નારગોલનો દરિયા કિનારો પ્રિવેડિંગ શૂટિંગ માટે બન્યો બેસ્ટ ડેસ્ટિનેશન
નારગોલનો દરિયા કિનારો પ્રિવેડિંગ શૂટિંગ માટે બન્યો બેસ્ટ ડેસ્ટિનેશન વલસાડ જિલ્લાનો નારગોલનો દરિયા કિનારો કુદરતી સૌંદર્ય થી ભરપૂર નારગોલ ગ્રામ પંચાયત માટે આવકનો વધુ એક સ્ત્રોત બન્યોનારગોલના દરિયા કિનારે રોજના પાંચથી વધુ યંગ કપલો પ્રિવેડિંગ શૂટિંગ માટે પહોંચે છેદર વર્ષે લગ્ન સિઝન દરમિયાન 1,000 થી વધુ કપલો પ્રિવેડિંગ શૂટિંગ માટે નારગોલના દરિયા કિનારે પહોંચે છે લગ્ન (Marriage)ની સીà
Advertisement
- નારગોલનો દરિયા કિનારો પ્રિવેડિંગ શૂટિંગ માટે બન્યો બેસ્ટ ડેસ્ટિનેશન
- વલસાડ જિલ્લાનો નારગોલનો દરિયા કિનારો કુદરતી સૌંદર્ય થી ભરપૂર
- નારગોલ ગ્રામ પંચાયત માટે આવકનો વધુ એક સ્ત્રોત બન્યો
- નારગોલના દરિયા કિનારે રોજના પાંચથી વધુ યંગ કપલો પ્રિવેડિંગ શૂટિંગ માટે પહોંચે છે
- દર વર્ષે લગ્ન સિઝન દરમિયાન 1,000 થી વધુ કપલો પ્રિવેડિંગ શૂટિંગ માટે નારગોલના દરિયા કિનારે પહોંચે છે
લગ્ન (Marriage)ની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલા લગ્નગ્રંથિથી જોડાનાર કપલોમાં પ્રિવેડિંગ શૂટિંગ નો ક્રેઝ વધી રહ્યો છે. પ્રિવેડિંગ ફોટો શૂટ કરાવવા માટે કપલો સારા ડેસ્ટિનેશની તલાશમાં હોય છે અને થનાર જીવનસાથી સાથે આકાશની નીચે, પ્રકૃતિના ખોળામાં કે પછી સનસેટના અદભુત નજારા સાથે યાદગારો પળોને કેમેરામા કેદ કરી લગ્ન એક યાદગાર સંભારણું બની રહે તે માટે કપલો રળિયામણા સ્થળે અને સુંદર લોકેશન ઉપર જઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરો પાસેથી પ્રિવેડિંગ શૂટ (Prevading Shoot) કરાવે છે. ત્યારે હવે રાજ્યના દક્ષિણ છેવાડે આવેલ વલસાડ (Valsad) જિલ્લાનો નારગોલનો દરિયા કિનારો (Nargol beach ) અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર આસપાસનો વિસ્તાર પ્રિવેડિંગ શૂટિંગ માટે યંગ કપલો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. તો સાથેજ પ્રિવેડિંગ શૂટિંગ હવે નારગોલ ગ્રામ પંચાયત માટે આવકનું એક સ્ત્રોત પણ બની રહ્યું છે. તો શું તમારા પણ જલ્દી જ લગ્ન થવાના છે..? અને તમે પણ પ્રિવેડિંગ ફોટો શૂટ માટે વિચારી રહયા છે..? તો આવો જોઈએ આ વિશેષ અહેવાલ..
