી જોઈ નરાધમ રૂમ પાર્ટનરે દાનત બગાડી હતી અને કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લેવાની કોશિશ કરી હતી.જોકે કિશોરીએ બૂમો પાડવા લાગતા નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા.આસપાસના લોકો દ્વારા પોલીસ ને જાણ કરાઇ હતી. બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ જાણવા મળતા સચીન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, 

કિશોરીએ હિંમત દાખવીને બુમાબુમ કરવા લાગતા નરાધમ ચંદન ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
નરાધમ અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ આ દંપતી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.  મહિલાએ ગઈ કાલે પોતાની ૧૨ વર્ષીય પુત્રીને સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમા રહેતા પોતાના ભાઈના ઘરે મૂકીને કામ ઉપર ચાલી ગઈ હતી.સાંજે કિશોરીનો મામા તેના મિત્રને કહીઁ શાકભાજી લેવા માટે ગયો હતો.ત્યારે કિશોરી રૂમમાં એકલી હતી. તે વખતે તેના મામાના રૂમ પાર્ટનર ચંદન વિલાસ પાસવાને કિશોરીને એકલી જોઈએ તેને પકડી લીધી હતી અને મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો.કિશોરીએ હિંમત દાખવીને બુમાબુમ કરવા લાગતા નરાધમ ચંદન ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ઘટનાને પગલે સ્થળ ઉપર લોકો પણ ભેગા થઇ ગયા હતા.તેની માતાને જાણ કરવામાં આવતા તે પણ તાત્કાલિક દોડી આવી હતી.ઘટના અંગે સચિન પોલીસ ને જાણ કરાઇ હતી,ત્યાર બાદ પીસીઆર તથા ડી- સટાફનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નરાધમ ચંદન આમ તેમ ભાગી છૂટે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ હાલમાં છેડતીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
નરાધમ શખ્સ પર ફિટકાર 
બનાવને પગલે સચિન વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આટલી નાની બાળા પર ખરાબ નજર માંડી તેની સાથે શારીરિક છેડછાડ થતાં અને તેણી સાથે દુર્વ્યવહાર કરવાની કોશીષ થતાં ચોમેરથી વિકૃત માનસીકતા ધરાવતા નરાધમ શખ્સ પર ફિટકાર વરસ્યો હતો.આ શખ્સને તાત્કાલીક ઝડપી પાડી, તેના વિરૂધ્ધ કાયદેસર રાહે કડક કામગીરી કરવા લોકો દ્વારા માગણી કરાઈ હતી.
પોલીસ સાથે વાત કરતા પીડિત દીકરીની માતા રડી પડી હતી, તેણીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે તેમને તેમની દીકરી માટે ન્યાય જોઈએ છે. તે નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી તે બીજા કોઈ ની દીકરી સાથે આવું ના કરી શકે.
આ પણ વાંચો--રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગુજરાત તીર્થ યાત્રા જૂનાગઢ પહોંચી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GujaratFirstRapeSuratSuratpoliceTeenageGirl
Next Article