Narmada : ઇન્દિરા સાગરથી પાણી છોડાતા નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરાયો
- મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતાં બે ડેમ ઓવરફ્લો
- ઈન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો
- ઇન્દિરાસાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા
- ઓમકારેશ્વરના 9 દરવાજા ખોલવામાં આવ્યા
- ઇન્દિરાસાગરમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડાયું
- ઓમકારેશ્વર ડેમમાંથી 1,22,850 ક્યુસેક પાણી છોડાયું
- નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરાયો
- હાલ નર્મદા ડેમની સપાટી 124.60 મીટર
Dam Overflow In Madhya Pradesh:ધોધમાર વરસાદને કારણે મધ્યપ્રદેશના બે મુખ્ય ડેમ, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે. પાણીની સતત આવક થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના પગલે નર્મદા ડેમમાં નવા નીરની ભરપૂર આવક થવાની શક્યતા છે.
ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલાવાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
આગામી 12 કલાકમાં આ પાણી નર્મદા નદીમાં પહોંચશે.
મધ્યપ્રદેશના આ બંને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા આગામી 12 કલાકમાં આ પાણી નર્મદા નદીમાં પહોંચશે. જેને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમના દરવાજા બંધ છે, પરંતુ સપાટી 131 મીટરે પહોંચતા જ તેને ખોલવામાં આવશે.
આ પણ વાંચો -Gujarat Rain: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, શ્રાવણમાં શ્રીકાર
જરૂર પડ્યે આગળના પગલાં લેવા માટે સંપૂર્ણપણે તૈયા
મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો અને જળસંગ્રહ માટે આ પાણી અત્યંત મહત્ત્વનું સાબિત થશે. આ સ્થિતિ પર વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે આગળના પગલાં લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
લોકોને સાવચેત રહેવાની સૂચનો અપાયા
ડેમમાં પાણીની આવક 40,927 ક્યુસેક છે, જ્યારે નદીમાં 35,996 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેનાલમાં 5,292 ક્યુસેક પાણી જાવક તરીકે આપવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેના પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી, નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.


