Surat: નઘરોળ તંત્રના પાપે માસૂમનો ભોગ લેવાયો, ગટરમાં ગરકાવ બાળકનો મળ્યો મૃતદેહ
- 19 કલાક સુધી ખુલ્લી ગટરમાં ગરકાવ બાળકનો મળ્યો મૃતદેહ
- સુરતના વરિયાવ વિસ્તારમાં બની અરેરાટી ફેલાવતી ઘટના
- 2 વર્ષનું માસુમ તંત્રની લાલિયાવાડીને ભેટ ચઢી ગયું
Surat: નઘરોળ તંત્રના પાપે ગટરમાં ગરકાવ બાળકનું મોત થયુ છે. જેમાં 19 કલાક બાદ ખુલ્લી ગટરમાં ગરકાવ બાળકનો મૃતદેહ મળ્યો છે. તેમજ સુરતના વરિયાવ વિસ્તારમાં અરેરાટી ફેલાવતી ઘટના બની છે. 2 વર્ષનું માસુમ તંત્રની લાલિયાવાડીને ભેટ ચઢી ગયું છે. NDRFની ટીમ સહિત ફાયરના 100 જવાનોએ બાળકને શોધ્યું છે પણ કલાકોની જહેમત બાદ અંતે માસૂમનો મૃતદેહ હાથ લાગ્યો છે.
તંત્રની બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પરિવારની તૈયારી
તંત્રની બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પરિવારની તૈયારી છે. જેમાં સુરતના નઘરોળ તંત્રના ઠેકેદારો ક્યા નસકોરા બોલાવે છે? મેયર દક્ષેણ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ માણી રહ્યા છે! સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ ક્યાં ઊંઘો છો? તમારા નાક નીચે સુરતમાં આ હદે અવ્યવસ્થા ક્યા સુધી?
જાણો સમગ્ર મામલો:
સુરતનાં (Surat) વરિયાવ વિસ્તારમાં બે વર્ષનું માસૂમ બાળક ઊંડી ખુલ્લી ગટરમાં ગરકાવ કરી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ બાળક ન મળતા પરિવારે ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજી ફાયરની વિવિધ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી અનુસાર, ફાયર વિભાગનાં 60 થી વધુ જવાન દ્વારા બાળકની શોધખોળ કરાઈ હતી. છતાં હજી સુધી બાળકની કોઈ ભાળ મળી નથી. બાળક હેમખેમ મળી જાય તેવી પ્રાર્થના માતા-પિતા અને પરિવારજનો કરી રહ્યાં હતા ત્યારે દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે.
જવાબદારો લોકો સામે કાર્યવાહી કરવા વિપક્ષની માગ
માહિતી પ્રમાણે ઊંડા સ્ટોર્મમાં સુરત ફાયર વિભાગનાં જવાનો સ્કુબા શૂટ અને ઓક્સિજન સપોર્ટ સાથે ઊતર્યા હતા અને બાળકની શોધ આદરી હતી. અથાગ મહેનત બાદ પણ બાળકને શોધવામાં રેસ્ક્યૂ ટીમને સફળતા મળી પણ બાળક મૃત હતુ. ડ્રેનેજની ઊંડી કુંડીમાં પડી ગયેલા બાળકને શોધવામાં અને ડ્રેનેજનાં નેટવર્ક શોધવામાં ફાયરને મુશ્કેલી પડી હતી. દરમિયાન, રાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાલિકા (SMC) દ્વારા અહીં બનાવવામાં આવેલ ડ્રેનેજ નેટવર્કની કામગીરી પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad: શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સ મળશે! નશાના કારોબારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો