Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મળો, સુરતના સૌથી વયોવૃદ્ધ 104 વર્ષના મતદાર ગંગાબાને....

પહેલી વખત 34 વર્ષની વયે મતદાન કર્યું હતુંસપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવશે1લી ડિસેમ્બરે મતદાન કરવા ઉત્સુકહાલ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ચૂંટણી આયોગના આંકડા મુજબ આ વર્ષે મતદાન કરવા માટે ઘણા નવા મતદાતાઓ પણ ઉમેરાયા છે. ત્યારે આજે વાત કરવાની થાય છે સૌથી જુના અને ઉંમરલાયક મતદાર વિશે.આઝાદી બાદની બધી જ ચૂંટણીઓના સાક્ષી છે ગંગાબાસુરતના સચિન વિસ્તારમાં રહેતા 104 વર્ષ
મળો  સુરતના સૌથી વયોવૃદ્ધ 104 વર્ષના મતદાર ગંગાબાને
Advertisement
  • પહેલી વખત 34 વર્ષની વયે મતદાન કર્યું હતું
  • સપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવશે
  • 1લી ડિસેમ્બરે મતદાન કરવા ઉત્સુક
હાલ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ચૂંટણી આયોગના આંકડા મુજબ આ વર્ષે મતદાન કરવા માટે ઘણા નવા મતદાતાઓ પણ ઉમેરાયા છે. ત્યારે આજે વાત કરવાની થાય છે સૌથી જુના અને ઉંમરલાયક મતદાર વિશે.
આઝાદી બાદની બધી જ ચૂંટણીઓના સાક્ષી છે ગંગાબા
સુરતના સચિન વિસ્તારમાં રહેતા 104 વર્ષના ગંગાબા આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધીની લોકશાહીની તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે. આ વર્ષે પણ 104 વર્ષની ઉંમરે તેમનો મતદાન કરવાનો ઉત્સાહ એટલો જ જળવાયેલો છે કે આજના યુવા મતદાતાઓ ને પણ શરમાવે. તો આઝાદી પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીથી લઈ આજ સુધીની તમામ ચૂંટણીમાં મતદાન કરનાર ગંગાબેને જાણો શું કહી રહ્યા છે.
1લી ડિસેમ્બરે મતદાન કરવા ઉત્સુક
શતાયુ મતદાર ગંગાબા સુરતના સચિન વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેમને ચાર દીકરીઓ અને ત્રણ દીકરાઓ છે. આ ત્રણ પુત્રોના કુલ ચાર પુત્રો એટલે કે તેમના ચાર પૌત્ર છે. આ ચાર પૌત્રને ઘરે પણ કુલ ત્રણ દીકરાઓ છે. આમ, ગંગાબેન ચોથી પેઢીએ પણ સ્વસ્થ છે. આગામી તા.1 ડિસેમ્બરે મતદાન માટે ઉત્સાહી ગંગાબેન ખૂબ જ ઉત્સાહી છે. ગંગાબા ઘરમાં હરહંમેશ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. હાલ તેમને નખમાં ય રોગ નથી. તેઓ ઘરનું સાદું ભોજન ગ્રહણ કરે છે. વહેલા સુઈને વહેલા ઉઠવું અને માળા, પૂજાપાઠ કરવા એ તેમનો નિત્યક્રમ છે. 
પહેલી વખત 34 વર્ષની વયે મતદાન કર્યું હતું
તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત આઝાદ થયો ત્યારબાદ પ્રથમ વખત 1952માં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ચૂંટણી પંચે ચલચિત્રના માધ્યમથી લોકોને મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતાં. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે હું સાસરે હતી, ત્યારે મેં 34 વર્ષની ઉંમરે પ્રથમવાર મતદાન કર્યું હતું. આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી લઈ અત્યાર સુધીની લગભગ તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે. એમ તેઓ ગર્વથી જણાવે છે. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારી જેવા 100 વર્ષ વટાવી ચૂકેલા મતદારો મતદાન કરવા જઈ શકતા હોય તો પાંચ વર્ષમાં એક વાર આવતા આ લોકશાહીના ઉત્સવમાં યુવાનોએ સહભાગી થઈને અવશ્ય મતદાન કરવું જોઈએ એવો પણ પ્રેરક સંદેશ તેઓ આપે છે.
સૌ મતદાન કરજો અને કરાવજો
વધુમાં તેમણે જણાવ્યું કે, મારી 104 વર્ષની ઉંમર હોવા છતાં હું ચાલી શકું છું, મારી જરૂરિયાતના કામો જાતે કરી શકું છું. વહુઓને ઘરકામમાં પણ થઈ શકે એટલી મદદ કરૂ છું. સખ્ત પરિશ્રમથી ખેતી, દેશી જીવનશૈલી, ગામડાનો શુદ્ધ અને સાત્વિક આહારથી આટલું લાંબુ જીવન જીવી રહી છે. ભગવાનના ભજન અને પ્રભુભક્તિથી મને નવું બળ મળી રહ્યું છું, અને સ્વસ્થ જીવન વિતાવી રહી છું. આ વર્ષે હું મારા દિકરાના દિકરા સાથે મતદાન કરવા જઈશ, તમે સૌ પણ મતદાન કરજો અને કરાવજો એમ પણ તેઓ સૌને શીખ આપે છે.
સપરિવાર મતદાન કરશે
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ચોર્યાસી સચિનમાં રહેતા 104 વર્ષના ગંગાબેન બાબરીયા 168-ચોર્યાસી વિધાનસભા વિસ્તારના સૌથી વયોવૃદ્ધ મતદારોમાં સ્થાન ધરાવે છે. આ ચૂંટણીમાં તેઓ સપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવશે.
ચૂંટણી પંચ દ્વારા આ વખતે ખાસ આયોજન
આ ચૂંટણીમાં 80 વર્ષથી 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે. મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તેઓને ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે જશે, અને તેમની પાસે મતદાન કરાવશે. તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી થશે. મતગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા વયોવૃદ્ધ મતદારના ઘરે જ થશે. 
સુરત જિલ્લાના કુલ 447 શતાયુ મતદારો
ઉલ્લેખનીય છે કે, આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણીમાં સુરત જિલ્લાના કુલ 447 શતાયુ મતદારો તેમના માતાધિકારનો ઉપયોગ કરશે. છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક છે. આવા જ એક શતાયુ મતદાર છે ગંગા બા. ગંગાબા સુરતના સચિન વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેમને ચાર દીકરીઓ અને ત્રણ દીકરાઓ છે. આ ત્રણ પુત્રોના કુલ ચાર પુત્રો એટલે કે તેમના ચાર પૌત્ર છે. આ ચાર પૌત્રને ઘરે પણ કુલ ત્રણ દીકરાઓ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×