સિટેક્સ સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પોનું ઉદ્ધાટન
દિગ્ગજ નેતાઓનો આજે સુરતમાં જમાવડો ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમ સુરતમાં ત્રિદિવસીય એક્સ્પોનું આયોજનઆગામી તા. ૭, ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ત્રિદિવસીય ‘સિટેક્સ સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો- ૨૦૨૩' યોજાશે આ કાર્યક્રમને ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ ના હસ્તે ખુલ્લો મુકાયો.સાથે જ કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત હાàª
06:49 AM Jan 07, 2023 IST
|
Vipul Pandya
- દિગ્ગજ નેતાઓનો આજે સુરતમાં જમાવડો
- ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમ સુરતમાં ત્રિદિવસીય એક્સ્પોનું આયોજન
- આગામી તા. ૭, ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ત્રિદિવસીય ‘સિટેક્સ સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ષ્પો- ૨૦૨૩' યોજાશે
- આ કાર્યક્રમને ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ ના હસ્તે ખુલ્લો મુકાયો.સાથે જ કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત હાજર રહ્યા
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને બાંગ્લાદેશના ડેપ્યુટી હાય કમિશનર ચિરંજીબ સરકાર હાજર રહ્યા
કાપડ (Textile) ઉદ્યોગને દુનિયામા બની રહેલી મશીનરી અને નવા સંશોધનો જોવાની તક મળવા સાથે પોતે પણ વૈશ્વિક સ્પર્ધામાં આધુનિક બને તે આશયથી સુરત (Surat) ખાતે ટેક્ષ્ટાઈલ એક્સ્પો (Textile Expo)નું આયોજન કરાયું છે જેને આજે ખુલ્લો મુકાયો છે.
સિટેક્સ- સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો-2023'નું આયોજન
ચેમ્બર દ્વારા 7 થી 9 જાન્યુઆરી સુધી સરસાણા એક્ઝિબીશન સેન્ટર ખાતે ‘સિટેક્સ- સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો-2023'નું આયોજન કરાયું છે. જેમાં ભારતમાં બનેલું 400 RPMવાળું તેમજ 2688 હૂકવાળું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીડ ટીએફઓ પણ લોન્ચ કરાશે. આ ઉપરાંત વિશ્વનું સૌથી લાંબુ 420 સેન્ટિમીટરનું રેપીય૨ જેકાર્ડ મશીન આ એક્ઝિબીશન દ્વારા પ્રથમ વખત ભારતમાં લોંચ કરાશે.
એક્ઝિબીશનમાં 100 જેટલા સ્ટોલ
એક્ઝિબીશનમાં 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગુજરાતના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, બાંગ્લાદેશના ડેપ્યુટી હાય કમિશનર ચિરંજીબ સરકાર, ભારત - સરકારના ટેકસટાઇલ્સ સેક્રેટરી - રચના શાહ, ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તા, ધારાસભ્ય સંદીપ દેસાઇ, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને ભારતના ટેકસટાઇલ કમિશ્નર રૂપ રાશીએ પણ ઉદ્ઘાટન - સમારોહમાં હાજરી આપી હતી
આ એક્ઝિબીશન થકી આ સ્થાનિક ટેક્નિકલ ટેક્સટાઈલને વેગ મળશે
એક્ઝિબીશનમાં વિશ્વનું સૌથી લાંબુ રેપીયર જેકાર્ડ દેશમાં પ્રથમ વખત લોંચ કરાયું હતું. તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા આ મશીનનું નિરીક્ષણ કરાયું હતું. આ મશીન ની લંબાઈ 420 સેમી જ્યારે 360 સેમીના મશીન હોવાની માહિતી આપવામાં આવી હતી. આ મશીનમાં એક સાથે 14 ફૂટ પહોળું કાપડ બનાવી શકાશે.જેમાં પડદા, કાર્પેટ સહિત હોમફર્નિશિંગના કાપડ બનાવી શકાય છે.
ટેક્સટાઇલ એક્સ્પો અનેક પ્રકારની મશીનરીઓ પણ લોન્ચ કરાઇ હતી
ટેકસટાઇલ મશીનરી, એન્સીલરી, એમ્બ્રોઇડરી-બ્રીડીંગ તથા એસેસરીઝ, ટેકનિકલ ટેકસટાઇલ મશીન, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અનેક એસેસરીઝ, વિશ્વની શ્રેષ્ઠ એરજેટ, વોટર જેટ, રેપીયર લૂમ્સ, ઈલેક્ટ્રોનિક જેકાર્ડ, વેલવેટ વિવિંગ, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્મિંગ, ડિજીટલ પ્રિન્ટીંગ, પ્રિન્ટીંગ ઈન્ક, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન વગેરે પણ લોન્ચ કરવામાં આવી હતી. ,સિટેક્સ એક્સપોની મોટી સખ્યામાં લોકોએ મુલાકાત લઈ લોકોએ સફળ બનાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article