લગ્ન પહેલાં પોતાના જીવનસાથી સાથે યાદગાર પળો કેમેરામાં કેદ કરવાનો ટ્રેન્ડ
લગ્ન ગાળાની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે લગ્નની સિઝન દરમિયાન અસંખ્ય યુગલો લગ્નગ્રંથિથી જોડાશે જોકે છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલાં લગ્નગ્રંથિથી જોડાનાર કપલોમાં પોતાના જીવનસાથી સાથે પ્રિવેડિંગ શૂટિંગનો ક્રેઝ વધી રહ્યો છે. મહત્વનું છે કે લગ્નમાં ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ આકર્ષણનું કેન્દ્ર બને છે એમાં પણ હવે લગ્ન પહેલાં પોતાના જીવનસાથી સાથે યાદગાર પળો કેમેરામાં કેદ કરી લગ્ન એક યાદગાર સંભારણું બની રહે તે માટે સુંદર લોકેશન પર જવાનો ક્રેઝ વધ્યો છે. લગ્ન પહેલાં પ્રિવેડિંગ શૂટિંગ માટે યંગ કપલો ગુજરાત રાજ્યના વિવિધ જાણીતા સુંદર લોકેશન અને રાજ્ય બહાર પણ પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરોને હાયર કરી પ્રિવેડિંગ શૂટિંગ માટે જતા હોય છે. જોકે હવે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામનો નારગોલનો દરિયા કિનારો પણ પ્રિવેડિંગ શૂટિંગ માટે યંગ કપલોમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. અહીંના દરિયા કિનારાની સુંદરતા અને કુદરતી વાતાવરણની સાથે દરિયાકિનારે સનસેટ અને સનરાઈઝનો અદભુત નજારો ખુબજ અહલાદક હોવાથી પ્રિવેડિંગ શૂટિંગ માટે હવે વધુને વધુ કપલો અહીં આવી રહ્યા છે. દર વર્ષે મોટી સંખ્યામાં યંગ કપલો પ્રિવેડિંગ શૂટિંગ માટે નારગોલના દરિયા કિનારે આવે છે. નારગોલના દરિયા કિનારે રોજના પાંચથી વધુ યંગ કપલો પ્રિવેડિંગ શૂટિંગ માટે પહોંચે છે.
પ્રિવેડિંગ શૂટિંગ પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોની ટીમ
પ્રિવેડિંગ શૂટિંગ માટે ખુબજ પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોની ટીમ પણ યંગ કપલોની સાથે આવે છે અને પ્રિવેડિંગ શૂટિંગ માટે કપલોને સુંદર લોકેશન અને વિવિધ ડેસ્ટિનેશન લઈ જતા હોય છે જોકે કેટલાક સ્થળોએ પ્રિવેડિંગ શૂટિંગ કરવવા માટે મોંઘી ફી પણ ચૂકવવી પડે છે તેમ છતાં પ્રિવેડિંગ શૂટિંગ માટે એવા સ્થળોએ યંગ કપલો ટીમ સાથે પહોંચે છે. જોકે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો વલસાડના નારગોલનો દરિયા કિનારો પણ પ્રિવેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન અને સુંદર લોકેશન હોવાનું માને છે. વન-ડે શૂટિંગ માટે વલસાડના નારગોલનો દરિયા કિનારો પાડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી નો છેવાડાનો વિસ્તાર પણ પ્રિવેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે એક દિવસના શૂટિંગ માટે નારગોલ, દમણ અને દાદરાનગર હવેલીના વિવિધ લોકેશન ઉપર કપલો પ્રોફેશનલ ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરો સાથે પ્રિવેડિંગ શૂટિંગ કરાવવા આવે છે. આમ નારગોલ અને આસપાસના વિસ્તારની સાથે નારગોલ ના દરિયા કિનારે પણ પ્રિવેડિંગ શૂટિંગ કરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર માને છે કે નારગોલ ના દરિયા કિનારે અને આસપાસનું સુંદર વાતાવરણ અને લોકેશન પ્રિવેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. સવારે સનરાઈઝ અને સાંજે સનસેટની સાથે દરિયાકિનારે આવેલા શરૂ ના ઝાડ મા બપોરના સમયે મળતી હાર્ડ લાઈટ મા ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર ખુબજ સહેલાઈથી કામ કરી શકે છે અને 2 થી 3 કલાક ના સમયમાં સારામાં સારું આઉટપુટ પણ મળી રહે છે.
