ગુજરાતમાં વ્યાજખોરો સામે શિકંજો કસ્યા બાદ હવે શરાફી પેઢીના લાયસન્સ લેવા માટે પડાપડી
ગુજરાતમાં (Gujarat) વ્યાજખોરો સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે સુરત પોલીસ (Surat Police) પણ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. તેવામાં અધિકૃત ધંધો કરવા હવે પડાપડી થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે દોઢ મહિનામાં જ શરાફી પેઢીના (Sharafi firm) લાયસન્સ લેવા માટે સહકારી રજીસ્ટ્રાર ની ઓફિસે આવતી અરજીઓમાં 800 ટકાનો વધારો થયો છે. અરજીઓમાં 800%નો વધારોછેલ્લા દોઢ મહિનામાં à
03:07 PM Feb 15, 2023 IST
|
Vipul Pandya
ગુજરાતમાં (Gujarat) વ્યાજખોરો સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે સુરત પોલીસ (Surat Police) પણ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. તેવામાં અધિકૃત ધંધો કરવા હવે પડાપડી થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે દોઢ મહિનામાં જ શરાફી પેઢીના (Sharafi firm) લાયસન્સ લેવા માટે સહકારી રજીસ્ટ્રાર ની ઓફિસે આવતી અરજીઓમાં 800 ટકાનો વધારો થયો છે.
અરજીઓમાં 800%નો વધારો
છેલ્લા દોઢ મહિનામાં પોલીસે વ્યાજખોરો સામે જે લાલ આંખ કરી છે તેને લઈને શરાફી લાયસન્સ લેવા માટે હવે પડાપડી થઈ રહી છે. સરકારી મંજૂરી સાથે આ પેઢીઓ લોકો પાસેથી 12થી 15 ટકા વ્યાજ વસૂલી શકે છે. સહકારી રજીસ્ટ્રાર પાસે લાયસન્સ માટે આવતી અરજીઓમાં 800 ટકા જેટલો વધારો થયો છે. મહત્વની વાત છે કે, જ્યાં મહિને માંડ માંડ 8 થી 10 અરજીઓ આવતી હતી ત્યાં હવે વધીને શરાફી પેઢીના લાયસન્સ લેવા માટે દોઢ મહિનામાં 81 અરજીઓ આવી છે.
પાંચ વર્ષમાં જ 650 લાયસન્સ ઇસ્યુ થયું
મહત્વની વાત છે કે સહકારી રાજીસ્ટ્રારમાં છેલ્લા 30થી 35 વર્ષમાં કુલ 800 લાયસન્સ ઇસ્યુ થયા હતા. તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં જ 650 લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે આ જ દર્શાવે છે કે શરાફી પેઢીનો ધંધો કેટલો તેજીમાં છે.
વ્યાજખોરો લાઇસન્સ લઈ રહ્યા છે
મહત્વની વાત છે કે, દોઢ મહિનામાં સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે 172 ફરિયાદો કરી અને 162 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આ એક્શન બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મંડળી કચેરીમાં કુલ 81 અરજીઓ શરાફી પેઢીના લાયસન્સ માટે આવી છે એટલે કે ભવિષ્યમાં ધરપકડથી બચવા માટે હવે વ્યાજખોરો લાઇસન્સ લઈ રહ્યા છે.
ક્યારે કેટલા લાઈસન્સ ઈશ્યૂ થયાં
- વર્ષ 2018-19માં 204 લાઈસન્સ
- વર્ષ 2019-20માં 206
- વર્ષ 2020-21માં 129
- વર્ષ 2021-22માં 158
- વર્ષ 2022-23માં 82 લાયસન્સ ઇશ્યૂ થયા છે.
શરાફી પેઢીઓએ જિલ્લા રજીસ્ટાર મંડળીમાં વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. જેમાં તેમણે રૂપિયાનો સમગ્ર હિસાબ-કિતાબ પણ રજૂ કરવાનો હોય છે. હાલ શરાફી પેઢી ઓડિટ રિપોર્ટ ઓનલાઇન રજૂ કરતી હોય છે અને નવા લાયસન્સ લેનારે 5,000ની ફી ભરવાની રહેતી હોય છે. આ હિસાબે જ વિભાગને 3 લાખ રૂપિયાની આવક પણ થઈ છે. વ્યાજખોરો સામે સરકારના કડક વલણથી ગેરકાયદે વ્યાજખોરોમાં જોવા મળી રહ્યો છે ગેરકાયદે વ્યાજનો ધંધો કરનાર લોકો પણ હવે સહકારનું લાયસન્સ મેળવવા માટે તલ પાપડ બન્યા છે સહકારનું લાયસન્સ મેળવ્યા બાદ અધિકૃત રીતે વ્યાજ વટાવનો ધંધો કરી શકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article