સુરતમાં લિફ્ટની કામગીરીમાં 14મા માળેથી પટકાયેલા 2 મજૂરના મોત
સુરતના પાંડેસરા બામરોલી વિસ્તારમાં આવેલી નિર્માણાધીન પ્લેડીયમ રેસીડેન્સી બિલ્ડીંગમાં 14ના માળે કામગિરી દરમિયાન 2 મજૂર નીચે પટકાતા મોત થયા હતા. બંને મજૂર બંધાઇ રહેલી ઇમારતમાં 14મા માળે કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના બામરોલી પાંડેસરા વિસ્તારમાં સોહમ સર્કલ પાસે નવી બંધાતી બિલ્ડીંગમાં લિફ્ટની કામગિરી દરમિયાન ત્રણ મજૂર લિફ્ટના એંગલ લગાવાનું àª
Advertisement
સુરતના પાંડેસરા બામરોલી વિસ્તારમાં આવેલી નિર્માણાધીન પ્લેડીયમ રેસીડેન્સી બિલ્ડીંગમાં 14ના માળે કામગિરી દરમિયાન 2 મજૂર નીચે પટકાતા મોત થયા હતા. બંને મજૂર બંધાઇ રહેલી ઇમારતમાં 14મા માળે કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના બામરોલી પાંડેસરા વિસ્તારમાં સોહમ સર્કલ પાસે નવી બંધાતી બિલ્ડીંગમાં લિફ્ટની કામગિરી દરમિયાન ત્રણ મજૂર લિફ્ટના એંગલ લગાવાનું કામ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ત્રણ પૈકી 2 મજૂર નીચે પટકાતા બંનેના મોત થયા હતા. સવારે 10 વાગે આ બનાવ બન્યો હતો.
તપાસમાં બહાર આવ્યું કે લિફ્ટની કામગીરી દરમ્યાન એક યુવકનું સંતુલન ખોરવાયું હતુ અને તેથી તેને બચાવવા જતા બીજો યુવક પણ સાથે પટકાયો હતો.
મૃતક યુવકોના નામ આકાશ બોરસે અને નિલેશ પાટીલ હોવાનું બહાર આવ્યું છે.
બિલ્ડીંગમાં કોઇ પણ પ્રકારની આ યુવકો સેફટી વગર કામગીરી કરી રહ્યા હતા અને બંને નીચે પટકાયા હતા. ઘટનાના પગલે બંને યુવકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ પણ તત્કાળ સ્થળ પર પહોંચી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ ગુરુવારે ગુજરાત યુનિવર્સીટી પાસે એસ્પાયર 2 નામની બિલ્ડીંગની લિફ્ટનો પાલો તુટ્યો હતો જેમાં 7 મજૂરના મોત થયા હતા.