ગ્રામ પંચાયત દ્વારા 500 રુપિયા ટેક્સ લેવાય છે
મહત્વપૂર્ણ છે કે અતિ રમણીય દેખાતા આ નારગોલના દરિયા કિનારે અનેક હિન્દી સિરિયલો અને ફિલ્મોના પણ શૂટિંગ થઈ ચૂક્યા છે સાથેજ નારગોલનો આ દરિયા કિનારો પ્રવાસન માટે પણ ખુબજ જાણીતું સ્થળ છે. જોકે હવે નારગોલના દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓની સરખામણીમાં પ્રિવેડિંગ શૂટિંગ માટે આવતા કપલોની સંખ્યા પણ ખૂબ વધી રહી છે. અંદાજ મુજબ દર વર્ષે લગ્ન સિઝન દરમિયાન 1,000 થી વધુ કપલો પ્રિવેડિંગ શૂટિંગ માટે નારગોલ ના દરિયા કિનારે પહોંચે છે આમ વધુમાં વધુ લોકો પ્રિવેડિંગ શૂટિંગ માટે નારગોલ ના દરિયા કિનારે આવતા હોવાથી હવે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા પ્રિવેડિંગ શૂટિંગ માટે ટેક્સ પણ લગાવવામાં આવે છે અને માત્ર રૂ.500 જેવા નજીવા ચાર્જ લઈને યંગ કપલો અને પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ને નારગોલ અને આસપાસના વિસ્તારમાં પ્રિવેડિંગ શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવે છે. આમ દરિયા કિનારે અને આસપાસના વિસ્તારમાં થતું પ્રિવેડિંગ શૂટિંગ નારગોલ ગ્રામ પંચાયત માટે આવકનો એક સ્ત્રોત બની રહ્યું છે.
આવકનો ગામના વિકાસમાં ઉપયોગ
પ્રિવેડિંગ શૂટિંગ થી થતી આવક નારગોલ ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસના કામમાં વાપરવામાં આવતી હોવાનું ગ્રામ પંચાયત જણાવી રહ્યું છે. જે રીતે પ્રિવેડિંગ શૂટિંગનો ક્રેઝ વધી રહ્યો છે અને નારગોલ જાણીતું સ્થળ બની રહ્યું છે આથી આગામી સમયમાં નારગોલ ના દરિયા કિનારા પર પ્રિવેડિંગ શૂટિંગ થી થતી આવકમાં વધારો થશે થશે આથી આ દરિયા કિનારે પર્યટકો માટે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે તેવું પ્લાનિંગ પણ નારગોલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગ્રામ પંચાયત દ્વારા સુવિધામાં વધારો કરાશે
લગ્ન પહેલા પ્રિવેડિંગ શૂટિંગ નો જે રીતે ક્રેઝ વધી રહ્યો છે અને જે રીતે નારગોલના દરિયા કિનારો પ્રિવેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે જેને ધ્યાને રાખી પંચાયત દ્વારા આગામી સમયમાં દરિયા કિનારે આવતા પર્યટકો અને પ્રિવેડિંગ શૂટિંગ માટે આવતા કપલો માટે પણ સુવિધાઓમાં વધારો કરવામાં આવનાર છે. આમ નારગોલના દરિયા કિનારે અને આસપાસના વિસ્તારમાં થતું પ્રિવેડિંગ શૂટિંગ આ વિસ્તાર અને આસપાસના લોકો માટે રોજગારીનું માધ્યમ પણ પુરવાર થઈ રહ્યું છે. સાથે જ નારગોલ ગ્રામ પંચાયતને પણ મોટી આવક ઊભી કરી રહ્યું સાથેજ પ્રિવેડિંગ શૂટિંગ દ્વારા થતી આવક થી નારગોલ ગ્રામ પંચાયતના વિકાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આમ જો આપના પણ લગ્ન જલ્દી જ થવાના હોય અને આપ પણ પ્રિવેડિંગ શૂટિંગ માટે કોઈ બેસ્ટ ડેસ્ટિનેશનની તલાશમાં હોવ તો નારગોલ ના દરિયા કિનારે અચૂક જજો જ્યાં નજીવી ફી ચૂકવી અને વિદેશના દરિયા કિનારા અને વિદેશના લોકેશન પર પ્રિવેડિંગ શૂટિંગ કરાવતા હોય તેવો અનુભવ આપને જરૂર થશે.
આ પણ વાંચો--ઘરમાં બૂટ અને ચપ્પલ રાખવા માટે વાસ્તુના શું છે નિયમો? આવા ચંપલ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


