સુરતમાં ગેંગ રેપની ઘટનામાં 2ની ધરપકડ
સુરતના ઉમરા વિસ્તારમાં ઘટેલ ગેંગરેપનીં ઘટના માં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ મથકમાં જયેશ હેમંત,યોગી પવાર અને ધ્રુવ નામના શકશો સામે ગેંગરેપનો ગુન્હો નોંધ્યો હતો.પીડિતાને લગ્નની લાલચ આપી વિડીયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.કેમેરા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહેલી આ મહિલા છે ગેંગરેપની પીડિતા. મહિલા ફૂટપાથ પર માસ્ક વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હà
Advertisement
સુરતના ઉમરા વિસ્તારમાં ઘટેલ ગેંગરેપનીં ઘટના માં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ મથકમાં જયેશ હેમંત,યોગી પવાર અને ધ્રુવ નામના શકશો સામે ગેંગરેપનો ગુન્હો નોંધ્યો હતો.પીડિતાને લગ્નની લાલચ આપી વિડીયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કેમેરા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહેલી આ મહિલા છે ગેંગરેપની પીડિતા. મહિલા ફૂટપાથ પર માસ્ક વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સમયે એક જયેશ નામના યુવક સાથે તેનો પરિચય થયો અને મિત્રતા થઈ હતી. પીડિતા ત્યકતા હતી અને પોતાના સાત વર્ષના પુત્રને પિતાનો પ્રેમ મળે તે આશયથી જયેશ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. પરંતુ જયેશએ માત્ર પોતાની વાસના સંતોષીનને પીડિતાને નશો કરાવી નગ્ન વિડીયો ઉતારી બ્લેકમેલ કરતો હતો. એટલું જ ન જયેશ એ તેના મિત્રો યોગી પવાર અને ધ્રુવ સાથે મળીને પીડિતા પર ગેંગ રેપ કર્યો હતો.
પીડિતા પોતાની યાતના લઈને ઉમરા પોલીસ મથકે પહોંચી હતી.સતત એક મહિનાથી પીડિતા નરાધમની યાતના સહન કરી રહી હતી. ઉમરા પોલીસે પણ એક સપ્તાહ સુધી પીડિતાની ફરિયાદ પર ધ્યાન આપ્યું ન હતું. છેવટે પીડિતાની વ્હારે સમાજસેવીઓ અને મહિલા વકીલ આવ્યા અને પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
વિડીયોના આધારે જ્યેશ તેને બ્લેકમેલ કરી વાંરવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. 8 મે 2022ના દિવસે સાંજે 6:30 કલાકે બનેલી ઘટનામાં આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી.તે સમયે જયેશ સાથે તેના ત્રણ મિત્રો પણ ત્યાં હાજર હતાં. જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર ધ્રુવ સાથે પણ બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.
પીડિતાએ ના પાડતા આરોપીઓએ ભેગા મળી તેને ઢીકમુક્કીનો માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ ઘટના અંગે કોઇને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકીએ આપી હતી.પીડિતા મહિલાએ આરોપી જયેશ ઉર્ફે જય હેમંત,યોગી પવાર અને ધ્રુવ નામના આરોપી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ઉમરા પોલીસે 2 આરોપીઓ જયેશ અને યોગી પવાર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.


