Surat : જામીન પર છૂટ્યો, જેલ બહાર સાગરીતોએ સ્વાગત કર્યું, કારનાં કાફલા સાથે Video બનાવી વાઇરલ કર્યા
- Surat માં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આરોપીએ કર્યા સીન સપાટા
- GUJCTOC નાં આરોપી દ્વારા ફિલ્મી સીન સપાટાનો વીડિયો સો. મીડિયા પર વાઇરલ
- 26 થી વધુ ગુનાના આરોપી આશિષની પોલીસે શાન ઠેકાણે લાવી
- પોલીસે 9 લોકો સાથે ચાર ગાડીઓ કબજે કરી કાર્યવાહી કરી
Surat : સુરતમાં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આરોપીને સીન સપાટા કરવા ભારે પડ્યા છે. ગુજસીટોકના (GUJCTOC) આરોપી અને તેનાં સાગરીતો દ્વારા ફિલ્મી સ્ટાઇલમાં વીડિયો બનાવી વાઇરલ કરી સીન સપાટા કરતા પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવી છે. સુરત પોલીસે (Sachin Police) 9 લોકો સાથે 4 ગાડી કબજે કરી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો - Ahmedabad : નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધરાશાયી, 30 વર્ષીય યુવકનું મોત
Surat માં 26 થી વધુ ગુનામાં આરોપીએ જામીન બાદ વીડિયો બનાવ્યા
સુરતની (Surat) લાજપોર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ગુજસીટોકના આરોપી આશિષ ઉર્ફે ‘ચીકના’ પાંડેને સીન સપાટા કરવા ભારે પડ્યા છે. ખૂન, અપહરણ, લૂંટ, ધમકી સહિતનાં 26 થી વધુ ગુનામાં જેલમાં બંધ આરોપી આશિષને જામીન મળ્યા હતા. જો કે, જામીન પર છૂટ્યા બાદ રીઢા ગુનેગાર આશીષે પોતાનાં સાગરીતોને સાથે રાખી જેલની બહાર ફિલ્મી સ્ટાઇલમાં વીડિયો બનાવી વાઇરલ કર્યા હતા અને સીન સપાટા કર્યા હતા. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે, આરોપી આશિષ જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે સચિન સબ જેલ બહાર 40-50 લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું.
સુરતમાં જેલમાંથી જામીન બાદ આરોપીએ કર્યા સીન સપાટા
ગુજસીટોકના આરોપી દ્વારા ફિલ્મી સીન સપાટા કરવામાં આવ્યા
વીડિયો બનાવી વાયરલ કરતાં પોલીસે કરી કાર્યવાહી
26થી વધુ ગુનાના આરોપી આશિષની પોલીસે શાન ઠેકાણે લાવી
પોલીસે 9 લોકો સાથે ચાર ગાડીઓ કબજે કરી કાર્યવાહી કરી
તમામ લોકો સામે કાર્યવાહી… pic.twitter.com/zZS0GLhgs0— Gujarat First (@GujaratFirst) September 16, 2025
આ પણ વાંચો - Vishwa Umiadham: વિશ્વ ઉમિયાધામમાં ભરાશે દેશનું સૌથી મોટું કોંક્રીટ રાફ્ટ, 72 કલાકમાં કામ પૂર્ણ થશે
40-50 લોકોનું ટોળું આવ્યું, 7-8 કારમાં ‘વિક્ટરી’ સાઇન બતાવી રોફ જમાવ્યો!
ત્યાર બાદ ટોળા દ્વારા આરોપીને સાથે રાખી 7 થી 8 બ્લેક ફિલ્મ વાળી કાર લાઇનમાં મૂકી સીન-સપાટા કરવામાં આવ્યા હતા. સાગરીતો પગે લાગીને આરોપી આશિષનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આશિષ કાળી સ્કોર્પિયો કારમાં બેસી હાથથી ‘વિક્ટરી’ સાઇન બતાવી હતી. વાઇરલ વીડિયોમાં એક જેલ કર્મચારી પણ આશિષ સાથે હાથ મિલાવતા નજરે આવ્યો હતો. જો કે, આરોપીનાં વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થતા જેલ DySP ડી.પી. ભટ્ટ અને સચીન પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે 9 લોકોની ધરપકડ કરી ચાર કાર કબજે કરી છે. તમામ લોકો સામે કાર્યવાહી કરી માફી મંગાવી છે.
આ પણ વાંચો - PM Modi's Birthday : આવતીકાલે 'સેવા દિવસ' તરીકે ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનો ખાસ સંદેશ


