Bharuch Dudhdhara Dairy Election: ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની કરી રહ્યા છે ઐસીતૈસી
- Bharuch Dudhdhara Dairy Election: ભરૂચની દૂધધારાની ચૂંટણીમાં ઈફ્કોવાળીના સંકેત!
- ચૂંટણી ઇફ્કોવાળી! ભાજપના મેન્ડેટની ઐસીતૈસી!
- દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને આપ્યા મેન્ડેટ
Bharuch Dudhdhara Dairy Election: ભરૂચની દૂધધારાની ચૂંટણીમાં ઈફ્કોવાળીના સંકેત! ભાજપના કેટલાક નેતાઓ મેન્ડેટની ઐસીતૈસી કરી રહ્યા છે. જેમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. તેમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ રાજકીય ખેલ કર્યો છે. જેમાં ભાજપના મેન્ડેટથી નારાજ થઈ ચૂંટણીમાં અપક્ષ પેનલ ઉતારી છે. ધારાસભ્ય પ્રકાશ દેસાઈ સહિતના અપક્ષને ભાજપ અગ્રણીઓનો ટેકો છે. અપક્ષ ઉમેદવારોને ભાજપના કેટલાક અગ્રણીઓના ટેકાની ચર્ચા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે. ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ પણ બીટીપીમાંથી આવેલા ભાજપમાં છે. તેમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા સામે ભાજપ પગલાં લઈ શકે છે.
ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો
ભરૂચની દૂધધારા ડેરીની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આરોપો લગાવ્યા છે. આ પત્રમાં કહ્યું કે, વર્તમાન પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. તેમણે દાદાગીરી કરનારા અને ભ્રષ્ટ લોકોને આગળ ધપાવી રહ્યા છે.
Bharuch Dudhdhara Dairy Election: ચૂંટણીમાં ઈફ્કોવાળીના સંકેત!
મનસુખ વસાવાએ પોતાના પત્રમાં લખ્યું કે, 'પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમય ગાળા દરમિયાન પાર્ટી જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્ત્વ આપી મહત્ત્વના પદો ઉપર બેસાડી દેવામાં આવ્યા છે અને આ જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ, દૂધ ધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામની પણ ડેરી નથી. બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ, આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે.'
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી


