ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

​​Surat : ખાનગી શાળાની મનમાની! RTE હેઠળ પ્રવેશ બાદ પણ માગી રૂ.70 હજારની ફી!

વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, શાળા દ્વારા એવું પણ જણાવ્યું કે જો ફી નહિં ભરે તો બાળકનો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો.
07:43 PM Apr 11, 2025 IST | Vipul Sen
વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, શાળા દ્વારા એવું પણ જણાવ્યું કે જો ફી નહિં ભરે તો બાળકનો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો.
Surat_Gujarat_first 4
  1. ​​Surat નાં પાંડેસરામાં ખાનગી શાળાની મનમાની આવી સામે
  2. RTE હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પણ 70 હજારની ફીની કરી માંગણી
  3. શ્રમિક પરિવારના બાળકને RTE હેઠળ સ્કૂલમાં પ્રવેશ મેળ્યો હતો
  4. ધો. 2 માં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી રૂ. 70 હજાર ભરવા કહ્યું
  5. ફી નહિં ભરે તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લેવા કહ્યું

સુરતનાં (​​Surat) પાંડેસર વિસ્તારમાં ખાનગી શાળાની મનમાની સામે આવી છે. શ્રમિક પરિવારના બાળકને RTE હેઠળ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. આરોપ છે કે પ્રવેશ મેળવ્યા બાદ પણ શાળા પ્રશાસને રૂપિયા 70 હજારની ફીની માંગણી કરી હતી. ધો. 2 માં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી તરીકે રૂપિયા 70 હજાર ભરવા કહ્યું હતું. વાલી ફી નહિં ભરે તો બાળકને અન્ય શાળામાં પ્રવેશ મેળવી લેવા જણાવ્યું હતું. આ મામલે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ સ્થાનિક કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને (CM Bhupendra Patel) પણ જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલે DEO દ્વારા તપાસ શરુ કરાઈ છે.

 આ પણ વાંચો - Gandhinagar: અંબાલાલ પટેલની ગુજરાતનાં રાજકારણ અંગે ચોંકાવનારી આગાહી, કહ્યું- મે માસ અંત પહેલા..!

ધો. 2 માં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી રૂ.70 હજાર ભરવા કહ્યું હોવાનો આરોપ

સુરતમાં (​​Surat) પાંડેસર વિસ્તારમાં એક શ્રમિક પરિવારનાં બાળકને રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ખાનગી બ્રોડવે ઇન્ટરનૅશલ સ્કૂલમાં (Broadway International School) પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, વાલીઓનો આરોપ છે કે બાળકનાં પ્રવેશ બાદ શાળા તંત્ર દ્વારા રૂપિયા 70 હજારની ફીની માગ કરાઈ છે. ધોરણ 2 માં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી તરીકે રૂપિયા 70 હજાર ભરવી વાલીઓને જણાવ્યું હતું. વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, શાળા દ્વારા એવું પણ જણાવ્યું કે જો ફી નહિં ભરે તો બાળકનો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો.

 આ પણ વાંચો - Bhavnagar : 43 ડિગ્રી વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, ગરમીથી રાહત

સ્થાનિક કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પણ કરાઈ જાણ

આ મામલે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દાવલને આ મામલે જાણ થતાં તેમણે સમગ્ર બાબતની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પણ કરી હોવાની માહિતી છે. આ મામલે હવે DEO દ્વારા તપાસ શરુ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ શિક્ષણમંત્રી પ્રફુલ પાંસેરિયા (Praful Pansheriya) સુરતનાં હોવા છતાં પ્રાઇવેટ શાળાઓ મનમાની કરી રહી છે તેવી ચર્ચા વાલીઓ વચ્ચે શરૂ થઈ છે.

 આ પણ વાંચો - Bhavnagar : 3 મકાન, 1 રિક્ષામાં આગ લગાવવા મામલે 12 સામે ગુનો, 8 ની ધરપકડ

Tags :
Broadway International SchoolCM Bhupendra PatelEducation Minister Praful PansheriyaGujarat Education DepartmentGUJARAT FIRST NEWSRTESchool AdministrationSuratTop Gujarati News
Next Article