Bharuch: અંકલેશ્વરની પાનોલી GIDC માં ભીષણ આગનો બનાવ, આખું ગામ ભડકે બળ્યું હોય એવા ભયંકર દૃશ્યો
- Bharuch: ધુમાડાના ગોટા દૂર–દૂર સુધી અવકાશમાં નજરે પડ્યા
- આજુબાજુની કંપનીઓના કર્મચારીઓ કંપની છોડી ભાગવા મજબૂર
- ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ
Bharuch: અંકલેશ્વરની પાનોલી GIDC માં ભીષણ આગનો બનાવ બન્યો છે. જેમાં ધુમાડાના ગોટા દૂર–દૂર સુધી અવકાશમાં નજરે પડ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની કંપનીઓના કર્મચારીઓ કંપની છોડી ભાગવા મજબૂર બન્યા છે. આગ આજુબાજુના વિસ્તારો સુધી પસરવાના કારણે દહેશતનો માહોલ સર્જાયો છે. તથા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ છે.
સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતાફરી થઇ
સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતાફરી થઇ છે. જેમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા છે. 12થી વધુ ફાયર ટેન્કરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે. આગના પગલે નજીકમાં આવેલ સંજાલી ગામમાં ભયનો માહોલ છે તથા લોકો ગામ છોડીને ભાગવું પડ્યું છે.
Bharuch : લાઈવ રિપોર્ટિંગ ચાલુ જ હતું ત્યાં અચાનક થયો જોરદાર બ્લાસ્ટ! | Gujarat First
Bharuch : અંકલેશ્વરની પાનોલી GIDCમાં ભીષણ આગ
સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી
આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા
12થી વધુ ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા… pic.twitter.com/ZzQqSqJ7OG— Gujarat First (@GujaratFirst) September 14, 2025
કેમિકલ કંપનીના વેરહાઉસમાંથી આગની શરૂઆત થઈ હતી
કેમિકલ કંપનીના વેરહાઉસમાંથી આગની શરૂઆત થઈ હતી જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ છે અને નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. વેરહાઉસમાં સ્ટોર્ડ કેમિકલ અને ઓર્ગેનિક મટિરિયલને કારણે ઝડપથી ફેલાઈ હતી.
વેરહાઉસમાં સોલ્વન્ટ અથવા કેમિકલના લીકેજથી આગ લાગી હોવાની આશંકા
પ્રાથમિક માહિતી પ્રમાણે, વેરહાઉસમાં સોલ્વન્ટ અથવા કેમિકલના લીકેજથી આગ લાગી હોવાની આશંકા છે. આગ લાગવાના કારણે નજીકના સંજલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. કામદારો અને ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. પાનોલી GIDC સ્થિત સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં મોડી રાત્રે આ ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ આવવા લાગી હતી. ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
આ પણ વાંચો: Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમની વિગત


