ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : ગુજરાતને કલંકિત કરતી ઝઘડિયા દુષ્કર્મ ઘટના અંગે પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું ?

નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરી સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાંખી ગંભીર ઇજા પહોંચી હતી.
09:44 PM Dec 18, 2024 IST | Vipul Sen
નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરી સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાંખી ગંભીર ઇજા પહોંચી હતી.
  1. Bharuch નાં ઝઘડિયામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો
  2. દુષ્કર્મ કેસ મુદ્દે રાજ્ય સરકારનાં પ્રવક્તાનું નિવેદન
  3. બાળકીની યોગ્ય સારવાર માટે સૂચના : ઋષિકેશ પટેલ
  4. આરોપી સામે કડક પગલાં લેવાશે : ઋષિકેશ પટેલ

ભરૂચનાં (Bharuch) ઝઘડિયા GIDC વિસ્તારમાં દિલ્હીનાં 'નિર્ભયા' જેવી (Nirbhaya Case Delhi) રૂંવાડા ઊભા કરે એવી ઘટના બનતા સમગ્ર રાજ્ય અને દેશ હચમચી ગયો છે. નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરી સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાંખી ગંભીર ઇજા પહોંચી હતી. આ કેસમાં આરોપીની ગણતરીનાં સમયમાં જ ઘરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન, આ મામલે સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલની (Rushikesh Patel) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અન્ય કેટલાક વિષયો અંગે પણ માહિતી આપી હતી.

આ પણ વાંચો - Gujarat ને કલંકીત કરતી નિર્ભયા કરતા ભયાનક ઘટના, 11 વર્ષની બાળાના ગુપ્તાંગમાં સળીયો નાખીને...

ભરુચ દુષ્કર્મ કેસ મુદ્દે રાજ્ય સરકારનાં પ્રવક્તાનું નિવેદન

ભરૂચનાં (Bharuch) ઝઘડિયા GIDC વિસ્તારમાં સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનાએ ગુજરાત પર ઈતિહાસનું સૌથી મોટું કલંક લગાવ્યું છે. આ ઘટનામાં આરોપીએ દુષ્કર્મ આચરીને વિકૃતિની હદ વટાવી હતી. નરાધમે સગીરાનું દેહ ચૂંથી ગુપ્તાંગમાં સળિયો નાંખ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં આરોપી વિજય પાસવાનની વિકૃતતા છતી થઈ છે. આ કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન, સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલની (Rushikesh Patel) આ કેસ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પીડિત બાળકીની યોગ્ય સારવાર માટે સૂચના અપાઈ છે. ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, આરોપી સામે કડક પગલાંઓ લેવામાં આવશે.

આ પણ વાંચો - VADODARA : ક્રૂરતાપૂર્ણ દુષકર્મની ઘટનામાં પીડિતના પરિવારને ઝારખંડના મંત્રી મળ્યા

PMJAY યોજનાની SOP અંગે કહી આ વાત

ઉપરાંત, ઋષિકેશ પટેલે PMJAY યોજનાની SOP અંગે જણાવ્યું કે, SOP ની કામગીરી અંતિમ તબક્કામાં છે. જલદી SOP જાહેર કરવામાં આવશે. SOP ની થોડી કામગીરી બાકી હોવાનાં કારણે આજે જાહેર નહીં કરી શકાય. જણાવી દઈએ કે, અગાઉ સરકારે આજે PMJAY યોજનાની નવી SOP જાહેર કરવાની જાહેરાત કરી હતી. પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, દેશનાં બંધારણનાં 75 વર્ષની ઉજવણી અને સરદાર સાહેબની 150 મી જન્મજયંતિ જેવા કાર્યક્રમો આગામી સમયમાં યોજાશે.

આ પણ વાંચો - Ahmedabad : ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી Tathya Patel ને HC થી મોટો ઝટકો!

Tags :
Accused Vijay PaswanBharuchBharuch Rape CaseBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiNirbhaya case DelhiRushikesh PatelSOP of the PMJAY SchemeZaghadiya GIDC
Next Article