Surat: વિદ્યાર્થિનીના આપઘાતને લઈને મોટો ઘટસ્ફોટ, તપાસ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો
- તપાસ દરમિયાન શાળાના કાંડ પણ આવ્યા બહાર
- ફી નિર્ધારણ કમિટીના આદેશને ઘોળીને પી ગયા સંચાલકો
- 15 હજારની મંજૂરી સામે 17 હજાર રૂપિયાની ઉઘરાવતા હતા ફી
Surat: સુરતમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતી આપઘાત કર્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે આપધાત મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ચાર સભ્યોની તપાસ કમિટી બનાવી હતીં. આ ટીમ દ્વારા અત્યારે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ કમિટીએ DEOને સોંપેલા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
આખરે શા માટે શાળા દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું?
આ વિદ્યાર્થિનીએ ફીને લઈને આત્મહત્યા નહીં કર્યો હોવાનો દોવા કરવામાં આવ્યો છે. પરંતુ ચોંકાવનારી વાતએ છે કે, આપઘાત માટે પરિવારિક કારણ જવાબદાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તપાસ દરમિયાન શાળાના કાંડ પણ બહાર આવ્યાં છે. શાળા દ્વારા ફી નિર્ધારણ કમિટીના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કારણે કે, 15 હજારની મંજૂરી સામે ફી પેટે 17 હજાર રૂપિયાની ઉઘરાવતા હતા. જેથી શાળા અત્યારે શંકાના દાયરામાં આવી છે.
આ પણ વાંચો: Gondal: હડકાયા શ્વાનોએ મચાવ્યો આતંક, 22 થી વધુ લોકોને બચકા ભર્યા
કમિટીએ વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કર્યો
નોંધનીય છે કે, તપાસ કમિટીએ વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કર્યો છે. આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો તેમાં સ્કૂલના સંચાલકો પર ફી માટે દબાણનો આરોપ લાગ્યો હતો. હવે આ મામલે હજી કેટલા ખુલાસા બાકી હશે? જો માત્ર રૂપિયા (ફી) માટે વિદ્યાર્થિનીને આત્મહત્યા કરવી પડે તો તે કેટલી શરમની વાત છે. શિક્ષણને રૂપિયા સાથે કેવી રીતે સરખાવી શકાય?
આ પણ વાંચો: Khambhat: નશાના કાળા કારોબાર પર ત્રાટકી ATSની ટીમ, દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ
પરિવારે શાળા સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા
સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિધાર્થીની ભાવના રાજુભાઈ ખટીકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.બે દિવસ પહેલા વિદ્યાર્થી ની આપઘાત કેસમાં પરિવારે શાળા સંચાલકો સામે ગંભીર આરોપ કર્યા હતા.શાળાની બાકી ફી મુદ્દે વિધાર્થીની ને દબાણ કરી કલાકો સુધી ટોયલેટ રૂમ પાસે ઊભી રાખવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો.જે બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી અને ગોડાદરા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Vadodara: નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી, જાણો શું લખ્યું છે મેઈલમાં...
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


